Gujarat latest live news and Samachar today 21 june 2023 : ફિ નિયમન સમિતિએ 500 ટેકનિકલ અને એન્જિનિયરિંગ કોલેજ માટે 5 ટકા ફિ વધારો કર્યો મંજૂર
આજે 21 જૂન બુધવારના રોજ, ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યો તમામ અપડેટસ તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 21 જૂન બુધવારના રોજ, ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોના તમામ અપડેટસ સમાચાર તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
વોશિંગ્ટન ડીસી પહોંચ્યા પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યૂયોર્કથી સીધા જ વોશિંગ્ટન પહોંચી ગયા છે. અહીં પીએમ મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનને મળશે. આવતીકાલ ગુરુવારના રોજ વ્હાઇટ હાઉસ ખાતે, પીએમ મોદી માટે ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
-
Manipur violence : ગૃહ પ્રધાન અમિત શાહે મણિપુર હિંસાને લઈને 24મી જૂને સર્વપક્ષીય બેઠક બોલાવી
મણિપુરમાં સ્થિતિ સુધરી રહી નથી. ત્યાં હિંસા દિવસેને દિવસે વધી રહી છે. દરમિયાન, ગૃહ પ્રધાન અમિત શાહે, મણિપુરની સ્થિતિ પર ચર્ચા કરવા માટે 24 જૂને નવી દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બોલાવી છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ આ જાણકારી આપી છે.
-
-
ફિ નિયમન સમિતિએ 500 ટેકનિકલ અને એન્જિનિયરિંગ કોલેજ માટે 5 ટકા ફિ વધારો કર્યો મંજૂર
ફિ નિયમન સમિતિએ, ટેકનિકલ અને એન્જિનિયરિંગ કોલેજની ફિ નક્કી કરી છે. જેમાં 500 કોલેજોને ફિમાં 5 ટકા વધારો કરવાની મંજૂરી આપી છે. ફિ નિયમન સમિતિ સમક્ષ કુલ 640 કોલેજોએ ફિ વધારવા માટે અરજી કરી હતી. જે પૈકી 500 કોલેજોને ફિમાં 5 ટકા વધારો આપવામાં આવ્યો છે. આગામી 3 વર્ષ માટે આ નવો ફિ વધારો માન્ય રહેશે. ફિ નિયમન સમિતિ સમક્ષ 110 કોલેજોએ 5 ટકાથી વધારે ફિ વધારો માંગ્યો હતો. જ્યારે 9 કોલેજો એ રૂ.2 થી 5 હજાર સુધીનો કર્યો ઘટાડો
-
અમિત શાહને મળવા પહોંચ્યા સીએમ સરમા
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા ગૃહમંત્રી અમિત શાહને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે. મણિપુરમાં ફેલાયેલી વંશીય હિંસા અને તેના કારણે ઉભી થયેલી પરિસ્થિતિ અને આસામમાં પૂરની સમસ્યા પર બંને વચ્ચે ચર્ચા થવાની સંભાવના છે. મણિપુરના મેઈતેઈ જૂથના બે ડઝનથી વધુ ધારાસભ્યો છેલ્લા 4 દિવસથી દિલ્હીમાં છે.
-
ન્યૂયોર્કમાં યોગ કર્યા બાદ, PM મોદી વોશિંગ્ટન જવા થયા રવાના
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યુયોર્કમાં યુએન હેડક્વાર્ટરમાં યોગ કર્યા બાદ, વોશિંગ્ટન જવા રવાના થયા છે. પીએમ મોદી ત્યાં રાષ્ટ્રપતિ જો બાઈડનને મળશે.
