AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બીરભૂમ હિંસા મુદ્દે બંગાળ વિધાનસભા સમરાંગણમાં ફેરવાઈ, BJP-TMC ના ધારાસભ્યો વચ્ચે ઘર્ષણ, MLA ના કપડા ફાડી નખાયા

West Bengal Assembly: સોમવારે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં, ભાજપ અને ટીએમસી ધારાસભ્યો એકબીજા સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા. ભાજપના ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને વિધાનસભાની અવગણનાના આક્ષેપ સાથે વિધાનસભા ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.

બીરભૂમ હિંસા મુદ્દે બંગાળ વિધાનસભા સમરાંગણમાં ફેરવાઈ, BJP-TMC ના ધારાસભ્યો વચ્ચે ઘર્ષણ, MLA ના કપડા ફાડી નખાયા
BJP MLAs protesting outside the gate of Bengal Assembly
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2022 | 1:16 PM
Share

સોમવારે સવારે, બંગાળ ભાજપના ધારાસભ્યોએ પશ્ચિમ બંગાળ વિધાનસભામાં (West Bengal Assembly) બીરભૂમ હત્યાકાંડ (Birbhum Violence ) સહિતના વિવિધ કેસોમાં વિપક્ષી પક્ષના ધારાસભ્યોની અવગણના કરવા સામે વિરોધ કર્યો અને શાસક પક્ષ TMC અને મમતા બેનર્જીની સરકાર દ્વારા વિધાનસભામાં હંગામો મચ્યો. ભાજપના ધારાસભ્યોએ (BJP MLA) સૂત્રોચ્ચાર કર્યા હતા અને તેમના સુરક્ષા કર્મચારીઓ સાથે ઝપાઝપી પણ કરી હતી. બીજેપી ધારાસભ્યોએ કાગળને ફાડી નાખ્યા અને કાગળના ટુકડા સ્પીકર પર ફેક્યા હતા. ત્યારબાદ ધારાસભ્યોએ વેલમાં ધસી આવીને સૂત્રોચ્ચાર કર્યા હતા. બીજેપી ધારાસભ્યોના સૂત્રોચ્ચાર બાદ ટીએમસીના ધારાસભ્યો પણ વેલમાં ઉતરી આવ્યા હતા અને એકબીજા સાથે ઘર્ષણ કર્યુ હતુ. મંત્રી ફિરહાદ હકીમે દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ પણ મૂંઝવણમાં જોવા મળ્યા. જેમાં ધારાસભ્ય નરહરિ મહતો પડી ગયા હતા. ભાજપના ધારાસભ્ય મનોજ તિગ્ગાના કપડા ફાડીને તેમના પર હુમલો કરવાનો આરોપ લાગ્યો છે.

સોમવારે સવારે પશ્ચિમ બંગાળ વિધાનસભાની કાર્યવાહી શરૂ થયા બાદ ભાજપના ધારાસભ્યોએ આરોપ લગાવ્યો કે શાસક પક્ષ વિધાનસભા સત્રની અવગણના કરી રહ્યો છે. સત્રની શરૂઆતમાં બોલતા, વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ કહ્યું કે મુખ્ય પ્રધાને વિધાનસભાની બહાર, SITની રચનાથી લઈને વળતર આપવા સુધીની તમામ જાહેરાતો કરી છે, પરંતુ વિધાનસભામાં આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.

ભાજપના ધારાસભ્યોએ હંગામો શરૂ કર્યો. આ પછી, વિધાનસભાના સ્પીકર બિમન બેનર્જીએ કહ્યું, “તમે છેલ્લા કેટલાક દિવસોથી સમસ્યાઓ ઊભી કરી છે. સૂત્રોચ્ચાર કરો છો અને પછી ગૃહની બહાર જતા રહો છો. પોલીસ બજેટમાં તમે હાજર ન હતા. તેઓએ ત્યાં કંઈપણ વાંધા વિરોધના કર્યો અને માત્ર ગૃહની કાર્યવાહીમાં અવરોધ ઊભો કરો છો. સ્પીકરના આ નિવેદન બાદ ભાજપના ધારાસભ્યો વિરોધ કરવા માટે વેલમાં ધસી આવ્યા અને ભારે સૂત્રોચ્ચાર કરવા લાગ્યા.

ભાજપના ધારાસભ્યના કપડાં ફાડવાનો આરોપ

બીજેપી દ્વારા અપાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વિધાનસભામાં બીજેપી ધારાસભ્ય મનોજ તિગ્ગા પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમના કપડા ફાડી નાખવામાં આવ્યા હતા. ત્યારબાદ ભાજપના ધારાસભ્યોએ વિધાનસભામાંથી વોકઆઉટ કરી ગયા હતા અને વિધાનસભાના દરવાજે જઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ આરોપ લગાવ્યો કે વિધાનસભાની અંદર અને બહાર લોકતાંત્રિક અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.

બીરભૂમ હત્યા કેસમાં વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે ત્યારે વિધાનસભાને કોઈ માહિતી આપવામાં આવી નથી. SITની રચનાથી લઈને વળતર આપવા સુધીની જાહેરાત, વિધાનસભાની બહાર કરવામાં આવી હતી અને વિધાનસભાની અવગણના કરવામાં આવી રહી છે. ધારાસભ્ય શિખા ચેટર્જીએ કહ્યું કે અમે અમારી વાત કહેવા માટે સ્પીકર પાસે ગયા હતા. તેમને ફરિયાદ નહીં કરીએ તો કોને કરીએ, પરંતુ ધારાસભ્યો પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમના કપડા ફાડી નાખ્યા છે.

આ પણ વાંચોઃ

Punjab : પંજાબની ભગવંત માન સરકારનો મોટો નિર્ણય, રાજ્યમાં ઘરે-ઘરે પહોંચશે રાશન

આ પણ વાંચોઃ

પ્રમોદ સાવંતે સતત બીજી વાર ગોવાના મુખ્યમંત્રી તરીકે લીધા શપથ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">