AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લખનઉમાં કેનેરા બેંકમાં ભભૂકી ઉઠી ભીષણ આગ, કર્મચારીઓ બિલ્ડીંગ પરથી કૂદી પડ્યા, જુઓ વીડિયો

યુ.પી ની રાજધાની લખનઉમાં સોમવારે સાંજે એક મોટો અકસ્માત થયો હતો. હઝરતગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના નોવેલ્ટી સિનેમા પાછળ આવેલી કેનેરા બેંકમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે કર્મચારીઓએ બિલ્ડિંગ પરથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. મહત્વનુ છે કે અનેક લોકો અંદર ફસાયા છે.

લખનઉમાં કેનેરા બેંકમાં ભભૂકી ઉઠી ભીષણ આગ, કર્મચારીઓ બિલ્ડીંગ પરથી કૂદી પડ્યા, જુઓ વીડિયો
| Updated on: Nov 20, 2023 | 8:21 PM
Share

રાજધાની લખનઉમાં સોમવારે સાંજે એક મોટો અકસ્માત થયો હતો. હઝરતગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના નોવેલ્ટી સિનેમા પાછળ સ્થિત કેનેરા બેંકમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે કર્મચારીઓએ બિલ્ડિંગ પરથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. હાલ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે આગ ઓલવવામાં વ્યસ્ત છે. બેંકની અંદર હજુ પણ 50 લોકો ફસાયા હોવાની માહિતી મળી રહી છે. આગ બુઝાવવાની સાથે ફાયર બ્રિગેડની ટીમ પણ કર્મચારીઓને બચાવી રહી છે.

તમને જણાવી દઈએ કે કેનરા બેંકની જે શાખામાં આ આગ લાગી તે નવલકિશોર રોડ પર છે. સ્થળ પર ભારે ભીડ એકઠી થઈ ગઈ છે. બેંકની અંદરથી ચીસોના અવાજો આવી રહ્યા છે, જેના કારણે લોકો ડરી ગયા છે. લગભગ 50 લોકો બેંકની અંદર ફસાયેલા છે. ફાયર બ્રિગેડની ટીમ માટે આગ બુઝાવવાની સાથે ફસાયેલા લોકોને સફળતાપૂર્વક બહાર કાઢવાનો પડકાર છે. ટીમ બિલ્ડિંગના કાચ તોડીને લોકોને બહાર કાઢી રહી છે. જો કે હજુ સુધી કેટલા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે તેની માહિતી ઉપલબ્ધ નથી.

કર્મચારીઓ કાચ તોડીને બહાર કૂદી પડ્યા હતા

મળતી માહિતી મુજબ કેનેરા બેંકની આ શાખા ઓફિસ બિલ્ડિંગના પહેલા માળે હતી. સાંજે બેંક બંધ થયા બાદ કર્મચારીઓ પોતપોતાની કામગીરી પૂર્ણ કરવામાં વ્યસ્ત હતા. દરમિયાન, બેંકમાં કઈ રીતે આગા લાગી તે જાણી શકાયું નથી. ધુમાડાના ગોટેગોટા ભરાતા જોઈ કર્મચારીઓ ચોંકી ઉઠ્યા હતા. કર્મચારીઓ કંઈ સમજે તે પહેલા બેંકમાંથી આગ ફાટી નીકળી હતી. જ્યારે કર્મચારીઓ કંઈ વિચારી ન શક્યા ત્યારે તેઓ બિલ્ડિંગના કાચ તોડીને ગેલેરીમાંથી એક ફૂટ દૂર જવા લાગ્યા હતા. આ દરમિયાન ઘણા કર્મચારીઓ રોડ પર કૂદી પડ્યા હતા. ઘણા કર્મચારીઓ ગેલેરીમાં ઉભા રહ્યા.

ADSP મનીષા સિંહે ઘટના અંગે આપી માહિતી

ઘટનાસ્થળે પહોંચેલા એડીસીપી મનીષા સિંહે કહ્યું કે નવલકિશોર રોડ પર સ્થિત કેનેરા બેંકમાં આગની માહિતી મળી હતી, ત્યારબાદ ફાયર બ્રિગેડની ગાડીઓ અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ગાડીઓએ સમયસર આગ પર કાબુ મેળવ્યો હતો. તેમજ અંદર હાજર તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. ફાયર બ્રિગેડની ટીમ તેની તપાસ કરી રહી છે.

ઘટના અંગે બેંક કર્મચારીઓએ શું કહ્યું?

બેંકમાંથી સલામત રીતે બચાવી લેવામાં આવેલા કર્મચારીઓએ જણાવ્યું હતું કે બેંકનો આખો માળ ધુમાડાથી ભરાઈ ગયો હતો. અમે ઓફિસના પાછળના ભાગમાં કામ કરતા હતા. ધુમાડાના ગોટેગોટા ભરાતા જોઈ તેઓ આગળના ભાગે દોડી ગયા હતા. પછી તેઓ તેનો કાચ તોડીને બહાર આવ્યા. બહાર આવ્યા બાદ ફાયર બ્રિગેડની ટીમે અમને બચાવ્યા હતા. અંદર 14 થી 15 લોકો હાજર હતા. બધાને પાછળના એક્ઝિટ દ્વારા સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">