-
-
ગુજરાત સરકારે સનદી અધિકારીઓની બદલીના કર્યા આદેશ, કેટલાકને સોંપાઈ વધારાની જવાબદારી
ગુજરાત સરકારે આજે મોડી સાંજે સાત સનદી અધિકારીની બદલીના આદેશ કર્યાં છે. બદલીના આદેશ કરાયેલા અધિકારીઓમાં કેટલાક અધિકારીઓને વધારાના વિભાગની જવાબદારી પણ સોંપવામાં આવી છે. બદલી પામેલ અને વધારાની જવાબદારી સોંપાઈ છે તેવા અધિકારીઓમાં કમલ દયાણી, મનોજકુમાર દાસ, મોના ખંધાર, અશ્વિની કુમાર, રાજકુમાર બેનીવાલ, આરતી કંવરનો સમાવેશ થાય છે.
-
સિંગર હની સિંહને ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે આપી જાનથી મારી નાખવાની ધમકી
કેનેડામાં બેઠેલા ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે, હનીસિંહને ધમકીભરી વોઈસ નોટ મોકલી છે. વોઈસ નોટ મળ્યા બાદ સિંગર હનીસિંહે દિલ્હી પોલીસની મદદ માંગી છે. આ અગાઉ ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે સલમાનખાનને પણ ધમકીભર્યો ઈ મેઈલ મોકલ્યો હતો.
#WATCH | Delhi | I was in America when my manager got threat calls in which death threats were given to me. I have given a complaint to the police commissioner and he said they will probe it. I think the Special Cell will probe it. I have given all the info and evidence to them:… pic.twitter.com/8B9eEFEXan
— ANI (@ANI) June 21, 2023
-
World Yoga Day 2023 : યુનોની કચેરીમાં વડાપ્રધાન મોદીએ 180 દેશના પ્રતિનિધિઓ સાથે કર્યા યોગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, વિશ્વના 180 દેશના પ્રતિનિધિઓ સાથે સંયુક્ત રાષ્ટ્ર સંધની કચેરીના પ્રાંગણમાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ કર્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, વિશ્વ યોગ દિવસને લઈને સંબોધન પણ કર્યું હતું.
-
PM મોદી ન્યૂયોર્કમાં, આ યોગ દિવસ વિશેષ – ભારતીય લોકો
ન્યૂયોર્કમાં યુનાઈટેડ નેશન્સ હેડક્વાર્ટરના લૉનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે યોગ કરવા માટે ઘણા દેશોના લોકો લાઈનમાં ઉભા છે અને ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. ભારતીય સમુદાયના લોકોએ કહ્યું કે પીએમ મોદી ન્યૂયોર્ક આવ્યા છે, આ યોગ ડે અમારા માટે ખૂબ જ ખાસ છે.
-
PM મોદી થોડીવારમાં UNમાં યોગ કરશે
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પીએમ મોદી આજે સંયુક્ત રાષ્ટ્રમાં 180 દેશોના લોકો સાથે યોગ કરશે. આ પહેલા વડાપ્રધાન મોદીએ આજે સવારે એક વીડિયો સંદેશમાં કહ્યું હતું કે ભારતના નાગરિકોએ હંમેશા નવા વિચારોને આવકાર્યા છે.
-
ઈરાનથી પરત આવેલ દંપતીનો સૌ પ્રથમ વીડિયો આવ્યો સામે
ઈરાનથી પરત આવેલ દંપતિનો હોસ્પિટલમાં સારવાર દરમિયાનનો સૌ પ્રથમ વીડિયો સામે આવ્યો છે જેમાં દંપતિએ હર્ષ સંઘવી અને ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદનો આભાર વ્યક્ત કર્યો છે. જુઓ Video
-
ઇરાનમાં બંધક બનાવાયેલુ દંપતી અમદાવાદ પહોંચ્યુ
અમદાવાદથી અમેરિકા જવા નીકળેલા દંપતી ઈરાનમાં બંધક બનાવાયેલુ હતું જે આજે અમદાવાદ આવી પહોંચ્યુ છે. બંન્ને દંપતીનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવશે. મળતી માહિતી અનુસાર દંપતીની શારિરીક સ્થિતી હાલ સ્વસ્થ છે. જો કે ઘટના બાદ દંપતીની માનસિક સ્થિતી ખરાબ થઈ ગઈ છે. હાલમાં બંન્ને દંપતીના કાકાના ઘરે છે.
