AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મથુરાથી જેવર એરપોર્ટ માટે સીધી બસ સેવા શરૂ, સમય અને પૈસા બંન્નેની બચત થશે

આજથી આગ્રા, મથુરા, અલીગઢ સહિત યુપીના 8 જિલ્લાઓથી નોઈડા એરપોર્ટ માટે સીધી બસ સેવા શરૂ થશે. સોમવારે આજથી નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી પહેલી ફ્લાઇટે ઉડાન ભરી હતી.

મથુરાથી જેવર એરપોર્ટ માટે સીધી બસ સેવા શરૂ, સમય અને પૈસા બંન્નેની બચત થશે
| Updated on: Jun 15, 2026 | 2:28 PM
Share

નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલનની સાથે મુસાફરો માટે એક મોટી સુવિધા શરુ થઈ ગઈ છે. હવે ઉત્તરપ્રદેશના 8 જિલ્લાઓની સાથે નોઈડા એરપોર્ટ સુધી બસની સેવાનો લાભ લઈ શકશે. જેનાથી હવે મુસાફરોને વારંવાર એરપોર્ટ સુધી પહોંચવા માટે વાહન બદલાવાની પરેશાની થશે નહી. જો તમે પણ તમારા માતા-પિતા કે પરિવાર સાથે મથુરા જઈ રહ્યા છો. તો તમને અમદાવાદથી જેવર એરપોર્ટ અને ત્યાંથી સીધી બસની કનેક્ટિવિટી મળી જશે. જેનાથી સમય અને પૈસા બંન્નેની બચત થશે.

નોઈડા ઈન્ટરનેશલ એરપોર્ટ શરુ થવાની સાથે મુસાફરોને સુંદર સુવિધાઓ મળી રહી છે. હવે ઉત્તરપ્રદેશના અનેક શહેરોમાંથી જેવર સ્થિત એરપોર્ટ સુધી પહોંચવું સરળ થઈ જશે. મુસાફરોની સુવિધા માટે આજથી યુપીના 8 જિલ્લાથી નોઈડા એરપોર્ટ માટે સીધી બસ સેવા શરુ કરવામાં આવી છે. જેનાથી એરપોર્ટ સુધી આવવા-જવાનો સમય અને ખર્ચ બંન્નેની બચત થશે.

ઉત્તરપ્રદેશની રોડવેઝની બસ આગ્રા, ફિરોઝાબાદ,હાથરસ,મથુરા, અલીગઢ, એટા,કાસગંજ અને લખનૌથી સીધી નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ સુધી શરુ કરવામાં આવશે. યમુના ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડે મુસાફરો સુંદર કનેક્ટિવિટી આપવા માટે અનેક પરિવહન એજન્સીઓ સાથે કરાર કરવામાં આવ્યા છે, જેનાથી એરપોર્ટ સુધી પહોંચવું સરળ બનશે.

નમો ભારત અને મેટ્રોથી મળશે નવો ઓપ્શન

ભવિષ્યમાં નોઈડા એરપોર્ટ સુધી પહોંચવું સરળ થશે. ગાઝિયાબાદથી નોઈડા એરપોર્ટ સુધી નમો ભારત અને મેટ્રો પ્રોજેક્ટ પ્રસ્તાવિત છે. આ અંદાજે 72 કિલોમીટર લાંબા કોરિડોર પર બાવીસ સ્ટેશન બનાવવામાં આવશે. તેનો ડીપીઆર કેન્દ્ર સરકારને સુપરત કરવામાં આવ્યો છે. ગુરુગ્રામને એરપોર્ટ સાથે જોડવાની પણ યોજનાઓ ચાલી રહી છે, જેનો સીધો લાભ દિલ્હી-એનસીઆરના લાખો રહેવાસીઓને થશે.

રેલવે સાથે પણ જોડાશે એરપોર્ટ

ભારતીય રેલ્વે ચોલા-રૂંધી રેલ્વે લાઇન પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. એરપોર્ટ નજીક એક નવું રેલ્વે સ્ટેશન બનાવવામાં આવશે, જેનાથી મુસાફરો વંદે ભારત, રાજધાની અને શતાબ્દી જેવી ટ્રેનોમાં સીધા દેશના વિવિધ ભાગોમાં મુસાફરી કરી શકશે.

દેશનું સૌથી મોટું ટ્રાન્સપોર્ટ હબ પણ બનાવવામાં આવશે

ગ્રેટર નોઇડાના બોડાકી ગામમાં દેશનું સૌથી મોટું મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ વિકસાવવામાં આવી રહ્યું છે. આનાથી હવાઈ, રેલ અને રોડ પરિવહનને એક જ નેટવર્કમાં એકીકૃત કરવામાં મદદ મળશે.

Travel Tips : જેવર એરપોર્ટથી નજીક આવેલા છે આ ફરવા લાયક સ્થળો, માતા-પિતાને ફર્સ્ટ ઈન્ટરનેશલ એરપોર્ટની ટિકિટ બુક કરાવી લઈ જાવ ફરવા અહી ક્લિક કરો

Follow Us
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
g clip-path="url(#clip0_868_265)">