ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા 41 મજુરોને કેવી રીતે બહાર કાઢવામાં આવશે? ફોરેન એક્સપર્ટે કર્યો પ્લાન, જુઓ વીડિયો
ઉત્તરાખંડના ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજુરોને બચાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન પહેલી વખત સુરંગની અંદરથી કેટલાક વીડિયો સામે આવ્યા છે, જેમાં છેલ્લા 10 દિવસથી ફસાયેલા લોકોને જોઈ તેમના પરિવારજનોને સુરક્ષિત જોઈને રાહત અનુભવી રહ્યા છે.
ઉત્તરાખંડના ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજુરોને બચાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન પહેલી વખત સુરંગની અંદરથી કેટલાક વીડિયો સામે આવ્યા છે, જેમાં છેલ્લા 10 દિવસથી ફસાયેલા લોકોને જોઈ તેમના પરિવારજનોને સુરક્ષિત જોઈને રાહત અનુભવી રહ્યા છે. અનેક મશીનોનો ઉપયોગ કરીને બચાવ માટે કામગીરી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : ઉત્તરાખંડ: ટનલમાં ફસાયેલા મજૂરોથી સુધી પહોંચી 6 ઈંચ પહોળી પાઈપ, હવે તેમાંથી મોકલવામાં આવશે ભોજન અને પાણી
આ ઉપરાંત કેન્દ્ર સરકારના બોલાવા પર ઓસ્ટ્રેલિયાના ટનલ એક્સપર્ટ આર્નોલ્ડ ડિક્સ ગઈકાલે ઉત્તરકાશી પહોંચ્યા હતા. તેમને સ્થળ પર નિરીક્ષણ કરી કેવી રીતે ફસાયેલા લોકોને બચાવી શકાય તેના માટે પ્લાન તૈયાર કર્યો છે. ઈન્ટરનેશનલ ટનલિંગ અંડરગ્રાઉન્ડ સ્પેસના પ્રમુખ આર્નોલ્ડ ડિક્સે 41 લોકોના બચાવ માટે અપનાવવામાં આવી રહેલી વ્યૂહરચના વિશે વાત કરી છે.