Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Himachal Pradesh: શિમલાના ખેડૂતોએ સફરજન ગટરમાં ફેંક્યા, ભાજપે રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન, જુઓ Video

ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ સફરજનને ગટરમાં ફેંકવાનો વીડિયો શેર કર્યો છે અને કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બગીચાઓમાં સફરજન સડી રહ્યા છે, આવી રીતે હવે તેઓને સફરજનને નાળામાં નાખવાની ફરજ પડી રહી છે.

Himachal Pradesh: શિમલાના ખેડૂતોએ સફરજન ગટરમાં ફેંક્યા, ભાજપે રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન, જુઓ Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2023 | 5:03 PM

હિમાચલ પ્રદેશના (Himachal Pradesh) શિમલામાં વરસાદે (Heavy Rain) તબાહી મચાવી છે. જુદા-જુદા સ્થળોએ ભૂસ્ખલનને કારણે ઉપરના વિસ્તારોમાં રસ્તાઓ બંધ છે. આ દિવસોમાં સફરજનની સીઝન ચાલી રહી છે, પરંતુ રસ્તાઓ બંધ હોવાને કારણે, સફરજન મંડીઓ સુધી પહોંચી શકતા નથી, જેના કારણે બાગાયતી ખેતી કરતા ખેડૂતો (Farmers) ચિંતિત છે. તેઓને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે.

કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા

આ દરમિયાન ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ સફરજનને ગટરમાં ફેંકવાનો વીડિયો શેર કર્યો છે અને કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બગીચાઓમાં સફરજન સડી રહ્યા છે, આવી રીતે હવે તેઓને સફરજનને નાળામાં નાખવાની ફરજ પડી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 16-03-2025
શુભમન ગિલ 23 વર્ષની અભિનેત્રીને કરી રહ્યો છે ડેટ ?
fenugreek seeds : આ વ્યક્તિએ મેથીના દાણા ભૂલથી ખાધા તો ગયા સમજજો
WPL 2025ની ફાઈનલમાં વરસાદ બનશે વિલન? જાણો કેવું હશે મુંબઈમાં હવામાન
ભારતમાં સૌથી સસ્તી હાર્લી-ડેવિડસન બાઇકની કિંમત કેટલી છે?
અજમા અને બ્લેક સોલ્ટ એકસાથે ખાવાથી સ્વાસ્થ્યને શું ફાયદો થાય?

ખેડૂતોની મુશ્કેલીમાં વધારો

શિમલાના રોહરુ વિસ્તારનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ખેડૂતો સફરજનને ગટરોમાં ઠાલવી રહ્યાં છે. રોહરુ વિસ્તારમાં મોટાભાગે લિંક રોડ બ્લોક છે. સાથે જ રોડ પર ભૂસ્ખલન થયું છે, આવી સ્થિતિમાં ખેડૂતોની મુશ્કેલી વધી છે.

અમિત માલવિયાએ વાયરલ વીડિયોને ટ્વીટ કરીને લખ્યું કે, શિમલામાં સફરજન ઉત્પાદકોને તેમની ઉપજ ગટરમાં ફેંકી દેવાની ફરજ પડી રહી છે. કારણ કે હિમાચલમાં કોંગ્રેસ સરકાર ખેડૂતોને પોતાના ફળો બજાર સુધી સમયસર પહોંચાડવાની મદદ કરવામાં નિષ્ફળ રહી છે. એક તરફ રાહુલ ગાંધી ખેડૂતો માટે આંસુ વહાવે છે તો બીજી તરફ કોંગ્રેસની રાજ્ય સરકાર ખેડૂતોને મદદ કરવાની વાત આવે ત્યારે વિનાશકારી સાબિત થાય છે.

બજારમાં શાકભાજીના ભાવ આસમાને

અમિત માલવિયાએ એમ પણ કહ્યું કે આ જ કારણ છે કે બજારમાં ફળો અને શાકભાજી મોંઘા છે. ભાજપના નેતાએ એવા સમયે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે જ્યારે ટામેટા અને અન્ય શાકભાજીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે અને મધ્યમ વર્ગના ખિસ્સા પર ભારે બોજ નાખે છે.

આ પણ વાંચો : Himachal Pradesh: પૂર અને વરસાદના કારણે ટુરિઝમને અસર, પ્રવાસીઓને આકર્ષવા હોટલ બુકિંગ પર 50% ડિસ્કાઉન્ટની જાહેરાત

છેલ્લા ચાર સપ્તાહથી ટામેટાના ભાવમાં ઘટાડો થયો નથી. રાહુલ ગાંધીએ હાલમાં જ આઝાદપુર મંડીમાં એક શાકભાજી વેચનારનો વાયરલ વીડિયો ટ્વીટ કર્યો હતો અને સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે દેશને બે ભાગમાં વહેંચવામાં આવી રહ્યો છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">