16 માર્ચના મહત્વના સમાચાર : રાજ્યમાં લુખ્ખાઓના આતંક બાદ પોલીસ એક્શનમાં, અમરેલીમાં આરોપીઓનું સરઘસ કાઢી જાહેરમાં મગાવી માફી તો રાજકોટ અને પાટણમાં પણ મારામારી કરનારને ભણાવ્યો પાઠ
આજ 16 માર્ચના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 16 માર્ચને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
રાજ્યમાં પોલીસ કાર્યવાહી મુદ્દે નીતિન પટેલે આપ્યુ આ નિવેદન
રાજ્યના કેટલાક મહાનગરમાં અસામાજિક તત્વો પર પોલીસ કાર્યવાહી મુદ્દે પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે ગુજરાત રાજ્ય કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં શાંત રાજ્ય ગણાય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી શહેરોમાં ગુંડા તત્વોની ફરિયાદો વધી હતી. આવા ગુનેગારોની યાદી મંગાવી રાજ્ય પોલીસ વડાએ આવકાર્ય કામ કર્યું છે.
-
વલસાડઃ વાપીના છીરી ગામે સાળાએ કરી બનેવીની હત્યા
- વલસાડઃ વાપીના છીરી ગામે સાળાએ કરી બનેવીની હત્યા
- બહેન પર અત્યાચાર ગુજારતા બનેવીની હત્યા કરી
- સાળાએ પોતાના ઘરે બોલાવી ચપ્પુના ઘા ઝીંક્યા
- પોલીસે હત્યારા સાળાની કરી ધરપકડ
-
-
દ્વારકા: ઓખામાં પાલિકાની દબાણ હટાવવાની કામગીરી
- દ્વારકા: ઓખામાં પાલિકાની દબાણ હટાવવાની કામગીરી
- બર્માસેલ ક્વાર્ટર વિસ્તારમાં મુખ્ય રસ્તા પરનું દબાણ હટાવાયું
- ધાર્મિક દબાણ દૂર કરીને સરકારી જગ્યા ખુલ્લી કરાઈ
- પાલિકાએ અગાઉ 16 જાન્યુઆરીએ પાઠવી હતી નોટિસ
- ઓખા મરીન પોલીસને સાથે રાખી કરાઈ કામગીરી
-
અમદાવાદ: LG હોસ્પિટલમાં છવાયો અંધારપટ
- અમદાવાદ: LG હોસ્પિટલમાં છવાયો અંધારપટ
- LG હોસ્પિટલમાં અડધો કલાક સુધી વીજળી ગુલ
- મોબાઈલ ટોર્ચનો ઉપયોગ કરીને લોકોની દોડાદોડ
- ICUમાં લાઈટ જતા લોકો ભયમાં મૂકાયા
- ICUમાં જનરેટર ચાલું ન થતાં દર્દીઓને હાલાકી
-
કુબેરનગરમાં સંતોષી મંદિરના મહંતની આત્મહત્યા, શક્તિસિંહ પીડિત પરિવારને મળ્યા
- અમદાવાદ: કુબેરનગરમાં સંતોષી મંદિરના મહંતની આત્મહત્યાનો મામલો
- ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પીડિત પરિવારને મળ્યા
- મૃતકના પરિવારજનોને મળી શક્તિસિંહ ગોહીલે પાઠવી સાંત્વના
- ભાજપ અમાનુષી રીતે કામ કરે છે તેનું આ પરિણામ: શક્તિસિંહ
- “અનેક જગ્યાઓ પર અયોગ્ય રીતે ડિમોલિશન થયા”
- “મંદિરનું ડિમોલિશન ન કરવા મનપાએ જણાવ્યું હતું”
- “છતાં અધિકારીઓ અને બિલ્ડર ડિમોલિશન માટે ધમકાવતા”
- જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની શક્તિસિંહની માંગ
-
-
અમદાવાદ: નરોડામાં અપશબ્દો બોલવા મુદ્દે કરાયો ચપ્પુથુ હુમલો, 4 લોકો ઈજાગ્રસ્ત
અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ સદગુરુ લેન્ડમાર્ક સોસાયટીમાં પાડોશીઓ વચ્ચે સામાન્ય ઝઘડો ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગયો. અપશબ્દો બોલવા મુદ્દે શરૂ થયેલા વાદવિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને બંને પક્ષ ઉશ્કેરાઈ ગયા. વાત એટલી વધી ગઈ કે એક શખ્સે છરી વડે હુમલો કર્યો, જેના કારણે 4 લોકોને ગંભીર ઈજા પહોંચી છે.જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસએ બંન્ને પક્ષની ક્રોસ ફરીયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ઘટના ક્રમની વાત કરીએ તો દિલીપ સોની નામનો વ્યક્તિ ફ્લેટની લોબીમાં આટા મારીને જોર જોરથી બુમો પાડતો હતો. અને ગાળો બોલતો હતો. જેથી પાડોશી બ્રીજેશસિંહ અને તેનો ભાઇ દેવેન્દ્રસિંહ ચાવડા તેને સમજાવવા ગયા હતાં. બાદમાં દિલીપ સોનીનો ભાઇ પણ ત્યાં આવી પહોચ્યો હતો. અને બોલાચાલીએ ઝઘડાનું સ્વરૂપ લીધુ. જે બાબતે પોલીસ ફરીયાદ નોંધાવી હતી. તો બીજી તરફ દિલીપ સોનીના પત્નીએ પણ બ્રીજેશસિંહ ચાવડા અને દેવેન્દ્રસિંહ ચાવડા વિરુદ્ધમાં પોલીસ ફરીયાદ નોંધાવી છે. કૃષ્ણનગર પોલીસે એક આરોપી ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
-
કોંગ્રેેસે RTE અંતર્ગત બેઠકો વધારવાની કરી માગ
કોંગ્રેસે RTEમાં આવક મર્યાદા વધારા અંગે કહ્યું કે સરકારે આવક મર્યાદા વાધારી એ સારી બાબત છે. પરંતુ સૌથી અગત્યની બાબત એ છે કે ખાનગી શાળામાં RTE હેઠળ બેઠકો વધારવી જોઈએ. બેઠકો નહીં વધે તો વિદ્યાર્થી શિક્ષણથી વંચિત રહેશે.
-
RTE માં આવકમર્યાદા વધારવાના નિર્ણય અંગે શું બોલ્યા મંત્રી ઋષિકેશ પટેલ?
- RTE માં આવકમર્યાદા વધારવાના નિર્ણય અંગે મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન
- હાલની જોગવાઈઓ અને પરિસ્થિતિની સમીક્ષા બાદ નિર્ણય લેવાયો
- દોઢ લાખની આવક મર્યાદા હતી ત્યારે આ આવક ધરાવનારની સંખ્યા મર્યાદિત હતી
- આવક મર્યાદા 6 લાખ થવાથી RTE હેઠળના વિદ્યાર્થીઓની સંખ્યા વધશે
- મર્યાદા વધતા પ્રવેશ માટેની માંગમાં વધારો થશે
- બાઈટ- ઋષિકેશ પટેલ, કેબિનેટ મંત્રી, ગુજરાત સરકાર
-
ભરૂચના કવિઠા ગામે પોલીસના ત્રાસથી યુવકની આત્મહત્યા મામલે રાજનીતિ તેજ
- ભરૂચના કવિઠા ગામે પોલીસના ત્રાસથી યુવકની આત્મહત્યાનો મામલો
- યુવકની આત્મહત્યા મામલે ગરમાયું રાજકારણ
- કોંગ્રેસ નેતા શક્તિસિંહના ગુજરાત પોલીસ પર શાબ્દિક પ્રહાર
- પોલીસ પ્રજાની રક્ષક બનવાને બદલે ભક્ષક બની: શક્તિસિંહ
- “સરકાર દુરુપયોગ કરી પોલીસને બનાવે છે હાથો”
- “પોલીસને સરકારનો ડર નહીં, બેફામ બની કરે છે અત્યાચાર”
- “ભરૂચ કોંગ્રેસ સમિતિએ પોલીસને ફરિયાદ દાખલ કરવાની ફરજ પાડી”
- “રાજ્ય સરકાર હપ્તા ખાવાનું બંધ કરે”
-
ભરૂચ: અંકલેશ્વર નજીક નોબલ માર્કેટમાં ફરી આગની ઘટના
- ભરૂચ: અંકલેશ્વર નજીક નોબલ માર્કેટમાં ફરી આગની ઘટના
- અગાઉ સ્ક્રેપના 8 ગોડાઉનમાં આગ લાગી હતી એ જ સ્થળે લાગી આગ
- રાસાયણિક કચરામાં આગ ફાટી નીકળતા દોડધામ
- કચરામાં આગ લાગી કે લગાવવામાં આવી એ તપાસનો વિષય
-
ભાજપમાં ભેદીપત્ર કાંડઃ રાજકોટ મહામંત્રી રૂપિયાના વજનોવજન ટિકિટ ફાળવે છે, લેટર વાયરલ
રાજકોટ ભાજપના નેતાના ભ્રષ્ટાચાર ઉપરથી કપડા ઉતારતા આક્ષોપોથી ભરપૂર એક પત્ર વાયરલ થયો છે. આ પત્રમાં રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી રવિ માકડિયા ઉપર ભારોભાર આક્ષેપો કરવામાં આવ્યા છે. વાયરલ થયેલા પત્રમાં એવો ઉલ્લેખ કરાયો છે કે, રવિ માકડિયાએ, નગર પાલિકાની ચૂંટણીમાં રૂપિયા લઈ ટિકિટો આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. લેટર વાઇરલ થતા ઉપલેટા પોલીસે ભાજપના જ આગેવાનોને ઉપાડી લીધા છે. અશોક લાડાણી સહિત અનેક ભાજપના આગેવાનોને પોલીસે ટોર્ચર કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસ અશોક લાડાણીના ઘરે પહોંચી હોય તેવા CCCTV પણ સામે આવ્યા છે.
-
ગોંડલ રાજકુમાર જાટ મૃત્યુ કેસઃ ગણેશ જાડેજા-રતનલાલ જાટ વચ્ચે વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ
રાજકોટના ગોંડલના ચર્ચાસ્પદ રાજકુમાર જાટના મોતના મામલે વધુ એક મુદ્દો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગણેશ જાડેજા અને રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટ વચ્ચે થયેલ મોબાઈલ વાતચીતના ઓડિયો રેકોર્ડિંગના અંશો સામે આવ્યા છે. વાયરલ થયેલ ઓડિયો ક્લિપમાં, ગણેશ ગોંડલે રાજકુમાર જાટના પિતાને પૂછ્યું કે તેનો પુત્ર માનસિક બિમાર છે ? પિતા સ્પષ્ટ પણે સ્વીકારે છે કે હા, મારો પુત્ર માનસિક બિમાર છે, તેનો ઈલાજ ઉદયપુરમાં ચાલી રહ્યો છે. હાલ આ ઘટનાની ઓડિયો કલીપ સામે આવી છે અને સોશિયલ મીડિયામાં ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે.
-
દારુનો ધંધો બંધ કરતા પોલીસ માર મારીને હપ્તો માંગતી હતી, કંટાળીને યુવાને કરી આત્મહત્યા ! સ્યુસાઇડ નોટ મળી
ભરૂચના કાવિઠા ગામના યુવકે કરેલી આત્મહત્યા મુદ્દે, રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું છે કે, પોલીસ પ્રજાના રક્ષકના બદલે ભક્ષક બની છે. કાવિઠાના કિર્તન વસાવાએ કરેલી આત્મહત્યા અત્યંત કરૂણ અને દુખદ ગણાવતા ગોહિલે કહ્યું કે, સ્યુસાઇડ નોટના આધારે ફરિયાદ દાખલ કરવાની કોંગ્રેસે ફરજ પાડી છે. વિપક્ષના ઉમેદવારોને ડરાવવા, વિપક્ષના ઉમેદવારોને ધમકાવીને ફોર્મ પરત લેવડાવવા જેવા ગેરકાયદે કામ પોલીસ પાસેથી કરાવવાને બદલે રાજ્ય સરકારે લોકોને પડતી મુશ્કેલીઓ સામે આંખ બંધ કરીને ના બેસે નહીં તો પ્રજા આ સરકારને ઘરે બેસાડી દેશે.
-
સાત વર્ષથી અધૂરા રહેલ રાજકોટ અમદાવાદ હાઈવે મુદ્દે, BJPના ધારાસભ્યોએ ઠાલવ્યો રોષ
રાજકોટ અમદાવાદ હાઈવેનો મુદ્દો ફરી એકવાર જિલ્લા સંકલન બેઠકમાં ગાજ્યો છે. ખૂદ ભાજપના ધારાસભ્યોએ જિલ્લા કલેકટર ને ફરિયાદ કરી છે. સંકલન બેઠકમાં અગાઉ રાજકોટના ધારાસભ્યો અને સાંસદે હાઈવેના કામને લઈને પ્રશ્નો ઉઠાવ્યા છે. રાજકોટ અમદાવાદ હાઈવેનું કામ છેલ્લા સાત વર્ષથી ચાલી રહ્યું છે. જમીન સંપાદન, બીજા કોન્ટ્રાક્ટરને કામ સહિત અલગ અલગ કારણોને લીધે રાજકોટથી ચોટીલા સુધી અનેક બ્રિજનું કામ અટકી ગયું છે. આ પહેલા ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહે રાજકોટ-અમદાવાદ હાઈવેને લઈને ફરિયાદ સંકલનમાં ઉઠાવી હતી. ધારાસભ્યોએ સાથે મળી રાજકોટથી નીકળતા અને રાજકોટને જોડતા અન્ય હાઇવેના પણ પ્રશ્નો રજૂ કર્યા હતા.
-
મહારાણા પ્રતાપના વંશજ અરવિંદ સિંહનું નિધન, મેવાડના હતા પૂર્વ રાજવી
મહારાણા પ્રતાપના વંશજ અને મેવાડના ભૂતપૂર્વ શાહી પરિવારના સભ્ય અરવિંદ સિંહનું અવસાન થયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. હવે તેમણે આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું છે.
-
અફઘાનિસ્તાન, ઈરાન, સીરિયા સહિતના દેશના નાગરિકો પર અમેરિકા લગાવશે પ્રતિબંધ
રોઇટર્સના અહેવાલ મુજબ, ટ્રમ્પ વહીવટીતંત્ર નવા પ્રતિબંધ હેઠળ અફઘાનિસ્તાન, ઈરાન, સીરિયા, ક્યુબા અને ઉત્તર કોરિયા સહિત ડઝનબંધ દેશોના નાગરિકો માટે ટ્રાવેલ પ્રતિબંધ જાહેર કરવા પર વિચાર કરી રહ્યું છે.
The Trump administration is considering issuing travel restrictions for citizens of dozens of countries, including Afghanistan, Iran, Syria, Cuba, and North Korea, among others, as part of a new ban, reports Reuters
— ANI (@ANI) March 15, 2025
-
અમદાવાદના કુબેરનગરમાં મંદિરના પૂજારીએ કર્યો આપઘાત
કુબેરનગર મંદિરના પૂજારીએ આપઘાત કર્યો છે. મંદિર પરિસરમાં જ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. મૃતકે આપઘાત કરતા પહેલા, સુસાઈડ નોટ પણ મળી આવી. બિલ્ડરોના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને વધુ તપાસ કરવામાં આવી છે.
-
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં છરીના ઘા મારીને કરાઈ કરપીણ હત્યા
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મોડી રાત્રે છરીના ઘા મારીને હત્યા નીપજાવી છે. સામા કાંઠે આવેલ ભગવતી ચેમ્બરમાં બન્યો મોડી રાત્રે બનાવ. જેઠીગીરી અમલગીરી ગોસાઈ ઉમર વર્ષ 65 ની હત્યા કરવામાં આવી. ત્રણ જેટલા ઈસમો દ્રારા કરવામાં આવી હત્યા. ટ્રાન્સપોર્ટના ધંધાર્થીની મોડી રાત્રે છરી મારી કરાયા હત્યા. ઘટના જાણ થતા પોલીસ સિવિલ હોસ્પિટલ પહોંચી
-
કચ્છના ભચાઉ પંથકમાં આવ્યો ભૂકંપનો આંચકો
કચ્છના ભચાઉ પંથકમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. મધ્યરાત્રીના 12.04 કલાકે 3.4 ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉ થી 26 કિમી નોર્થ નોર્થ વેસ્ટ દૂર નોંધાયું છે. ભૂકંપના આ આંચકાને કારણે જાનમાલને નુકસાનના કોઈ અહેવાલ નથી.
-
ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઈદના નજીકના સાથીદારની પાકિસ્તાનમાં હત્યા
ભારતનો વધુ એક દુશ્મન અને આતંકવાદી અબુ કતલ સિંઘી માર્યો ગયો છે. જમ્મુના રિયાસીમાં યાત્રાળુઓની બસ પર હુમલામાં સામેલ અબુ કતલ સિંધી છેલ્લા ઘણા સમયથી ગુમ હતો, હવે તેના મોતના સમાચાર આવ્યા છે. પંજાબના જેલમમાં અજાણ્યા બંદૂકધારીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં આતંકવાદી અબુ કતલ સિંઘી માર્યો ગયો છે.
-
અમેરિકાનો યમનમાં હુતી ઉગ્રવાદી પર હવાઈ હુમલો, 19ના મોત
અમેરિકાએ યમનમાં હુતી વિદ્રોહીઓ પર હવાઈ હુમલા કર્યા છે, જેમાં ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા છે. ટ્રમ્પ વહીવટીતંત્રે આ કાર્યવાહીને હુતી બળવાખોરોનો સામનો કરવાના ભાગ તરીકે વર્ણાવી છે અને ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી ચાલુ રાખવાની સંભાવના વ્યક્ત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી પછી, અમેરિકાએ યમનના હુતીઓ પર હવાઈ હુમલા શરૂ કર્યા છે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી હતી કે, રાતા સમુદ્રમાં જહાજો પર થયેલા હુમલાના જવાબમાં ઓછામાં ઓછા 19 લોકો માર્યા ગયા છે અને ડઝનેક ઘાયલ થયા છે.
Published On - Mar 16,2025 7:23 AM





