Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નોકરી બદલ્યા પછી તરત જ કરો આ કામ, નહીં તો તમને PF માં થશે આટલું નુકસાન

જોબ બદલાતાની સાથે, તમારી નવી કંપની દ્વારા EPF ખાતા પણ અલગથી ખોલવામાં આવે છે. જેને તમે EPFO ​​વેબસાઇટની મુલાકાત લઈને સરળતાથી, જૂના એકાઉન્ટની સાથે મર્જ કરી શકો છો. જો તમે હજુ સુધી આ કામ નથી કર્યું, તો આના કારણે તમારે અત્યાર સુધીમાં ઘણા મોટા આર્થિક નુકસાનનો સામનો કરવો પડ્યો હોઈ શકે છે.

નોકરી બદલ્યા પછી તરત જ કરો આ કામ, નહીં તો તમને PF માં થશે આટલું નુકસાન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2025 | 4:40 PM

ખાનગી નોકરી કરતા લોકો સમયાંતરે પોતાની નોકરી બદલતા રહે છે. નોકરી બદલતી વખતે, કર્મચારી માટે તેના એમ્પ્લોયર દ્વારા એક નવું EPF ખાતું ખોલવામાં આવે છે. જોકે, તેને ખોલતી વખતે, ફક્ત જૂના નંબરનો ઉપયોગ થાય છે. આવી સ્થિતિમાં, ઘણા કર્મચારીઓને એવી ગેરસમજ હોય ​​છે કે જો UAN જૂનો છે, તો તે UAN નંબર હેઠળ ચાલતું તેમનું EPF ખાતું પણ એ જ હશે.

પરંતુ વાસ્તવિકતામા આવું થતું નથી. કંપની બદલાતાની સાથે, તમારા EPF ખાતા પણ અલગથી ખોલવામાં આવે છે. જેને તમે EPFO ​​વેબસાઇટની મુલાકાત લઈને સરળતાથી જુના એકાઉન્ટને નવા સાથે મર્જ કરી શકો છો. જો તમે હજુ સુધી આ કામ કર્યું નથી, તો આના કારણે તમારે ઘણા મોટા નુકસાનનો સામનો કરવો પડી શકે છે.

એકાઉન્ટ્સ કેવી રીતે મર્જ કરવા

સૌ પ્રથમ તમારે EPFO ​​સભ્ય સેવા પોર્ટલ https://unifiedportal-mem.epfindia.gov.in પર જવું પડશે. આ પછી, તમારે ઓનલાઈન સેવાઓ વિભાગમાં ‘One Member – One EPF Account- Transfer Request (‘એક સભ્ય – એક EPF ખાતું – ટ્રાન્સફર વિનંતી’) પસંદ કરવી પડશે. પછી તમારે વર્તમાન એમ્પ્લોયરની વ્યક્તિગત વિગતો અને ખાતાની ચકાસણી કરવી પડશે. આ પછી તમારે Get Details પર ક્લિક કરવાનું રહેશે, ત્યારબાદ તમારી સામે જૂના નોકરીદાતાઓની યાદી ખુલશે. અહીં, તમે જે એકાઉન્ટ ટ્રાન્સફર કરવા માંગો છો તેના પર ક્લિક કરો.

આજનું રાશિફળ તારીખ : 17-04-2025
Mongoose vs Snake : સાપ નોળિયાને કેમ હરાવી શકતો નથી? આ 5 કારણો છે
Train Historic Journey : ભારતની પહેલી ટ્રેનમાં કેટલા લોકોએ મુસાફરી કરી હતી?
Gold Price Prediction : એલર્ટ, 1,25,000 ને પર જશે સોનાનો ભાવ ! જાણો કારણ
ઝહીર ખાન-સાગરિકા ઘાટગેના દીકરાના નામનો અર્થ શું છે?
જયા કિશોરીએ કહી મહાભારતની આ 3 વાત, જે શીખી લેશો તો ક્યારેય હારશો નહીં..

મોબાઇલ નંબર પર OTP આવશે

પછી તમે ‘Get OTP’ પર ક્લિક કરો. તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP મોકલવામાં આવશે, તેને દાખલ કરો અને સબમિટ કરો. આ પછી તમારી વિનંતી સબમિટ કરવામાં આવશે. તમારા વર્તમાન નોકરીદાતાએ તેને મંજૂરી આપવી પડશે. જે પછી EPFO ​​તમારા જૂના ખાતાને નવા ખાતામાં મર્જ કરશે. થોડા સમય પછી તમે તમારા મર્જરની સ્થિતિ ચકાસી શકો છો.

ખાતા મર્જ ન કરવાના ગેરફાયદા

જો તમેતમારા પ્રોવિડન્ડ ફંડના જૂના ખાતાઓને મર્જ ન કરવાનો પહેલો ગેરલાભ એ છે કે નવું EPF ખાતું ખોલવાને કારણે, જૂના ખાતામાં પડેલા તમારા પૈસા એકસાથે દેખાતા નથી. આ ઉપરાંત, કર બચતના દૃષ્ટિકોણથી તેમનું મર્જર પણ જરૂરી છે. EPF ખાતામાંથી પૈસા ઉપાડતી વખતે પાંચ વર્ષની આ મર્યાદાનું પાલન કરવામાં આવે છે. પાંચ વર્ષ સુધી યોગદાન આપ્યા પછી, જમા રકમ ઉપાડવા પર કોઈ કર લાગતો નથી. આવી સ્થિતિમાં તમે છેલ્લા કેટલાક વર્ષથી પીએફ કપાવતા હોવ તો પણ જો ખાતા મર્જ કરાવેલા નહીં હોય તો પૈસા ઉપાડવાની જે સમય મર્યાદા છે તે નવા ખાતામાં લાગુ પડશે. પરિણામે તમે તમારા ખાતામાંથી રૂપિયા ઉપાડી નહીં શકો.

પ્રોવિડન્ટ ફંડને લગતા અન્ય તમામ મહત્વના સમાચાર જાણવા માટે તમે અમારા ટોપિક પેજ પર ક્લિક કરો.

આગામી 2 દિવસ ગરમીથી નહીં મળે રાહત, આ જિલ્લામાં હીટવેવની આગાહી
આગામી 2 દિવસ ગરમીથી નહીં મળે રાહત, આ જિલ્લામાં હીટવેવની આગાહી
ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ
ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ
ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો
ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો
ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે
ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે
રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
જુહાપુરામાં બેફામ કારચાલક પર ટોળાનો હુમલો, 7 લોકોની કરી અટકાયત
જુહાપુરામાં બેફામ કારચાલક પર ટોળાનો હુમલો, 7 લોકોની કરી અટકાયત
રાજકોટમાં બસ ચાલકે 5 લોકોને લીધા અડફેટે, 4 લોકોના મોત
રાજકોટમાં બસ ચાલકે 5 લોકોને લીધા અડફેટે, 4 લોકોના મોત
આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ! આગામી 3 દિવસ યલો એલર્ટની આગાહી
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ! આગામી 3 દિવસ યલો એલર્ટની આગાહી
વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
g clip-path="url(#clip0_868_265)">