-
મુંબઈ: 23 જૂનથી 21 ઓગસ્ટ સુધી ફ્લાઈંગ ઝોનમાં ફ્લાઈંગ વસ્તુઓ પર પ્રતિબંધ
મુંબઈ પોલીસે 23 જૂનથી 21 ઓગસ્ટ સુધી મુંબઈના ફ્લાઈંગ ઝોનમાં હોટ એર બલૂન, ગ્લાઈડર્સ, લેસર લાઈટ્સ અને અન્ય ફ્લાઈંગ ઑબ્જેક્ટ પર પ્રતિબંધ મૂક્યો છે.
-
રાજકોટમાં એકવા યોગ કરી મહિલાઓએ યોગ દિવસની કરી ઉજવણી
- દેશ અને દુનિયામાં યોગ દિવસની સાથે રાજકોટમાં પણ એકવા યોગ કરી યોગ દિવસની ઉજવણી કરવામાં આવી
- અલગ અલગ સ્વિમિંગ પુલ ખાતે ૨૦૦ થી વધુ મહિલાઓએ યોગ કર્યા
- પાણીની અંદર યોગ કરીને શરીર અને મન થી સ્વસ્થ થવા માટે મહિલાઓ જોડાયા
- છેલ્લા પાંચ વર્ષથી એકવા યોગ રાજકોટમાં યોજાય છે
-
UP: સોનભદ્રમાં બસ ખીણમાં પડી, 21 મુસાફરો ઘાયલ
ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં વારાણસીથી શક્તિનગર જઈ રહેલી બસ બેકાબૂ થઈને ખીણમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 21 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા.
-
સંજય રાઉતના સબંધીને ત્યાં EDના દરોડા, 100 કરોડથી વધુના કૌભાંડનો છે આરોપ
ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતના નજીકના સુજીત પાટકરના 10 સ્થળો પર EDની ટીમે દરોડા પાડ્યા છે. કોરોનાના સમયગાળા દરમિયાન બીજેપી નેતા કિરીટ સોમૈયાએ લાઈફ લાઈન હોસ્પિટલ મેનેજમેન્ટ કંપની પર 100 કરોડથી વધુના કૌભાંડનો આરોપ લગાવ્યો હતો. આજે EDએ આ જ સંદર્ભે દરોડા પાડ્યા છે. આ સિવાય કોવિડ સમયગાળા દરમિયાન BMCના એડિશનલ કમિશનર રહેલા IAS સંજીવ જયસ્વાલના ઘર પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. આદિત્ય ઠાકરેના નજીકના સૂરજ ચવ્હાણના ઘરે પણ EDના દરોડા પડ્યા છે.
-
મહારાષ્ટ્ર: ઔરંગાબાદમાં બે પક્ષો વચ્ચે ગોળીબાર, 6 ઘાયલ-2 ગંભીર
મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં બે પક્ષો વચ્ચે જમીન વિવાદમાં ગોળીબાર થયો છે. જેમાં 6 લોકો ઘાયલ થયા છે અને 2ની હાલત ગંભીર છે.
