Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hijab Controversy : પોલીસે હુબલી-ધારવાડમાં તાત્કાલિક અસરથી કલમ 144 લાગુ કરી, જાણો સમગ્ર વિગત

બીજી તરફ, ઉડુપીના એડિશનલ એસપી સિદ્ધલિંગપ્પાએ કહ્યુ કે, 'ઉડુપીમાં હાલ કોઈ તણાવ નથી.અમે હાઈકોર્ટના વચગાળાના આદેશનું પાલન કરી રહ્યા છીએ.'

Hijab Controversy : પોલીસે હુબલી-ધારવાડમાં તાત્કાલિક અસરથી કલમ 144 લાગુ કરી, જાણો સમગ્ર વિગત
hijab Controversy in karnataka (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2022 | 3:02 PM

Hijab Controversy :  કર્ણાટકમાં (Karnataka) ચાલી રહેલા હિજાબ વિવાદ વચ્ચે, પોલીસે હુબલ્લી-ધારવાડમાં CRPCની કલમ 144 તાત્કાલિક અસરથી લાગુ કરી છે. આ આદેશ તમામ શૈક્ષણિક સંસ્થાઓના (Education Institute)  200 મીટરની ત્રિજ્યામાં 28 ફેબ્રુઆરી સુધી અમલમાં રહેશે. બીજી તરફ, ઉડુપીના એડિશનલ એસપી સિદ્ધલિંગપ્પાએ કહ્યુ છે કે, ઉડુપીમાં કોઈ તણાવ નથી. અમે હાઈકોર્ટના (Karnataka High Court) વચગાળાના આદેશનું પાલન કરી રહ્યા છીએ.

કર્ણાટક હાઈકોર્ટમાં આજે સુનાવણી

તમને જણાવવુ રહ્યુ કે, તાજેતરમાં કર્ણાટકના નવ જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી. છેલ્લા ઘણા દિવસોથી કર્ણાટકમાં હિજાબ પર પ્રતિબંધને લઈને વિવાદ ચાલી રહ્યો છે. એટલું જ નહીં, છેલ્લા 3-4 દિવસથી આ મામલામાં હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી. આ મામલે આજે પણ કર્ણાટક હાઈકોર્ટમાં સુનાવણી થશે.

SRHની હાર બાદ કાવ્યા મારનને આવ્યો ગુસ્સો
શાર્દુલ ઠાકુરની પત્ની બેકરીની માલિક છે, જુઓ ફોટો
70ની ઉંમરમાં રેખા ફરી બની ઉમરાવ જાન ! ચહેરાનો નૂર જોઈ દિવાના થયા લોકો
29 માર્ચે શનિ અને રાહુનો મહાસંયોગ ! આ 4 રાશિઓ થઈ જશે માલામાલ
આજે અચાનક 15% વધ્યો આ શેર...હવે કંપની બોનસ પણ આપશે, રોકાણકારો થયા ગદગદ!
'સિકંદર'નો વિલન સલમાન ખાન કરતાં વધુ ભણેલો છે, જાણો

હાઈકોર્ટ વચગાળાનો આદેશ જાહેર કર્યો

હિજાબ વિવાદને લઈને કર્ણાટકમાં વિરોધ થયા બાદ અને કેટલીક જગ્યાએ હિંસા ફાટી નીકળ્યા પછી, સરકારે 9 ફેબ્રુઆરીએ શૈક્ષણિક સંસ્થાઓને ત્રણ દિવસ માટે બંધ કરી દીધી હતી, જેને 16 ફેબ્રુઆરી સુધી લંબાવી દેવામાં આવી હતી. આ પછી શાળા કોલેજો ખોલવામાં આવી. જો કે, હાઈકોર્ટે હિજાબ વિવાદ અંગે દાખલ કરાયેલી અરજીઓની સુનાવણી સુધી કોર્ટ વચગાળાનો આદેશ જાહેર કર્યો હતો અને ગયા અઠવાડિયે રાજ્ય સરકારને જણાવ્યુ કે વર્ગખંડમાં હિજાબ સાથે વિદ્યાર્થીઓને સંસ્થાઓમાં પ્રવેશ આપવો.

ઉડુપીમાં કોઈ તણાવ નથી

કર્ણાટક સરકાર હાઈકોર્ટના વચગાળાના આદેશનું પાલન કરશેઃ CM બોમ્મઈ

હિજાબ વિવાદ અંગે કર્ણાટકના મુખ્યમંત્રી બાસવરાજ બોમ્મઈએ બુધવારે રાજ્યની વિધાનસભામાં જણાવ્યુ હતુ કે, તેમની સરકાર હિજાબ વિવાદ પર હાઈકોર્ટના વચગાળાના આદેશનું પાલન કરશે. તમને જણાવવુ રહ્યુ કે, મુખ્ય પ્રધાન ગૃહમાં વિપક્ષના નેતા સિદ્ધારમૈયાના પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા જેમણે ગઈકાલે ઉચ્ચ શિક્ષણ પ્રધાન અશ્વથ નારાયણના નિવેદન અંગે સ્પષ્ટતા માંગી હતી.

આ પણ વાંચો : Punjab election: મતદાન પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો, પાર્ટીના કાઉન્સેલર્સ સહિત ઘણા નેતાઓ AAPમાં જોડાયા

g clip-path="url(#clip0_868_265)">