સાવધાન! લોકસભા ચૂંટણી દરમિયાન વોટ્સએપના નિયમોથી નજર હટી તો નંબર બ્લોકની દુર્ધટના ઘટી શકે છે, આ 4 કારણોથી વોટ્સએપ થઈ રહ્યા છે બ્લોક

સાવધાન! લોકસભા ચૂંટણી દરમિયાન વોટ્સએપના નિયમોથી નજર હટી તો નંબર બ્લોકની દુર્ધટના ઘટી શકે છે, આ 4 કારણોથી વોટ્સએપ થઈ રહ્યા છે બ્લોક

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન 11 એપ્રિલના રોજ થઈ ગયું છે અને હજી છ તબક્કાના મતદાન થવાના બાકી છે. ચૂંટણી દરમિયાન સોશિયલ મીડિયા અને તેમા થતા વાયરલ મેસેજ મોટો રોલ ભજવે છે. અને આજ કારણ છે જેથી ખોટા મેસેજ વાયરલ થતા અટકાવવા માટે કેટલાક કડક પગલા લેવામાં આવી રહ્યાં છે. વોટ્સએપ પર ખોટી માહિતી મોકલનાર […]

jignesh.k.patel

| Edited By: TV9 WebDesk8

Apr 15, 2019 | 2:07 PM

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન 11 એપ્રિલના રોજ થઈ ગયું છે અને હજી છ તબક્કાના મતદાન થવાના બાકી છે. ચૂંટણી દરમિયાન સોશિયલ મીડિયા અને તેમા થતા વાયરલ મેસેજ મોટો રોલ ભજવે છે. અને આજ કારણ છે જેથી ખોટા મેસેજ વાયરલ થતા અટકાવવા માટે કેટલાક કડક પગલા લેવામાં આવી રહ્યાં છે.

વોટ્સએપ પર ખોટી માહિતી મોકલનાર સંખ્યાબધ્ધ નબરોને બ્લોક કરી દેવામાં આવ્યા છે. વોટ્સએપએ ઘણા વપરાશ કર્તાઓ માટે ચેટીંગને બંધ કરી દીધુ છે. જો તમે આ ચાર વસ્તુઓને ધ્યાનમાં નહી રાખો તો વોટ્સએપ પર બ્લોક થઈ શકો છો.

અનિચ્છનીય બલ્ક મેસેજ

વોટ્સએપે સ્પષ્ટ કર્યુ છે કે, વપરાશ કર્તાએ અનિચ્છનીય, બલ્ક મેસેજ અથવા ઓટો ડાયલની કોશિશ ન કરવી જોઈએ. જો તમે કોઈને અનિચ્છનીય મેસેજ મોકલો છો તો, તે વ્યક્તિ તમને રિપોર્ટ કરી શકે છે અને તમારુ એકાઉન્ટ બંધ થઈ શકે છે.

કોઈ અન્યના નંબરનો ઉપયોગ કરવો

વોટ્સેપના વપરાશ કર્તાઓએ ધ્યાન રાખવુ કે તે બીજાની મંજૂરી વીના એનો નંબર ન વાપરવો જોઈએ અને તેને મેસેજ પણ ન મોકલવો અને કોઈ ગ્રુપમાં એડ પણ ન કરવો, જો તમે એવુ કરશો તો તમારો નંબર બંધ થઈ શકે છે

બ્રોડકાસ્ટ લિસ્ટનો વધુ ઉપયોગ

કેટલાક વપરાશ કર્તાની ટેવ હોય છે કે, તે લિસ્ટની મદદથી બ્રોડકાસ્ટ મેસેજ મોકલે છે. બ્રોડકાસ્ટ લિસ્ટમાં મોકલેલા મેસેજ ત્યારે જ રિસીવ થાય છે, જ્યારે તેમનો નંબર સેવ હોય, જેથી વારંવાર મેસેજ કરતા લોકોને રિપોર્ટ કરવામાં આવે છે અને એકાઉન્ટ બ્લોક થઈ શકે છે.

નિયમો અને શરતોનું ઉલ્લંઘન કરવાથી

વોટ્સએપ શરૂ કરતા પહેલા તમે તમારી સહમતિ આપો છો ત્યારે જ તમને શરૂઆત કરી શકો છો. તેથી પ્લેટફોર્મ પર નકામા, ધમકીભર્યા, અશ્લિલ અને આપતિજનક મેસેજ મોકલવા બદલ કાર્યવાહી થઈ શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati