Breaking News: મધ્યપ્રદેશ ભીંડ જીલ્લામાં ભારતીય વાયુસેનાના Apache helicopterનું ઈમરજન્સી લેન્ડિંગ

સોમવારે મધ્યપ્રદેશના ભીંડ જિલ્લાના એક ગામમાં વાયુ સેનાના અપાચે હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવુ પડ્યું હતુ.

Follow Us:
| Updated on: May 29, 2023 | 11:39 AM

મધ્યપ્રદેશના ભીંડ જિલ્લામાંથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. અહીં કોમ્બેટ હેલિકોપ્ટર ‘અપાચે’નું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આવું શા માટે કરવામાં આવ્યું તેની હજુ પુષ્ટિ થઈ નથી. ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર છે. ભારતીય વાયુસેના દ્વારા આ માહિતી આપવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોઈ ટેકનિકલ ખામીના કારણે આવું થયું છે.

ભારતીય વાયુસેના (IAF)ના એક અધિકારીના જણાવ્યા અનુસાર, અપાચે એટેક હેલિકોપ્ટર મધ્યપ્રદેશના ભીંડ જિલ્લાના એક ગામમાં એક ખેતરમાં સાવચેતીભર્યું ઉતરાણ કર્યું હતું. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?

ભારતીય વાયુસેનાએ ખુદ આ અંગે માહિતી આપી હતી. જણાવવામાં આવ્યું હતું કે હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ જખનૌલી ગામ પાસે સિંધ નદીની કોતરોમાં થયું છે. નયાગાંવ, ઉમરી પોલીસ સ્ટેશન સ્થળ પર હાજર છે.

પ્રારંભિક માહિતી અનુસાર, ટેકઓફ કરતી વખતે અપાચે કોમ્બેટ હેલિકોપ્ટરમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના પછી બંને પાઈલટોએ હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાયલોટે તેને ભીડની કોતરોમાં એક ખેતરમાં ઉતાર્યો. જ્યારે ગ્રામજનોએ હેલિકોપ્ટરને ખેતરમાં ઊતરતું જોયું તો સ્થળ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.

માહિતી મળતા જ નયાગાંવ, ઉમરી પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી ગયું હતું. પોલીસે સૌપ્રથમ ગ્રામજનોને હેલિકોપ્ટરમાંથી હટાવ્યા અને સ્થળ પર જવાનોને તૈનાત કર્યા. જવાનોએ હેલિકોપ્ટરની નજીક સુરક્ષા કોર્ડન કરી છે. કોઈને પણ નજીક આવવા દેવાતા નથી.

g clip-path="url(#clip0_868_265)">