Emergency Landing: કર્ણાટકમાં ટ્રેનિંગ દરમિયાન એરક્રાફ્ટનું ઈમરજન્સી લેન્ડિંગ, બંને પાઈલટ ઘાયલ

સૂત્રોના જણાવ્યા અનુસાર, પાયલટ અને એક તાલીમાર્થી પાયલટને લઈને આ તાલીમી વિમાને આજે સવારે 9.30 વાગ્યે બેલાગવીના સાંબ્રા એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી, એરક્રાફ્ટમાં ટેક્નિકલ ખામીના કારણે એરક્રાફ્ટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.

Emergency Landing: કર્ણાટકમાં ટ્રેનિંગ દરમિયાન એરક્રાફ્ટનું ઈમરજન્સી લેન્ડિંગ, બંને પાઈલટ ઘાયલ
Aircraft Emergency Landing
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2023 | 1:12 PM

Karnataka: કર્ણાટકમાં ટ્રેનિંગ દરમિયાન એક ટ્રેનિંગ એરક્રાફ્ટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ઈમરજન્સી લેન્ડિંગને (Emergency Landing) કારણે વિમાનમાં સવાર બંને પાઈલટને ઈજા થઈ છે અને તેમને સારવાર માટે એરફોર્સની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સોમવારના એક દિવસ પહેલા પણ ભારતીય વાયુસેનાના અપાચે હેલિકોપ્ટરને મધ્યપ્રદેશના ભીંડ જિલ્લામાં ઈમરજન્સી લેન્ડિંગ દ્વારા લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. વાયુસેનાએ જણાવ્યું કે ઇમરજન્સી લેન્ડિંગના થોડા કલાકો બાદ વિમાનને રિપેર કરીને મોકલવામાં આવ્યું હતું. હેલિકોપ્ટરમાં બે કર્મચારીઓ સવાર હતા અને કોઈ જાનહાનિ થઈ ન હતી.

ફ્લાઈટ દરમિયાન ટેક્નિકલ ખામી સર્જાતા ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું

જો કે આજની ઘટના કર્ણાટકની છે, જ્યાં રેડબર્ડ એવિએશનના બે સીટર ટ્રેનિંગ એરક્રાફ્ટનું બેલાગવીના સાંબ્રા એરપોર્ટ નજીક ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ફ્લાઈટ દરમિયાન ટેક્નિકલ ખામી સર્જાતા ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. જો કે આ દરમિયાન બંને પાઈલટને સામાન્ય ઈજા થઈ છે. બંને પાયલોટને એરફોર્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ

તાલીમી વિમાને સવારે 9.30 વાગ્યે બેલાગવીના સાંબ્રા એરપોર્ટ પરથી ઉડાન ભરી

સૂત્રોના જણાવ્યા અનુસાર, પાયલટ અને એક તાલીમાર્થી પાયલટને લઈને આ તાલીમી વિમાને આજે સવારે 9.30 વાગ્યે બેલાગવીના સાંબ્રા એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી, જોકે, ઉડાન દરમિયાન વિમાનમાં ટેકનિકલ ખામી હોવાની માહિતી મળી હતી. એરક્રાફ્ટમાં ટેક્નિકલ ખામીના કારણે એરક્રાફ્ટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું અને તેને બેલાગવી જિલ્લાના હોનિહાલા ગામમાં એક ખેતરમાં લેન્ડ કરવામાં આવ્યું હતું. તે બેલાગવીમાં ફ્લાઇટ ટ્રેનિંગ સેન્ટરના ટ્રેનર્સ માટેનું પ્રશિક્ષણ વિમાન હતું.

આ પણ વાંચો : 9 Years Of Modi Government: દરેક નિર્ણય, દરેક પગલું જનતા માટે, પીએમ મોદીએ 9 વર્ષ આ રીતે યાદ કર્યા

દુર્ઘટના બાદ IAF અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા

દુર્ઘટનાની માહિતી મળતા જ વાયુસેનાના જવાનો, ટ્રેનિંગ સ્કૂલના અધિકારીઓ અને ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. જે મેદાનમાં ઉતરાણ થયું હતું ત્યાં મોટી સંખ્યામાં લોકો નથી. આ પહેલા ગયા અઠવાડિયે શુક્રવારે વેનકુવર જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાતા ટેકઓફ બાદ તરત જ દિલ્હી પરત ફરવું પડ્યું હતું. દિલ્હી એરપોર્ટ પર બોઇંગ 777 એરક્રાફ્ટનું સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">