AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND A vs SL A Semifinal: હવે શ્રીલંકા સામે તૂટી પડવા વૈભવ સૂર્યવંશી તૈયાર! પણ બદલાઈ ગયો છે મેચનો સમય, જાણો આજે કેટલા વાગ્યે અને ક્યાં જોવા મળશે લાઇવ?

IND A vs SL A Semifinal: ભારત અને શ્રીલંકા વચ્ચે આજે 26 નોવેમ્બરે સેમિફાઇનલ મેચ રમાશે. દુબઈ પછી વૈભવ સૂર્યવંશી હવે શ્રીલંકા સામે પણ તેની આક્રમક બેટિંગ કરી શકે છે.

IND A vs SL A Semifinal: હવે શ્રીલંકા સામે તૂટી પડવા વૈભવ સૂર્યવંશી તૈયાર! પણ બદલાઈ ગયો છે મેચનો સમય, જાણો આજે કેટલા વાગ્યે અને ક્યાં જોવા મળશે લાઇવ?
Vaibhav Sooryavanshi IND A vs SL A SemifinalImage Credit source: PTI
| Updated on: Nov 26, 2026 | 8:27 AM
Share

ભારત ‘A’ ટીમ માટે આજે ખૂબ જ મહત્ત્વની મેચ છે. એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સની લીગ સ્ટેજની મેચો પૂર્ણ થઈ ગઈ છે. હવે સેમિફાઇનલની મેચ શરૂ થશે. ભારતીય ટીમ આજે પ્રથમ સેમિફાઇનલ મેચ રમશે. જેમાં ભારત અને શ્રીલંકાની ‘A’ ટીમો એકબીજા સામે રમશે. તો ચાલો જાણીએ કે આ મેચ કેટલા વાગ્યે શરૂ થશે અને ક્યારે રમાશે.

એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026માં ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ સેમિફાઇનલની મેચ આજે રમાશે. આ મેચ દોહામાં રમાશે, જ્યાં અગાઉની મેચો પણ યોજાઈ હતી. આ ટૂર્નામેન્ટના મીડિયા રાઇટ્સ સોની સ્પોર્ટ્સ નેટવર્ક પાસે છે. જો તમે આ મેચ ટીવી પર જોવા માંગતા હોવ તો સોની સ્પોર્ટ્સ પર લાઇવ જોઈ શકશો. જ્યારે મોબાઇલ પર મેચ જોવા માટે તમે Sony LIV એપનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત ટેબલેટ અને લેપટોપ પર પણ Sony LIV દ્વારા મેચનું લાઇવ પ્રસારણ જોઈ શકશો.

શ્રીલંકાનું શાનદાર પ્રદર્શન

મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3:30 વાગ્યે શરૂ થશે. જ્યારે ટોસ તેના અડધા કલાક પહેલાં એટલે કે બપોરે 3:00 વાગ્યે થશે. જો મેચ પૂરી 50 ઓવરની રમાઈ તો તે રાત્રે 11 વાગ્યા સુધી ચાલી શકે છે. શ્રીલંકાની ટીમે પણ આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. તેથી ભારતીય ટીમે આ મુકાબલામાં સાવચેતી રાખવાની જરૂર છે. દુબઈ સામેની મેચ સવારે શરૂ થઈ હતી, પરંતુ આ વખતે મેચના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

27 નવેમ્બરે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે સેમિફાઇનલ

બીજી સેમિફાઇનલમાં શુક્રવાર, 27 નવેમ્બરે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો રમાશે. જે ટિમ વિજેતા થશે તે ફાઇનલમાં પ્રવેશ કરશે. ત્યારબાદ રવિવાર, 29 નવેમ્બરે ફાઇનલ મેચ રમાશે. અત્યાર સુધી ભારતીય ટીમને ખિતાબની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. પરંતુ ઘણું બધું આજના સેમિફાઇનલ મેચના પરિણામ પર નિર્ભર રહેશે.

ભારત A ટીમ

વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, પ્રભસિમરન સિંહ, તિલક વર્મા (કેપ્ટન), કુમાર કુશાગ્રા (વિકેટકીપર), રિંકુ સિંહ, સૂર્યાંશ શેડગે, શાહબાઝ અહમદ, હર્ષ દુબે, હર્ષિત રાણા, અર્શદ ખાન, આયુષ બદોની, તનુષ કોટિયન, પ્રિન્સ યાદવ અને વિપ્રજ નિગમ.

શ્રીલંકા A ટીમ

લસિથ ક્રુસપુલે, સિનેથ જયવર્ધને, નિશાન મધુશ્કા (વિકેટકીપર), પવન રત્નાયકે (કેપ્ટન), નિપુન ધનંજય, ઝેનિથ લિયાનાગે, વાનુજા સહાન, લાહિરૂ સમરકૂન, રવિન્દુ ફર્નાન્ડો, દુલાજ સમુદિતા, વિજયકાંત વ્યાસ, ગરુકા સંકેત, દુવિન્દુ રણતુંગા, શરુજન શનમુગનાથન અને ચમિકા હીનાતિગલા.

આ પણ વાંચો, ટીમ ઈન્ડિયા માટે રમેલા 7 ક્રિકેટર IPLમાં અનકેપ્ડ, જાણો શું છે ખાસ નિયમ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">