AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સત્તા વધી પણ સંપત્તિ ઘટી ! શુભેન્દુ અધિકારીના સોગંદનામાએ સૌને ચોંકાવ્યા, જાણો કેટલી છે બંગાળના દિગ્ગજ નેતાની કુલ મિલકત

પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ભાજપે મમતા બેનર્જીના કિલ્લાને હચમચાવી દીધો છે, જેમાં શુભેન્દુ અધિકારી મુખ્ય નાયક બનીને ઉભર્યા છે. જોકે, કરોડોના આ રાજકીય ખેલ વચ્ચે શુભેન્દુ અધિકારીના ચૂંટણી સોગંદનામામાં એક ચોંકાવનારી વિગત સામે આવી છે. નેતા વિપક્ષ હોવા છતાં તેમની પાસે નથી પોતાની કાર કે નથી સોનાના દાગીના.

સત્તા વધી પણ સંપત્તિ ઘટી ! શુભેન્દુ અધિકારીના સોગંદનામાએ સૌને ચોંકાવ્યા, જાણો કેટલી છે બંગાળના દિગ્ગજ નેતાની કુલ મિલકત
Image Credit source: TV9 Network
| Updated on: May 05, 2026 | 4:03 PM
Share

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે મમતા બેનર્જીના મજબૂત ગઢમાં જબરદસ્ત ગાબડું પાડ્યું છે. આ આખા ઘટનાક્રમમાં નંદીગ્રામ અને ભવાનીપુર જેવી હાઈ-પ્રોફાઈલ બેઠકો પરથી ચૂંટણી લડી રહેલા શુભેન્દુ અધિકારી કેન્દ્રસ્થાને છે. ચૂંટણી પંચના આંકડા મુજબ ભાજપ 192 બેઠકો પર આગળ છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ 95 બેઠકો પર સમેટાઈ રહી છે.

આવકમાં ઉછાળો પણ સંપત્તિમાં ઘટાડો?

શુભેન્દુ અધિકારીએ રજૂ કરેલા સોગંદનામા મુજબ તેમની વાર્ષિક આવકમાં સતત વધારો થયો છે. નાણાકીય વર્ષ 2020-21 માં તેમની આવક 8,13,170 રૂપિયા હતી. વર્ષ 2024-25 માં નેતા વિપક્ષ તરીકે તેમની આવક વધીને 17,38,590 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આમ, પાંચ વર્ષમાં તેમની કમાણી લગભગ બમણી થઈ ગઈ છે, પરંતુ તેમની કુલ મિલકતનો ગ્રાફ નીચે ઉતરી રહ્યો છે.

2021 ની સરખામણીએ કેટલી ઘટી દૌલત?

વર્ષ 2021 માં શુભેન્દુ અધિકારી પાસે 59.31 લાખ રૂપિયાની ચલ સંપત્તિ હતી, જે 2026 ના સોગંદનામા મુજબ ઘટીને માત્ર 24,57,600 રૂપિયા રહી ગઈ છે. તેમની અચલ સંપત્તિ (જમીન-મકાન) માં પણ ઘટાડો નોંધાયો છે. વર્ષ 2021 માં તેમની પાસે 61.30 લાખ રૂપિયાની અચલ સંપત્તિ હતી, જે હવે ઘટીને 46.21 લાખ રૂપિયા થઈ ગઈ છે.

નથી લક્ઝરી બંગલો કે નથી ગાડી

નેતા વિપક્ષ હોવા છતાં શુભેન્દુ અધિકારી પાસે કોઈ આલીશાન બંગલો નથી. તેમની પાસે એગરામાં વારસામાં મળેલી ખેતીની જમીન છે, જેની કિંમત અંદાજે 1,05,000 રૂપિયા છે. નંદીગ્રામમાં તેમની પાસે દાનમાં મળેલી 1.98 એકર ખેતીની જમીન છે, જેની બજાર કિંમત 8,00,000 રૂપિયા છે. ચોંકાવનારી વાત એ છે કે તેમની પાસે પોતાની કોઈ ખાનગી કાર નથી કે નથી કોઈ સોના-ચાંદીના દાગીના.

રાજકારણીઓ માટે આશ્ચર્યજનક તથ્ય

આજના યુગમાં જ્યારે રાજનેતાઓની સંપત્તિમાં દિન-પ્રતિદિન વધારો થતો હોય છે, ત્યારે શુભેન્દુ અધિકારીની ઘટતી જતી મિલકત સૌને આશ્ચર્યમાં મૂકી રહી છે. કરોડોના બજેટ અને મોટા પદ પર હોવા છતાં તેમની આ સાદગી અને રોકાણમાં ઘટાડો એ ચર્ચાનો વિષય બન્યો છે.

મમતા બેનર્જીથી હિમંત બિસ્વા સુધી.. 5 રાજ્યના CM પાસે કેટલું સોનું?

Follow Us
આજનું રાશિફળ : વેપારમાં નફો અને કારકિર્દીમાં પ્રગતિની નવી તકો
આજનું રાશિફળ : વેપારમાં નફો અને કારકિર્દીમાં પ્રગતિની નવી તકો
ભાવનગર રેગિંગ કેસમાં ગુજરાત સરકારના કડક પગલાં
ભાવનગર રેગિંગ કેસમાં ગુજરાત સરકારના કડક પગલાં
વરસાદની આગાહીને લઈ અધિકારીઓની રજા રદ્દ, હેડક્વાર્ટર નહીં છોડવાનો આદેશ
વરસાદની આગાહીને લઈ અધિકારીઓની રજા રદ્દ, હેડક્વાર્ટર નહીં છોડવાનો આદેશ
તોરણમાળની ઝિપલાઇનમાં અટવાયો પ્રવાસી, કર્મચારીઓએ બચાવ્યો જીવ ! Video
તોરણમાળની ઝિપલાઇનમાં અટવાયો પ્રવાસી, કર્મચારીઓએ બચાવ્યો જીવ ! Video
અંબાલાલ પટેલની આગાહી, 48 કલાકમાં મેઘરાજાની જોવા મળશે ધમાકેદાર બેટિંગ
અંબાલાલ પટેલની આગાહી, 48 કલાકમાં મેઘરાજાની જોવા મળશે ધમાકેદાર બેટિંગ
માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા
માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા
ગિરનારની સીડીઓ પર દેખાયા સિંહ!યાત્રાળુઓ માટે વન વિભાગે જાહેર કરી સૂચના
ગિરનારની સીડીઓ પર દેખાયા સિંહ!યાત્રાળુઓ માટે વન વિભાગે જાહેર કરી સૂચના
જાપાનમાં ભૂકંપ પહેલાં બિલાડીની અજીબ હરકત કેમેરામાં થઈ કેદ ! Video
જાપાનમાં ભૂકંપ પહેલાં બિલાડીની અજીબ હરકત કેમેરામાં થઈ કેદ ! Video
રાજકોટમાં સનસનાટી! આંગડિયા પેઢીમાં બંદૂકની અણીએ ₹19 લાખની લૂંટ! Video
રાજકોટમાં સનસનાટી! આંગડિયા પેઢીમાં બંદૂકની અણીએ ₹19 લાખની લૂંટ! Video
અમદાવાદમાં વહેલી સવારે અનુભવાયો ભૂકંપનો આંચકો
અમદાવાદમાં વહેલી સવારે અનુભવાયો ભૂકંપનો આંચકો
g clip-path="url(#clip0_868_265)">