AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મારા હાથમાં ફક્ત માંસ અને લોહી આવ્યુ…..વાંચો એ કિસ્સો જેણે આખા દેશને હચમચાવી નાંખ્યો

દેશમાં ઘણા ઓછા લોકો જાણે છે કે જે દિવસે રાજીવ ગાંધીની હત્યા થઈ તે દિવસે તેમનું તે કાર્યક્રમ સ્થળ પર જવાનું લગભગ કેન્સલ હતુ પણ રાજીવ ગાંધી સાથે થયુ કંઈક ઊંધુ જ.

મારા હાથમાં ફક્ત માંસ અને લોહી આવ્યુ.....વાંચો એ કિસ્સો જેણે આખા દેશને હચમચાવી નાંખ્યો
Rajiv Gandhi Image Credit source: file photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2022 | 11:55 PM
Share

આજે રાજીવ ગાંધીની હત્યાના કેસમાં પી રવિચંદ્રન અને નલિની સહિત 6 લોકોને સુપ્રીમ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. તેમના મુક્ત કરવાનો આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો છે. રાજીવ ગાંધીની હત્યાના કેસમાં કુલ 7 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમાંથી એક આરોપી પેરારિવલનને આ વર્ષે 18 મેના રોજ સુપ્રીમ કોર્ટના આદેશથી મુક્ત કરવામાં આવ્યો હતો. દેશમાં ઘણા ઓછા લોકો જાણે છે કે જે દિવસે રાજીવ ગાંધીની હત્યા થઈ તે દિવસે તેમનું તે કાર્યક્રમ સ્થળ પર જવાનું લગભગ કેન્સલ હતુ પણ રાજીવ ગાંધી સાથે થયુ કંઈક ઊંધુ જ.

21 મે, 1991ના રોજ મદ્રાસમાં ચૂંટણી પ્રચાર માટે જઈ રહ્યા હતા. રાજીવ ગાંધી વિશાખાપટ્ટનમથી મદ્રાસ જવા પ્લેનમાં બેઠા હતા. ત્યા જ પ્લેનમાં સંચાર વ્યવસ્થામાં ખરાબી આવી. પ્લેનમાં ખરાબી આવતા જ રાજીવ ગાંધી સર્કિટ હાઉસ જતા રહ્યા હતા પણ એક પોલીસ કર્મચારીએ આવીને જણાવ્યુ કે, તમારુ પ્લેન બરાબર થઈ ગયુ છે, વિમાન ઉડવા માટે તૈયાર છે.

જાતે વિમાન ઉડાવીને મદ્રાસ પહોંચ્યા હતા રાજીવ ગાંધી

પ્લેન બરાબર થતા જ રાજીવ ગાંધી મદ્રાસ જવા રવાના થયા. તેઓ સાંજે 6.30 કલાકે જાતે પ્લેન ઉડાવીને વિશાખાપટ્ટનમથી મદ્રાસ જવા રવાના થયા હતા. પ્લેન મદ્રાસમાં 8.20 કલાકે લેન્ડ થયુ હતુ. રાજીવ ગાંધી એરપોર્ટથી બુલેટપ્રુફ કારમાં બેસીને કાર્યક્રમ સ્થળ શ્રીપેરુમબુદુર માટે રવાના થયા હતા. તેઓ તે સ્થળે રાત્રે 10.10 વાગ્યે પહોંચ્યા હતા. પુરુષોને મળ્યા બાદ તેઓ તે સ્થળે મહિલાઓને મળવા જઈ રહ્યા હતા. ત્યારે જ 30 વર્ષીય એક મહિલા ચંદનનો હાર લઈને રાજીવ ગાંધી તરફ આવી. જેવી તે રાજીવ ગાંધીને પગે લાગવા માટે નમી કે મોટો ધમાકો થયો. આ ધમાકાથી ચારે તરફ ચીસાચીસ થઈ ગઈ. તે ક્ષણ કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

તે સમયે ત્યાં હાજર એક પત્રકારે આ ઘટનાને જણાવતા કહે છે કે, હું રાજીવ ગાંધીના સહયોગી સુમન દુબે સાથે વાત કરી રહી હતી. 2 મિનિટ પણ વાત ન કરી હતીને, મોટો બોમ્બ ધડાકો થયો. તે દિવસે મેં સાડી પહેરી હતી. તે સાડી પર આજે પણ લોહીના છાંટા છે. હું નસીબદાર છું કે મારો જીવ બચ્યો. બોમ્બ ફૂટવાના થોડા સમય પહેલા નાના નાના ફટાકડા ફૂટવાનો અવાજ આવ્યો અને પછી જોરદાર ધમાકો થયો. તે ઘટના સમયે કોઈને અંદાજો નહીં હતો કે રાજીવ ગાંધીનું મૃત્યુ થઈ ગયુ છે.

ધમાકાને કારણે ચારે બાજુ ધુમાડો જ ધુમાડો હતો. આ ધમાકા સમયે કોંગ્રેસના ત્રણ મોટા નેતા પણ ત્યાં જ હતા. ધમાકા બાદ રાજીવ ગાંધી ઊંધા પડેલા જોવા મળ્યા હતા. તેમનુ માથું વિસ્ફોટને કારણે ક્ષતિગ્રસ્ત થયુ હતુ. ચારે તરફ દોડભાગ હતી અને ચારે બાજુ લાશ જ લાશ હતી. તમિલનાડુ કોંગ્રેસના મોટા નેતા જી કે મોપનારે રાજીવ ગાંધીના સુરક્ષા અધિકારીને નજર સામે દમ તોડતા જોયો હતો. તેમણે રાજીવ ગાંધીનું માથુ ઊંચક્યુ પણ તેમના હાથમાં ફક્ત માંસ અને લોહી જ આવ્યુ. જ્યાર બાદ તેમણે રાજીવ ગાંધીના મૃતદેહને રુમાલથી ઢાંકી દીધુ.

રાજીવ ગાંધીના એ શબ્દો 7 વર્ષ પછી સાચા સાબિત થયા

ઈન્ડિરા ગાંધીની હત્યા પછી રાજીવ ગાંધીને લોકો વડાપ્રધાન બનાવવા માંગતા હતા. તેમણે સોનિયા ગાંધીને કહ્યુ કે, પાર્ટી ઈચ્છે છે કે હું વડાપ્રધાન તરીકે શપથ લઉં. પણ સોનિયાએ કહ્યું કે, કોઈ કિંમતે નહીં, એ લોકો તમને પણ મારી નાખશે. જે બાદ રાજીવ ગાંધીએ કહ્યુ કે, મારી પાસે કોઈ વિકલ્પ નથી, મને ગમે તેમ કરીને મને મારી નાખવામાં આવશે. સાત વર્ષ પછી આખરે રાજીવ ગાંધીના એ શબ્દો સાચા સાબિત થયા અને તેમનો જીવ લેવામાં આવ્યો.

મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો
અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો
આધ્યાત્મિક વ્યક્તિ આશીર્વાદ વરસાવશે, નિયમિત કસરત પર નિયંત્રણ રાખો
આધ્યાત્મિક વ્યક્તિ આશીર્વાદ વરસાવશે, નિયમિત કસરત પર નિયંત્રણ રાખો
g clip-path="url(#clip0_868_265)">