આગામી 6 મેના રોજ સવારે 6.25 વાગ્યે ખુલશે કેદારનાથના દરવાજા

આગામી 6 મેના રોજ સવારે 6.25 વાગ્યે ખુલશે કેદારનાથના દરવાજા
કેદારનાથ (ફાઈલ ફોટો)

પૌરાણિક પરંપરા અનુસાર, મહાશિવરાત્રીના તહેવાર પર કેદારનાથ ધામના દરવાજા ખોલવાની તારીખ શિયાળાની પૂજા સ્થળ ઓમકારેશ્વર મંદિર ખાતે નક્કી કરવામાં આવે છે.

TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

Mar 01, 2022 | 4:26 PM

કેદારનાથ ધામના (Kedarnath Dham) દરવાજા આગામી 6 મેના રોજ સવારે 6.25 કલાકે ખોલવામાં આવશે. આજે, મહાશિવરાત્રિ (Mahashivaratri) પર શિયાળુ ગાદી ગણાતા ઉખીમઠના ઓમકારેશ્વર મંદિરમાં (Omkareshwar Temple), 12 જ્યોતિર્લિંગમાં સમાવિષ્ટ ભગવાન કેદારનાથના (Kedarnath) દ્વાર ખોલવાની તારીખ નક્કી કરવામાં આવી છે. શિયાળાના છ મહિના સુધી દરવાજા બંધ રાખ્યા બાદ કેદારનાથના દરવાજા ખોલવાની તારીખ આજે મહાશિવરાત્રિના પર્વે નક્કી કરવામાં આવી છે. કેદારનાથના દ્વાર આગામી 6 મેના રોજ સવારે 6.25 કલાકે અમૃતકાળમાં ખુલશે. બાબા કેદારની ડોળી આગામી 2 મેના રોજ ઓમકારેશ્વર મંદિર, ઉખીમઠથી કેદાર ધામ માટે રવાના થશે. ઓમકારેશ્વર મંદિર, ઉખીમઠમાં પૌરાણિક પરંપરાઓ અનુસાર, શિવરાત્રીના તહેવાર પર કેદારનાથના દ્વાર ખોલવાની તારીખ વૈદિક પૂજા સાથે પરંપરાગત વિધિઓ હેઠળ જાહેર કરવામાં આવી હતી.

બાબા કેદારનાથની ડોળી 2 મેના રોજ કેદાર ધામ જવા રવાના થશે

આગામી 2 મેના રોજ બાબા કેદારનાથની ડોળી, ઉખીમઠથી કેદારનાથ ધામ જવા માટે રવાના થશે. 2 મેના રોજ ડોળી ગુપ્તકાશી, 3 મેના રોજ ફાટા, 4 મેના રોજ ગૌરીકુંડ પહોચશે. જ્યા રાત્રી નિવાસ કર્યા બાદ, 5 મેના રોજ ડોળી કેદારનાથ ધામ પહોંચશે. 6 મેના રોજ સવારે 6.25 કલાકે સામાન્ય ભક્તોના દર્શન માટે દરવાજા ખોલવામાં આવશે. કેદારનાથના રાવલ ભીમાશંકર લિંગ, ઓમકારેશ્વર શુક્લ, કેદારનાથના ધર્માધિકારી, પૂજારીઓ અને વેદપાઠીઓએ પંચાંગની ગણતરીઓ પછી દરવાજા ખોલવાની તારીખ અને સમય નક્કી કર્યો હતો. આ સમયે, હક હકુકધારી, વેદપાઠી, મંદિર સમિતિના અધિકારી, તીર્થ પુરોહિત ઉપસ્થિત રહ્યાં હતા.

આ પ્રસંગે બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના પ્રમુખ અજેન્દ્ર અજય, ઉપપ્રમુખ કિશોર પંવાર, સભ્યો આશુતોષ ડીમરી, શ્રીનિવાસ પોસ્ટી, ભાસ્કર ડીમરી, મંદિર સમિતિના અધિકારીઓ, ગીરીશ ચંદ્ર દેવલી, રાજકુમાર નૌટીયાલ, આરસી તિવારી, રાકેશ સેમવાલ, ડો. હરીશ. ગૌર, કેદારનાથના ધારાસભ્ય મનોજ રાવત આ પ્રસંગે હાજર હતા.

આવી રીતે નક્કી કરાય છે કેદારનાથના દરવાજા ખોલવાનો દિવસ

પૌરાણિક પરંપરા અનુસાર, મહાશિવરાત્રીના તહેવાર પર કેદારનાથ ધામના દરવાજા ખોલવાની તારીખ શિયાળાની પૂજા સ્થળ ઓમકારેશ્વર મંદિર ખાતે નક્કી કરવામાં આવે છે. આ પ્રસંગે, રાવલ કેદારનાથની હાજરીમાં, આચાર્યો દ્વારા પૂજા સાથે વેદ જાપ કરવામાં આવે છે. જે બાદ આચાર્યો દ્વારા સ્થાનિક અધિકાર ધારકોની હાજરીમાં પંચાંગની ગણતરી કરીને શુભ મુહૂર્ત કાઢવામાં આવે છે.

તમામ પૌરાણિક પરંપરાઓ સાથેનો દિવસ નક્કી કરતી વખતે, ઓમકારેશ્વર મંદિરમાં ભૈરવનાથની પૂજા માટેનો દિવસ, ડોળીના પ્રસ્થાન માટેની તારીખ અને સમય, કેદારનાથ ધામના દરવાજા ખોલવાનો દિવસ, મુહૂર્ત અને સમય, ભૈરવનાથ મંદિરના દરવાજા ખોલવા માટેનો સમય અને દિવસ પંચાગ ગણતરીમાં મુખ્ય રીતે જોવામાં આવે છે.

આ પણ વાંચોઃ

Mahashivratri 2022: જાણો ભવનાથ મહાદેવની સ્થાપનાનું રહસ્ય, કોણે કરી ભવેશ્વર લિંગની સ્થાપના

આ પણ વાંચોઃ

Maha Shivratri 2022: મહાશિવરાત્રીના અવસરે ભગવાન શિવને આ વસ્તુનો ચઢાવો ભોગ, મહાદેવ થશે પ્રસન્ન

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati