હિંમત ના હારશો…, PM મોદીએ ભાજપના મુખ્યમંત્રીઓને શું કહ્યું ?
ભાજપ-એનડીએ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો- નાયબ મુખ્યપ્રધાનોની બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, લોકસભાની ચૂંટણી અને તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામોના ઉપલબ્ધ ડેટાને ટાંકીને મુખ્ય પ્રધાનોના કામની પ્રશંસા કરી હતી. સાથોસાથ તેમનું મનોબળ પણ વધાર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, પાર્ટીએ લોકસભા અને વિધાનસભા બંને ચૂંટણીમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે અને કોઈપણ રીતે હિંમત હારવાની જરૂર નથી.
શનિવારે ભાજપના મુખ્યાલયમાં ભાજપ શાસિત મુખ્ય પ્રધાનો-નાયબ મુખ્યપ્રધાનોની પરિષદનું પ્રથમ સત્ર યોજાયું હતું. પીએમ મોદીએ આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. ભાજપ-એનડીએ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે પીએમ મોદીની આ બેઠક લગભગ 3.30 કલાક સુધી ચાલી હતી.
આ બેઠકમાં ભાજપ શાસિત 13 રાજ્યોના મુખ્ય પ્રધાન અને 3 NDA શાસિત રાજ્યોના નાયબ મુખ્ય પ્રધાને ભાગ લીધો હતો. આ તમામ મુખ્ય પ્રધાનોએ પોતપોતાના રાજ્યોમાં થઈ રહેલા સારા વિકાસના લોકોપયોગી કામો અને કેન્દ્રીય યોજનાઓના વધુ સારા અમલીકરણ વિશે પ્રેઝન્ટેશન આપ્યું હતું.
બેઠકમાં સરકાર અને સંગઠન વચ્ચે વધુ સારા સંકલન પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમજ કેન્દ્રીય યોજનાઓને સુચારૂ રીતે અમલમાં મૂકવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. બેઠકમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાનોના કામ કરાવાની પ્રશંસા કરી હતી અને તાજેતરમાં યોજાયેલ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓના પરિણામ અંગે ઉપલબ્ધ ડેટાને ટાંકીને તેમનું મનોબળ વધાર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, પાર્ટીએ લોકસભા અને વિધાનસભાની બંને ચૂંટણીમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે અને કોઈપણ રીતે નાહિંમત થવાની જરૂર નથી.
સાંસ્કૃતિક મહત્વના સ્થળો અંગે ચર્ચા
મીટિંગમાં આપવામાં આવેલા પ્રેઝન્ટેશનમાં કહેવામાં આવ્યું હતું કે અયોધ્યા, કાશી વિશ્વનાથ કોરિડોર, ઉજ્જૈન મહાકાલ કોરિડોરની તર્જ પર અન્ય રાજ્યોમાં પણ ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્થાનના કાર્યક્રમો લાગુ કરવા પર ભાર મૂકવો જોઈએ. આ માટે તમામ રાજ્યોએ પોતપોતાના વિસ્તારોમાં યોજનાઓ બનાવવી જોઈએ અને પ્રાચીન અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતા સ્થળોના સમારકામ અને પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ.
#WATCH | Prime Minister Narendra Modi chairs a meeting of BJP CMs and Deputy CMs at BJP headquarters in Delhi
Union Minister and BJP chief JP Nadda, Union HM Amit Shah, Defence Minister Rajnath Singh also present. pic.twitter.com/FDsAXAdJ0i
— ANI (@ANI) July 28, 2024
ત્રિપુરા-આસામ સરકારના વખાણ કર્યા
બેઠકમાં ત્રિપુરા સરકારના “ગવર્નમેન્ટ એટ યોર ડોર સ્ટેપ” કાર્યક્રમની પ્રશંસા કરવામાં આવી હતી અને અન્ય રાજ્યોએ પણત્રિપુરા સરકારની યોજનાને અમલમાં મૂકવી જોઈએ તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો. બેઠકમાં આસામ સરકારની સરકારી રોજગાર યોજનાની પણ પ્રશંસા કરવામાં આવી હતી અને એમ પણ જણાવવામાં આવ્યું હતું કે કેવી રીતે આયોજનબદ્ધ રીતે આસામે છેલ્લા વર્ષોમાં 1 લાખ નોકરીઓ ફાળવી છે.
ઉત્તરપ્રદેશના સીએમ યોગીએ પ્રેઝન્ટેશન આપ્યું
આ બેઠકમાં ગેરકાયદેસર ખાણકામ પર કડક કાર્યવાહી કરવા બદલ બિહાર સરકારની પ્રશંસા કરવામાં આવી હતી અને તેની સફળતાને એક નમૂનો ગણાવવામાં આવી હતી અને અન્ય રાજ્યોએ પણ તેનું અનુસરણ કરવું જોઈએ તેવું કહેવામાં આવ્યું હતું. યુપી સરકાર વતી સીએમ યોગીએ તેમની બે યોજનાઓ પર પ્રેઝન્ટેશન આપ્યું હતું. પ્રથમ, ગ્રામ સચિવાલયનું ડિજીટલાઇઝેશન અને બીજું, વન ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા અને રાજ્ય માટે વિકાસ મિશન અંગે રજૂઆત કરવામાં આવી હતી.
એક પેડ મા કે નામ કાર્યક્રમ માટે વખાણ
મુખ્ય પ્રધાન સાથેની બેઠકમાં “ એક પેડ મા કે નામ” કાર્યક્રમની સફળતા અને તેને આગળ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ એક એવી યોજના છે જેના દ્વારા લોકો સુધી પહોંચવાની અને ધરતી માતાની સેવા કરવાની તક છે. મીટિંગમાં, શાસનમાં માહિતી ટેકનોલોજીનો સંપૂર્ણ ઉપયોગ કરવા અને સમગ્ર રાજ્યોમાં NIC પેટર્ન લાગુ કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.