-
World Yoga Day 2023: હિમાચલમાં અનુરાગ ઠાકુરે કર્યા યોગ, કહ્યું યોગ આરોગ્યનો દ્વાર, તેનું કામ લોકોને જોડવાનું
World Yoga Day 2023: હિમાચલમાં અનુરાગ ઠાકુરે કર્યા યોગ, કહ્યું યોગ આરોગ્યનો દ્વાર, તેનું કામ લોકોને જોડવાનું
-
International Yoga Day 2023: જમ્મૂ કાશ્મીરના ઉધમપુરમાં એક કૂતરાએ લોકો સાથે કર્યા યોગ
International Yoga Day 2023: જમ્મૂ કાશ્મીરના ઉધમપુરમાં એક કૂતરાએ લોકો સાથે કર્યા યોગ
J&K: A dog performs yoga along with people in Udhampur #InternationalYogaDay
#internationalyogaday2022 #TV9News pic.twitter.com/8A4WUxN8pO
— Tv9 Gujarati (@tv9gujarati) June 21, 2023
-
International Yoga Day 2023: સુરતમાં 1.50 લાખ લોકોએ એક સાથે કર્યા યોગા, ગીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો
International Yoga Day 2023: સુરતમાં 1.50 લાખ લોકોએ એક સાથે કર્યા યોગા, ગીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો
#Gujarat: Over 1 lakh people performed Yoga with CM Bhupendra Patel in Surat on #InternationalYogaDay #TV9News pic.twitter.com/jzIqWj5qeQ
— Tv9 Gujarati (@tv9gujarati) June 21, 2023
-
Gujarat Live News: વડોદરામાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત, ન્યૂ અલકાપુરીમાં ગાયની અડફેટથી વૃદ્ધનું મોત
Vadodara : રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ વધતો ગયો છે. હાઇકોર્ટની ઝાટકણી બાદ પણ મહાનગરોમાં રખડતા ઢોરને લઈ તંત્ર ગંભીર હોય તેવું નથી લાગી રહ્યું અને દિવસેને દિવસે રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે. ત્યારે વડોદરામાં રખડતા ઢોરના હુમલાનો સિલસિલો યથાવત છે. ઢોરની અડફેટથી વધુ એકનું મોત થયું. શહેરના લક્ષ્મીપુરા નારાયણ ગાર્ડન પાસે બાઈક પર જઈ રહેલા વૃદ્ધ પર રખડતી ગાયે હુમલો કર્યો હતો.
-
International Yoga Day 2023: યોગ કરનાર વ્યક્તિ ક્યારેય બિમાર ના થઈ શકે: રામદેવ
International Yoga Day 2023: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર બાબા રામદેવે કહ્યું કે યોગ જીવનનું અનુશાસન છે, જેનું પોતાના જીવન પર નિયંત્રણ આવી જાય છે, તે વિશ્વ વિજેતા બની જાય છે. યોગ કરનારા ક્યારેય બિમાર ના થઈ શકે.
-
PM સાથેની મુલાકાત પર એલોન મસ્કે કહ્યું ‘હું તેમનો ફેન છું, મોદીને ખરેખર દેશની ચિંતા’
America: મસ્કે કહ્યું, ભારતમાં વિશ્વના અન્ય મોટા દેશ કરતાં વધુ સંભાવનાઓ છે. પીએમ મોદી ખરેખર ભારતની ચિંતા કરે છે. તેઓ અમને દેશમાં રોકાણ કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. અમારી મુલાકાત ખૂબ સારી હતી અને મને તે ખૂબ ગમે છે. પીએમ મોદી ખરેખર ભારત માટે વધુ સારી વિચારસરણી ધરાવે છે. તેઓ ભારતમાં રોકાણ કરવા માટે કંપનીઓને ટેકો આપવા માંગે છે. જેથી ભારતને ફાયદો થાય. હું આવતા વર્ષે ભારત આવવાનું વિચારી રહ્યો છું.
-
International Yoga Day 2023: વડાપ્રધાન મોદીએ યોગની સાથે સમગ્ર વિશ્વને જોડ્યુ: રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ
International Yoga Day 2023: કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે ઓડિશાના બાલાસોરમાં યોગ કર્યો. આ અવસરે તેમને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગની સાથે આપણી સંસ્કૃતિને સમગ્ર વિશ્વ સાથે જોડી છે.
