AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતના 10 રાજ્યોમાં હિંદુ લઘુમતીમાં ! કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું- અમે તપાસ કરી રહ્યાં છીએ

લઘુમતી બાબતોના મંત્રાલયના જણાવ્યા અનુસાર, બાકીની છ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો - અરુણાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, લક્ષદ્વીપ, રાજસ્થાન અને તેલંગાણા - હજુ સુધી તેમના મંતવ્યો રજૂ કરવાના છે.

ભારતના 10 રાજ્યોમાં હિંદુ લઘુમતીમાં ! કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું- અમે તપાસ કરી રહ્યાં છીએ
Supreme Court (file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2023 | 7:30 AM
Share

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે તેણે રાજ્ય સ્તરે લઘુમતીઓની ઓળખ અંગે તમામ રાજ્ય સરકારો, કેન્દ્રશાસિત પ્રદેશો અને અન્ય હિતધારકો સાથે બેઠકો કરી છે, અત્યાર સુધીમાં 24 રાજ્યો અને છ કેન્દ્રશાસિત પ્રદેશોએ તેમના મંતવ્યો રજૂ કર્યા છે. લઘુમતી બાબતોના મંત્રાલયે સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે, તેણે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો ઉપરાંત, ગૃહ મંત્રાલય, કાયદા અને ન્યાય મંત્રાલય, શિક્ષણ મંત્રાલય, રાષ્ટ્રીય લઘુમતી આયોગ અને લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓ માટે રાષ્ટ્રીય આયોગ સહિત અન્ય હિતધારકો સાથે પરામર્શ કર્યો છે.

મંત્રાલયે જણાવ્યું કે, 24 રાજ્યો- આંધ્ર પ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, મેઘાલય, મિઝોરમ, મણિપુર, ઓડિશા, સિક્કિમ, ઉત્તરાખંડ, નાગાલેન્ડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ગુજરાત, ગોવા, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને છ કેન્દ્રશાસિત પ્રદેશો લદ્દાખ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ, ચંદીગઢ, રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્લી, આંદામાન અને નિકોબાર અને પુડુચેરીની સરકારોએ તેમની ટિપ્પણીઓ તેમજ મંતવ્યો રજૂ કર્યા છે.

આ રાજ્યોએ હજુ તેમનો રિપોર્ટ મોકલ્યો નથી

લઘુમતી બાબતોના મંત્રાલયના જણાવ્યા મુજબ, બાકીની છ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો – અરુણાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, લક્ષદ્વીપ, રાજસ્થાન અને તેલંગાણાએ હજુ સુધી તેમની ટિપ્પણીઓ કે મંતવ્યો સબમિટ કરવાના બાકી છે. મંત્રાલયે કહ્યું કે, આ મામલે 21 ડિસેમ્બર, 2022ના રોજ છેલ્લો રિમાઇન્ડર લેટર છ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મોકલવામાં આવ્યો હતો.

10 રાજ્યોમાં હિન્દુઓ લઘુમતીમાં

લઘુમતી બાબતોના મંત્રાલયે એક એફિડેવિટ કરીને આ માહિતી આપી છે. એફિડેવિટમાં જણાવાયું છે કે કેટલાક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ આ મુદ્દા પર તેમનો અભિપ્રાય રચતા પહેલા હિતધારકો સાથે વ્યાપક પરામર્શ કરવા માટે વધારાના સમયની વિનંતી કરી છે. એડવોકેટ અશ્વિની કુમાર ઉપાધ્યાય દ્વારા દાખલ કરાયેલી એક અરજી સહિત કેટલીક અરજીઓના જવાબમાં એફિડેવિટ દાખલ કરવામાં આવી છે. ઉપાધ્યાયની અરજીમાં રાજ્ય સ્તરે લઘુમતીઓની ઓળખ માટે માર્ગદર્શિકા તૈયાર કરવાના નિર્દેશોની માંગ કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે 10 રાજ્યોમાં હિંદુઓ લઘુમતીમાં છે.

Follow Us
તમે હળવાશના મૂડમાં રહેશો, મિત્રો સાથે રમતગમતનું આયોજન કરો
તમે હળવાશના મૂડમાં રહેશો, મિત્રો સાથે રમતગમતનું આયોજન કરો
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનો ફટકો: ઉત્પાદનમાં મોટો કાપ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનો ફટકો: ઉત્પાદનમાં મોટો કાપ
પ્રેમ પ્રકરણમાં શખ્સે રિક્ષા સળગાવી, ગાયકવાડ હવેલીમાં ફેલાયો ફફડાટ
પ્રેમ પ્રકરણમાં શખ્સે રિક્ષા સળગાવી, ગાયકવાડ હવેલીમાં ફેલાયો ફફડાટ
ગાંધીની જન્મભૂમિ પર દારૂના વેચાણને મંજૂરી મળતા ગુજરાતમાં મોટો વિવાદ
ગાંધીની જન્મભૂમિ પર દારૂના વેચાણને મંજૂરી મળતા ગુજરાતમાં મોટો વિવાદ
મકાનમાં લાગેલી ભીષણ આગમાં 5 લોકોના ગૂંગળામણથી કરુણ મોત
મકાનમાં લાગેલી ભીષણ આગમાં 5 લોકોના ગૂંગળામણથી કરુણ મોત
સુરતની અનેક બેંકમાં રોકડની અછત ! મેરઠથી પ્લેનમાં કેશ મોકલવા માગ-Video
સુરતની અનેક બેંકમાં રોકડની અછત ! મેરઠથી પ્લેનમાં કેશ મોકલવા માગ-Video
PM મોદીના હસ્તે ગુજરાતમાં વધુ એક સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘઘાટન થયુ
PM મોદીના હસ્તે ગુજરાતમાં વધુ એક સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘઘાટન થયુ
નારણપુરામાં એક જ ઘરમાં 5 લોકો ગંભીર રીતે દાઝ્યા, જુઓ Video
નારણપુરામાં એક જ ઘરમાં 5 લોકો ગંભીર રીતે દાઝ્યા, જુઓ Video
ખાદ્યતેલના ભાવમાં ભડકો ! કપાસ તેલ 20 રુપિયા તો સિંગતેલ 10 રુપિયા વધ્યા
ખાદ્યતેલના ભાવમાં ભડકો ! કપાસ તેલ 20 રુપિયા તો સિંગતેલ 10 રુપિયા વધ્યા
રાજકોટમાં સ્વિમિંગ પૂલમાં ડૂબી જતા ભાઈ બહેનના મોત, જુઓ વીડિયો
રાજકોટમાં સ્વિમિંગ પૂલમાં ડૂબી જતા ભાઈ બહેનના મોત, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">