ત્રિપુરામાં BJP TMC વચ્ચે આરપાર, મમતાનાં ભત્રીજા અભિષેક સહિત 5 નેતા સામે FIR દાખલ થઈ

સરકારી કામમાં અવરોધ અને પોલીસના કામમાં અવરોધ ઉભો કરવાના આક્ષેપો થયા છે. બીજી તરફ કુણાલ ઘોષે હુમલો કરનારા નેતાઓની ધરપકડ કરવાની માગ કરી

ત્રિપુરામાં BJP TMC વચ્ચે આરપાર, મમતાનાં ભત્રીજા અભિષેક સહિત 5 નેતા સામે FIR દાખલ થઈ
FIR filed against 5 leaders, including Mamata's nephew (File)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2021 | 11:26 AM

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી(West Bengal Assembly Election)માં મમતા બેનર્જીની જીત બાદ ત્રિપુરા((Tripura))માં ભાજપ (BJP)અને ટીએમસી (TMC) વચ્ચે હવે આરપાર મચી ગયુ છે. ત્રિપુરામાં ટીએમસી કાર્યકર્તાઓ સાથે મારપીટ અને ધરપકડ બાદ સીએમ મમતા બેનર્જીનાં ભત્રીજા અને તૃણમુલ કોંગ્રેસનાં રાષ્ટ્રીય સેક્રેટરી અભિષેક બેનર્જી (Abhishek Banerjee) સહિત ટીએમસીનાં પાંચ નેતાઓ સામે ત્રિપુરાનાં ખોવાઈ સ્ટેશનમાં FIR દાખલ કરવામા આવી છે. જણાવી દઈએ કે વર્તમાનમાં ત્રિપુરામાં વિપ્લવ દેવનાં નૈતૃત્વમાં ભાજપની સરકાર ચાલી રહી છે અને વર્ષ 2023માં વિધાનસભા ચૂંટણી આવી રહી છે.

ખોવાઈ પોલીસ સ્ટેશનના ઓસી મનોરંજન દેવ બર્માએ આપમેળે અભિષેક સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. તેમાં ટીએમસીના સાંસદો ડોલા સેન, કુણાલ ઘોષ, મંત્રીઓ બ્રેત્યા બાસુ, સુબલ ભૌમિક અને પ્રકાશ ચંદ્ર દાસના નામ સામેલ છે. તેની સામે બે કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કલમ 186 અને 34 હેઠળ સરકારી કામમાં અવરોધ અને પોલીસના કામમાં અવરોધ ઉભો કરવાના આક્ષેપો થયા છે. બીજી તરફ કુણાલ ઘોષે હુમલો કરનારા નેતાઓની ધરપકડ કરવાની માગ કરી છે અને તેને ષડયંત્ર ગણાવ્યું છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

સરકારી કામમાં અવરોધ અને પોલીસ સાથે ખરાબ વર્તનનો આરોપ

OC મનોરંજન દેવ બર્માએ ફરિયાદ પત્રમાં કહ્યું છે કે TMC નેતા દેબાંગશુ ભટ્ટાચાર્યને કોર્ટમાં લઈ જવામાં વિલંબ કેમ થયો? અભિષેક બેનર્જી અને કુણાલ ઘોષ લાંબા સમય સુધી પોલીસ સ્ટેશનમાં બેઠા. આરોપમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તેમને કોર્ટમાં જતા રોકવામાં આવ્યા હતા. મનોરંજન દેવ બર્માએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે TMC નેતાઓએ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ SDPO અને વધારાના SP સાથે ગેરવર્તન કર્યું હતું.

ફરિયાદ પત્રમાં તેમણે લખ્યું, “તૃણમૂલ નેતાઓએ પોલીસ સ્ટેશનમાં બેસીને ગેરવર્તન કર્યું, ભાજપના પોલીસ એજન્ટોને બોલાવ્યા.” જો કે, તૃણમૂલ કોંગ્રેસના નેતાનું કહેવું છે કે તેમણે પોલીસના કોઈ કામમાં અવરોધ કર્યો નથી, બલ્કે તેઓ પોલીસ પાસેથી જાણવા માંગે છે કે તેમના પક્ષના નેતાઓની કઈ કલમ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. તેમના મતે, આ કેસ ખૂબ જ રમુજી છે.

મમતાએ અમિત શાહને હુમલા માટે દોષી ગણાવ્યા હતા

રવિવારે અભિષેક બેનર્જીએ ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ દેબને ઘોવાઈ પોલીસ સ્ટેશન સામે ધરણા પર બેસવાની ચેતવણી આપી હતી. ધરપકડ કરાયેલા યુવા કાર્યકરોની જામીનની માંગણી સાથે તેમણે આંદોલન ચાલુ રાખ્યું હતું. તૃણમૂલના યુવા નેતાઓને રવિવારે અગરતલાની વિશેષ કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા. બપોરે યુવા નેતાઓ દેબાંગશુ ભટ્ટાચાર્ય, સુદીપ રાહા અને યુવા નેતા જયા દત્તાને જામીન આપવામાં આવ્યા હતા.

અભિષેક બેનર્જીએ કોર્ટની બહાર પત્રકારોને કહ્યું, “પોલીસને નોકરી અને પોસ્ટ બચાવવા માટે આ બધું કરવું પડે છે. બિપ્લબ દેબની સરકારને સમાપ્ત કરવાની જરૂર છે. બે વિદ્યાર્થી નેતાઓ હાલમાં SSKM હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી તેમને મળવા હોસ્પિટલ ગયા હતા. ત્યાં તેમણે સીધા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને હુમલા પાછળ નિશાન બનાવ્યા. તેમણે એમ પણ કહ્યું કે ભાજપ ત્રિપુરામાં રાક્ષસી પક્ષ ચલાવી રહી છે. 

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">