Punjab : પંજાબની ભગવંત માન સરકારનો મોટો નિર્ણય, રાજ્યમાં ઘરે-ઘરે પહોંચશે રાશન

માને એક વીડિયો સંદેશ દ્વારા કહ્યું કે, આ ખૂબ જ દુઃખદ છે કે આઝાદીના 75 વર્ષ પછી પણ ગરીબ લોકોને રાશન મેળવવા માટે રાશનની દુકાનો પર લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે.

Punjab : પંજાબની ભગવંત માન સરકારનો મોટો નિર્ણય, રાજ્યમાં ઘરે-ઘરે પહોંચશે રાશન
પંજાબની ભગવંત માન સરકારનો મોટો નિર્ણય, રાજ્યમાં ઘરે-ઘરે પહોંચશે રાશન Image Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2022 | 12:30 PM

Punjab: પંજાબ સરકારે રાશનની ડોર સ્ટેપ ડિલિવરી અંગે મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભગવંત માન(Punjab CM Bhagwant Mann)ની આગેવાની હેઠળની સરકારે કહ્યું છે કે, પંજાબમાં રાશનની ડોર સ્ટેપ ડિલિવરી ( ration Door Step Delivery)શરૂ થશે. સરકાર ઘરે ઘરે રાશન પહોંચાડશે. આ કામ માત્ર અધિકારીઓ જ કરશે. આ યોજના દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સરકારે શરૂ કરી હતી પરંતુ કેન્દ્ર સરકારે દિલ્હીમાં આ યોજના બંધ કરી દીધી હતી.

ભગવંત માન આજે પંજાબની જનતાને મોટી ભેટ આપવા જઈ રહ્યા છે

આ પહેલા પંજાબ આમ આદમી પાર્ટીએ પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા માહિતી આપી હતી કે મુખ્યમંત્રી ભગવંત માન આજે પંજાબની જનતાને મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. માને એક વીડિયો સંદેશ દ્વારા કહ્યું કે આ ખૂબ જ દુઃખદ છે કે આઝાદીના 75 વર્ષ પછી પણ ગરીબ લોકોને રાશન મેળવવા માટે રાશનની દુકાનો પર લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે. જ્યારે દુનિયા એટલી ડીજીટલ બની ગઈ છે કે ફોન કોલ પર જે પણ ઓર્ડર કરે છે તે ઘરે આવી જાય છે.

રાશન મેળવવા માટે દૈનિક મજૂરી છોડવી પડે છે

તેમણે કહ્યું કે ઘણી વખત ગરીબોને રાશન મેળવવા માટે તેમની દૈનિક મજૂરી છોડવી પડે છે. એ દુઃખદ છે. જેમને એક જ દિવસે કમાવવાનું અને ખાવાનું હોય છે, તેઓએ તેમના હિસ્સાના રાશન મેળવવા માટે દૈનિક મજૂરી છોડી દેવી પડે છે. હું એવી વૃદ્ધ માતાઓને પણ ઓળખું છું જેઓ બે કિલોમીટર ચાલીને રેશન ડેપો જાય છે. પછી તે તેને સાફ કરે છે. કેટલીકવાર તે રાશન ખાવા માટે પણ યોગ્ય હોતું નથી, પરંતુ તેમ છતાં તેમને તે ખાવું પડે છે. જો કે હવે આવું નહીં થાય. તેમણે કહ્યું કે તમારા દ્વારા ચૂંટાયેલી આમ આદમી પાર્ટીની સરકારે નિર્ણય લીધો છે કે આવા લોકોને ઘરે ઘરે રાશન પહોંચાડવામાં આવશે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

આ પણ વાંચો : 9 રાજ્યોમાં હિન્દુઓને લઘુમતીનો દરજ્જો આપવાની માગ, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">