AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોનિયા અને રાહુલ ગાંધીને ED એ આપ્યો મોટો ઝટકો, 751 કરોડ રૂપિયાની સંપત્તિ કરી જપ્ત

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ED એ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડની કરોડો રૂપિયાની સંપત્તિ અસ્થાયી રૂપે જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. મની લોન્ડરિંગ કેસને લઈ ED દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી મૂજબ 751.9 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.

સોનિયા અને રાહુલ ગાંધીને ED એ આપ્યો મોટો ઝટકો, 751 કરોડ રૂપિયાની સંપત્તિ કરી જપ્ત
Sonia Gandhi-Rahul Gandhi
| Updated on: Nov 25, 2023 | 2:26 PM
Share

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ED એ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડની કરોડો રૂપિયાની સંપત્તિ અસ્થાયી રૂપે જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. મની લોન્ડરિંગ કેસને લઈ ED દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી મૂજબ 751.9 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. EDએ 26 જૂન, 2014 ના આદેશને લઈ ખાનગી ફરિયાદને ધ્યાનમાં લીધા બાદ દિલ્હીના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની અદાલત દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રક્રિયાના આધારે મની-લોન્ડરિંગની તપાસ શરૂ કરવામાં આવી હતી.

આ દરમિયાન કોર્ટે માન્યું કે યંગ ઈન્ડિયા સહિત 7 આરોપીએ પ્રથમ દ્રષ્ટીએ IPC ની કલમ 406 હેઠળ વિશ્વાસનો ભંગ, IPC ની કલમ 403 હેઠળ સંપત્તિ અને કલમ 120B હેઠળ ગુનાહિત કાવતરું, IPC ની કલમ 420 હેઠળ છેતરપિંડી અને અપ્રમાણિકતાથી સંપત્તિની ડિલિવરી માટે પ્રેરિત કરવા અને સંપત્તિનો દુરૂપયોગ કરવાનો આરોપ છે.

કોંગ્રેસના નેતાએ કાર્યવાહીને ચૂંટણીથી પ્રેરિત ગણાવી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની આ કાર્યવાહી પર કોંગ્રેસ નેતાએ ભાજપ પર નિશાન સાધ્યું છે. અભિષેક મનુ સિંઘવીએ X પર લખ્યું હતું કે, ઈડી દ્વારા AJL મિલકતો જપ્ત કરવાના સમાચાર દરેક રાજ્યમાં ચાલી રહેલી ચૂંટણીમાં હાર પરથી ધ્યાન હટાવવાની તેમની નિરાશા દર્શાવે છે.

આ પણ વાંચો : ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા 41 મજુરોને કેવી રીતે બહાર કાઢવામાં આવશે? ફોરેન એક્સપર્ટે કર્યો પ્લાન, જુઓ વીડિયો

PMLA ની કાર્યવાહી માત્ર પ્રિડિકેટ અથવા મુખ્ય ગુનાના પરિણામે થઈ શકે છે. કોઈપણ સ્થાવર મિલકતનું ટ્રાન્સફર થયું નથી. રૂપિયાની કોઈ લેનદેન નથી. ગુના દ્વારા કોઈ આવક નથી. હકીકતમાં છેતરપિંડી થઈ હોવાનો દાવો કરનાર કોઈ ફરિયાદી નથી કે તેમની સાથે કોઈ ફ્રોડ થયું હોય.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">