AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: બંગાળમાં મોટો ઉલટફેર: શું મમતા બેનર્જીનો યુગ સમાપ્ત થયો? ભવાનીપુરમાં શુભેન્દુ અધિકારીએ મુખ્યમંત્રીને હરાવીને રચ્યો ઈતિહાસ

પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ અભૂતપૂર્વ પ્રદર્શન કરીને 200નો આંકડો પાર કરી લીધો છે. સૌથી મોટો ધડાકો ભવાનીપુર બેઠક પર થયો છે, જ્યાં શુભેન્દુ અધિકારીએ મુખ્યમંત્રી મમતા બેનર્જીને 15 હજારથી વધુ મતોથી હરાવીને ભાજપનો વિજયધ્વજ લહેરાવ્યો છે.

Breaking News: બંગાળમાં મોટો ઉલટફેર: શું મમતા બેનર્જીનો યુગ સમાપ્ત થયો? ભવાનીપુરમાં શુભેન્દુ અધિકારીએ મુખ્યમંત્રીને હરાવીને રચ્યો ઈતિહાસ
Image Credit source: Tv9Gujarati
| Updated on: May 05, 2026 | 4:02 PM
Share

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપે મમતા બેનર્જીના મજબૂત ગઢ ગણાતી ભવાનીપુર બેઠક પર કબજો કરી લીધો છે. શરૂઆતના રાઉન્ડમાં કાંટાની ટક્કર રહ્યા બાદ શુભેન્દુ અધિકારીએ જે સરસાઈ મેળવી તે અંત સુધી જાળવી રાખી હતી. બંગાળમાં પ્રથમવાર ભાજપ સરકાર બનાવવા તરફ આગળ વધી રહ્યું છે.

રાઉન્ડ મુજબ મતોની રસાકસી

મતગણતરી દરમિયાન વારંવાર ચિત્ર બદલાતું જોવા મળ્યું હતું:

  • 16મો રાઉન્ડ: શુભેન્દુ અધિકારીએ મમતા બેનર્જી પર ૫૬૩ મતોની સામાન્ય સરસાઈ મેળવી હતી.
  • 17મો રાઉન્ડ: આ સરસાઈ વધીને 6,235 મતો સુધી પહોંચી ગઈ હતી.
  • 18મો રાઉન્ડ: શુભેન્દુ અધિકારી 11,003 મતોથી આગળ નીકળી ગયા હતા.
  • 19મો રાઉન્ડ: સરસાઈનો આંકડો 15,000 સુધી પહોંચી ગયો હતો.

ફાઈનલ પરિણામ અને હારનું અંતર

20 રાઉન્ડની મતગણતરીના અંતે સત્તાવાર આંકડાઓ સામે આવ્યા છે:

  • શુભેન્દુ અધિકારી: 73,463 મતો મેળવી વિજેતા જાહેર થયા.
  • મમતા બેનર્જી: તેમને 58,349 મતો મળ્યા.
  • આમ, શુભેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને 15,114 મતોથી કારમી હાર આપી છે.

બંગાળમાં ભાજપનું શાસન

પશ્ચિમ બંગાળના ઈતિહાસમાં આ એક મોટો રાજકીય બદલાવ છે. રાજ્યમાં ભાજપ પ્રથમવાર પોતાની સરકાર બનાવવા જઈ રહ્યું છે. ગત ચૂંટણીમાં ભાજપ પાસે 77 બેઠકો હતી, જે હવે 200ને પાર કરી ગઈ છે. ટીએમસી અને ભાજપ વચ્ચેની લડાઈમાં અંતે ભાજપનો ગ્રાફ સતત ઉપર રહ્યો છે.

એક નવા યુગની શરૂઆત

ભવાનીપુર જેવી બેઠક પર મમતા બેનર્જીની હાર એ માત્ર એક બેઠકની હાર નથી, પરંતુ બંગાળના રાજકારણમાં એક મોટા સંકેત સમાન છે. શુભેન્દુ અધિકારી આ જીત સાથે રાજ્યના સૌથી કદાવર નેતા તરીકે ઉભરી આવ્યા છે.

સત્તા વધી પણ સંપત્તિ ઘટી ! શુભેન્દુ અધિકારીના સોગંદનામાએ સૌને ચોંકાવ્યા, જાણો કેટલી છે બંગાળના દિગ્ગજ નેતાની કુલ મિલકત

Follow Us
વડોદરામાં ડભોઈમાં ભારે વરસાદ, ઢાઢર નદીના પૂરથી 10 ગામમાં તારાજી- Video
વડોદરામાં ડભોઈમાં ભારે વરસાદ, ઢાઢર નદીના પૂરથી 10 ગામમાં તારાજી- Video
ડીસામાં ભારે વરસાદ બાદ ખેતરો જળમગ્ન, પાક બર્બાદ થવાની ભીતિ
ડીસામાં ભારે વરસાદ બાદ ખેતરો જળમગ્ન, પાક બર્બાદ થવાની ભીતિ
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત
જપ-તપ, શક્તિ-ભક્તિ અને સનાતનની શક્તિ સામે વનનો રાજા પણ થઈ જાય નતમસ્તક
જપ-તપ, શક્તિ-ભક્તિ અને સનાતનની શક્તિ સામે વનનો રાજા પણ થઈ જાય નતમસ્તક
નવસારીમાં બિલીમોરા નજીક પૂરથી હાઈ ટેન્શન ટાવર નમ્યો, વીજ પુરવઠા પર અસર
નવસારીમાં બિલીમોરા નજીક પૂરથી હાઈ ટેન્શન ટાવર નમ્યો, વીજ પુરવઠા પર અસર
ગુજરાત માટે રાહતના સમાચાર, સરદાર સરોવર ડેમની જળસપાટી 131 મીટરને પાર
ગુજરાત માટે રાહતના સમાચાર, સરદાર સરોવર ડેમની જળસપાટી 131 મીટરને પાર
વડોદરામાં ચાર મહિનામાં જ તૂટી નવી કેનાલ, ખેડૂતોના પાકને ભારે નુકસાન...
વડોદરામાં ચાર મહિનામાં જ તૂટી નવી કેનાલ, ખેડૂતોના પાકને ભારે નુકસાન...
ટ્રેનમાં મહિલાની બેગમાંથી ચોરે નજર સામે જ મોબાઈલ ઉપાડ્યો ! Video
ટ્રેનમાં મહિલાની બેગમાંથી ચોરે નજર સામે જ મોબાઈલ ઉપાડ્યો ! Video
મોરબીમાં ભારે વરસાદનો કહેર! NDRF-SDRFએ 50થી વધુ લોકોનું કર્યુ રેસ્ક્યુ
મોરબીમાં ભારે વરસાદનો કહેર! NDRF-SDRFએ 50થી વધુ લોકોનું કર્યુ રેસ્ક્યુ
રાજકોટના જળબંબાકાર; વોકળા પર દબાણના કારણે મકાનોમાં ઘૂસ્યા પાણી! Video
રાજકોટના જળબંબાકાર; વોકળા પર દબાણના કારણે મકાનોમાં ઘૂસ્યા પાણી! Video
g clip-path="url(#clip0_868_265)">