-
World Yoga Day 2023: 1.50 લાખ લોકોએ એક સાથે યોગાભ્યાસ કરી ગીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સુરતના નામે કર્યો
World Yoga Day 2023: 21 જૂન એટલે રાષ્ટ્રીય યોગ દિવસ અને આ દિવસની ઉજવણીમાં સુરતએ આજે ઇતિહાસ રચ્યો છે. રાજ્યકક્ષાની યોગ દિનની ઉજવણી સુરતમાં કરવામાં આવી હતી. જેમાં એક લાખ 60 હજારથી વધુ લોકોએ એક સાથે એક સ્થળે ઉપસ્થિત રહી યોગાભ્યાસ કરી વિશ્વ વિક્રમ સર્જ્યો છે.સુરતએ સૌથી મોટી સંખ્યા એક સાથે યોગા કરી ગીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમા સ્થાન પ્રાપ્ત કરી ગૌરવની લાગણી અનુભવી હતી.
-
World Yoga Day 2023: કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સાવિત્રીબાઈ ફૂલે યુનિવર્સિટીમાં યોગ કર્યા
World Yoga Day 2023: કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સાવિત્રીબાઈ ફૂલે યુનિવર્સિટીમાં યોગ કર્યા
#WATCH | Maharashtra: Union Minister Dharmendra Pradhan performs Yoga at Savitribai Phule University, in Pune to mark the #9thInternationalYogaDay. pic.twitter.com/Zz6QitnATA
— ANI (@ANI) June 21, 2023
-
International Yoga Day 2023: દેશભરમાં યોગ દિવસની ઉજવણી, રાજનાથ સિંહે INS વિક્રાંત પર કર્યા યોગ
International Yoga Day 2023: દેશભરમાં યોગ દિવસની ઉજવણી, રાજનાથ સિંહે INS વિક્રાંત પર કર્યા યોગ
Celebrating the International Yoga Day onboard #INSVikrant in Kochi. Watch https://t.co/eNlLNtV1N4
— Rajnath Singh (@rajnathsingh) June 21, 2023
-
International Yoga Day 2023 : સુરતમાં રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી, સવાલાખથી વધુ લોકો જોડાશે
International Yoga Day : આજે એટલે કે 21 જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ભારત સહિત સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી થઇ રહી છે. આજની ભાગદોડભરી જિંદગી અને તણાવમાં તન અને મનને સ્વસ્થ રાખવાનો એકમાત્ર ઉપાય એટલે યોગ છે. સુરતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતના વાય જંક્શન ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ પ્રધાન હર્ષસંઘવીની અધ્યક્ષતામાં યોગ દિવસની ઉજવણી કરાઈ. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને યોગ દિવસની શુભેચ્છાઓ પાઠવી છે.
આપ સૌને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હાર્દિક શુભકામનાઓ.
યોગ માત્ર શારીરિક કસરત નથી, એ જીવનને તેની સંપૂર્ણતામાં ખીલવવાનું શાસ્ત્ર છે. દુનિયાના લાખો લોકોએ રોજિંદા જીવનમાં યોગને અપનાવીને તેના અગણિત લાભ અનુભવ્યા છે. આવો.. આપણે સૌ નિયમિત યોગાભ્યાસ થકી જીવનને સાર્થક બનાવવા સંકલ્પબદ્ધ… pic.twitter.com/An9ya137hD
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 21, 2023
-
International Yoga Day 2023: વિશ્વ યોગ દિવસ પર પીએમ મોદીનો સંદેશ, યોગ એક વૈશ્વિક આંદોલન બની ગયુ
International Yoga Day 2023: વિશ્વ યોગ દિવસ પર પીએમ મોદીનો સંદેશ, યોગ એક વૈશ્વિક આંદોલન બની ગયુ
Sharing my message on International Day of Yoga. https://t.co/4tGLQ7Jolo
— Narendra Modi (@narendramodi) June 21, 2023
Published On - Jun 21,2023 6:54 AM