મુખ્તાર અબ્બાસ નકવીએ હિજાબ વિવાદને ગણાવ્યું કાવતરું, કહ્યું- મુસ્લિમ છોકરીઓને ભણવાથી રોકવામાં આવી રહી છે

કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ (Mukhtar Abbas Naqvi) ટ્વિટ કર્યું છે કે હિજાબ વિવાદ એ એક સુનિયોજિત કાવતરું છે કે કેવી રીતે મુસ્લિમ છોકરીઓનું શિક્ષણ અટકાવવું, જે ક્યારેય સફળ નહીં થાય.

મુખ્તાર અબ્બાસ નકવીએ હિજાબ વિવાદને ગણાવ્યું કાવતરું, કહ્યું- મુસ્લિમ છોકરીઓને ભણવાથી રોકવામાં આવી રહી છે
Mukhtar Abbas Naqvi - File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2022 | 10:40 PM

કર્ણાટકમાં (Karnataka) હિજાબ વિવાદને (Hijab Row) લઈને રાજ્યમાં તણાવ છે. આ મામલે સમગ્ર દેશમાં રાજકારણ પણ જોરશોરથી ચાલી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ (Mukhtar Abbas Naqvi) ટ્વિટ કર્યું છે કે હિજાબ વિવાદ એ એક સુનિયોજિત કાવતરું છે કે કેવી રીતે મુસ્લિમ છોકરીઓનું શિક્ષણ અટકાવવું, જે ક્યારેય સફળ નહીં થાય. તેમણે કહ્યું કે ‘ઘણા લોકો કહી રહ્યા છે કે આ તેમનો બંધારણીય અધિકાર છે. પણ તમારી ફરજોનું શું? તેમણે કહ્યું કે બંધારણીય અધિકારોની વાત કરનારાઓએ ફરજોની પણ વાત કરવી જોઈએ. તેઓ શૈક્ષણિક સંસ્થાઓના ડ્રેસ કોડને નકારી શકે નહીં. બંધારણ અધિકાર અને ફરજો બંનેની વાત કરે છે. હિજાબ વિવાદનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. અરજદારે કર્ણાટક હાઈકોર્ટના વચગાળાના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.

હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી આ વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ અને આવા કોઈ પણ ધાર્મિક વસ્ત્રો પહેરવાની મંજૂરી આપવામાં આવશે નહીં, જેના કારણે આ વિવાદ ઉભો થયો છે. જો કે, સુપ્રીમ કોર્ટે કર્ણાટકની શાળાઓ અને કોલેજોમાં હિજાબ પહેરવા પરના પ્રતિબંધ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ અરજી પર સુનાવણી યોગ્ય સમયે થશે – ચીફ જસ્ટિસ

ચીફ જસ્ટિસ એન.વી. રમન્નાની બેન્ચે કહ્યું કે અમે આ અરજી પર યોગ્ય સમયે સુનાવણી કરીશું. આ સાથે કોર્ટે અરજી દાખલ કરનારાઓને આ મામલાને મોટા સ્તરે ન ફેલાવવાની સલાહ આપી છે. ચીફ જસ્ટિસ એન.વી. રમન્નાની બેન્ચે અરજદારોને કહ્યું કે તેને રાષ્ટ્રીય મુદ્દો ન બનાવો. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે અરજદારોએ આ મુદ્દે હાઈકોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ, જ્યાં સોમવારે ફરી એકવાર સુનાવણી થવાની છે.

શું છે સમગ્ર મામલો

કર્ણાટકના ઉડુપી જિલ્લાના કુંડાપુરમાં ભંડારકર કોલેજમાં હિજાબ પહેરેલી છોકરીઓને કોલેજમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે ભંડારકર કોલેજના પ્રિન્સિપાલે કોલેજમાં બુરખો અથવા હિજાબ પહેરીને આવતી વિદ્યાર્થિનીઓને પ્રવેશદ્વાર પર રોકી હતી.

પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે સરકારના આદેશ અને કોલેજની ગાઈડલાઈન મુજબ તેઓએ યુનિફોર્મમાં જ ક્લાસમાં આવવાનું રહેશે. તેના પર વિદ્યાર્થીનીઓએ દલીલ કરી હતી કે તેઓ લાંબા સમયથી હિજાબ પહેરીને કોલેજમાં આવે છે અને તેમને મંજૂરી આપવી જોઈએ. પરંતુ પ્રિન્સિપાલે તેને કોલેજમાં પ્રવેશ આપવાનો ઈન્કાર કર્યો હતો.

આ પણ વાંચો : Statue Of Equality: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રામાનુજાચાર્યની સુવર્ણ પ્રતિમાનું કર્યું અનાવરણ, કહ્યું- આ મારું પરમ સૌભાગ્ય

આ પણ વાંચો : Statue of Equality: કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યુ- ‘સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી’ દેશ અને વિશ્વ માટે એક મોટી ભેટ

g clip-path="url(#clip0_868_265)">