AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાગેશ્વરધામના પીઠાધિશ ધિરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ નોંધાઈ FIR, સાંસદ પપ્પુ યાદવે શ્રીકૃષ્ણના અપમાન બદલ નોંધાવી ફરિયાદ

Bageshwardham Pithdhish Dhirendra Shastri FIR: બાગેશ્વરધામના પિઠાધિશ ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ બિહારના સાંસદ પપ્પુ યાદવે FIR નોંધાવી છે. આ સમગ્ર ઘટનાક3મ 28 ઓક્ટોબરનો છે. જ્યારે બાબા બાગેશ્વરે મધ્યપ્રદેશના કરૈરામાં કથાવાચન દરમિયાન ભગાન શ્રીકૃષ્ણ અને ભગવાન રામના સ્વરૂપ તેમજ વિશેષતા અંગે આપત્તિજનક ટિપ્પણી કરી હતી. જે બાદ રાજનીતિ પણ ગરમાઈ છે.

બાગેશ્વરધામના પીઠાધિશ ધિરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ નોંધાઈ FIR, સાંસદ પપ્પુ યાદવે શ્રીકૃષ્ણના અપમાન બદલ નોંધાવી ફરિયાદ
| Updated on: Nov 03, 2026 | 6:21 PM
Share

બાગેશ્વરધામના પીઠાધિશ ધિરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ FIR નોંધાઈ છે. તેમની સાથે ભગવાન શ્રીકૃષ્ણ વિશે એક ટિપ્પણી કરવા બદલ FIR નોંધવામાં આવી છે. બાબા બાગેશ્વરે 28 ઓક્ટોબરે કથાવાચન દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણને લઈને એક વિવાદીત ટિપ્પણી કરી હતી. ત્યારબાદ પપ્પુ યાદવે તેમની વિરુદ્ધ FIR નોંધાવી છે.

ધીરેન્દ્ર શાસ્ત્રી સામે FIR

પપ્પુ યાદવે ભગવાન શ્રીકૃષ્ણ વિશેની ટિપ્પણી અંગે કહ્યુ કે તેઓ શ્રીકૃષ્ણનું અપમાન સહન નહીં કરે. તેમણે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 299 હેઠળ કાર્યવયાહીની માગ કરી છે. તેમનો આરોપ છે કે ધિરેન્દ્ર શાસ્ત્રીના આ નિવેદનથી કરોડો લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે. તેમણે સોશિયલ મીડિયા X પર કહ્યુ કે ભગવાન શ્રીકૃષ્ણનું અપમાન કોઈપણ ભોગે સહન કરવામાં નહીં આવે. સત્તા સરંક્ષિત ટુટપ

તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર જણાવ્યું, “ભગવાન શ્રીકૃષ્ણના અપમાનને કોઈપણ સંજોગોમાં સહન નહીં કરીએ! સત્તામાં બેસેલા લોકોનું રક્ષણ ધરાવતા આ કહેવાતા, કપટી કથાવાચક સામે હું ફરિયાદ નોંધાવવા જઈ રહ્યો છુ. કૃષ્ણ કન્હૈયાને અપમાનિત કરી આ બેઈમાન હવે માફી માગવાની નોટંક કરી રહ્યો છે. તેને છોડવામાં નહીં આવે, સજા અપાવીને જ રહેશુ.”

ધીરેન્દ્ર શાસ્ત્રી એ શ્રીકૃષ્ણ વિશે શું ટિપ્પણી કરી?

28 ઓક્ટોબરે કથાવાચન દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણને લઈને દેવાયેલા ધીરેન્દ્ર શાસ્ત્રીના એક નિવેદનથી ધાર્મિક લાગણી દુભાઈ હોવાનો આરોપ છે. જે બાદ દિલ્હીની પાર્લિયામેન્ટ સ્ટ્રીટ થાણામાં સાંસદ પપ્પુ યાદવ અને યાદવ સમાજ દ્વારા બાબા વિરુદ્ધ FIR નોંધાવવામાં આવી છે.

ધીરેન્દ્ર શાસ્ત્રી એ કથાવાચન દરમિયાન કહ્યુ હતુ, “તમારા ઠાકોરજીનો ફોટો જુઓ તેઓ ક્યારેક આવી મુદ્રામાં બેઠા હોય (એક્શન સાથે) તો ક્યારેક આવી. જ્યારે તેઓ ઉભા થાય તો પણ ત્રણ જગ્યાએથી વળેલા હોય છે. એક પગ પર બીજો પગ રાખેલો હોય કમર વળેલી હોય, માથુ આ બાજુ કે પેલી બાજુ નમેલુ હોય અને આવી (એક્શન સાથે) ત્રાંસી મુદ્રામાં ઉભા રહીને તેઓ વાંસળી વગાડતા હોય છે”

ત્યારબાદ તેમણે ભગવાન રામની સરખામણી કરતા કહ્યુ કે અમારા પ્રભુ તો ઉભા પણ હોય છે તો પણ એકદમ ટટ્ટાર. તેમનું નામ પણ એકદમ સીધુ (સરળ), તેમની ચાલવાની રીત પણ એકદમ સીધી. અમારા ભગવાન તો દેખાય છે પણ એકદમ સીધા. જ્યારે તમારા ભગવાનનું નામ પણ જટિલ, (લીલામય), ચાલવાની રીત પણ વક્ર અને ઉભા પણ વક્ર મુદ્રામાં જ રહે છે.

ત્યારબાદ તેમણે ભગવાન રામ સાથે સરખામણી કરતા કહ્યું, “જ્યારે આપણા પ્રભુ (શ્રી રામ) ઊભા હોય છે, ત્યારે તેઓ એકદમ સીધા ઊભા રહે છે. તેમનું નામ પણ સરળ (સીધું) છે, તેમની ચાલવાની રીત પણ સરળ છે, અને તેમનું સમગ્ર વ્યક્તિત્વ જ સરળ છે. તેની તુલનામાં, તમારા પ્રભુનું નામ ‘વક્ર’ (જટિલ/લીલામય) છે, તેમની ચાલવાની રીત પણ ‘વક્ર’ છે, અને તેઓ ઊભા પણ ‘વક્ર’ મુદ્રામાં જ રહે છે.”

ધિરેન્દ્ર શાસ્ત્રીએ નિવેદન બદલ માગી માફી

પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ તેમના વિવાદીત નિવેદન ને લઈને માફી પણ માગી છે. તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો જારી કરી કહ્યુ કે ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન રામ એક જ છે. બંનેમાં અંતર નથી. સાથે જ તેમણે એમ પણ કહ્યુ કે તેમની ટિપ્પણીનો ઉદ્દેશ્ય કોઈપણ ભાવનાને આહત કરવાનો કે વિભાજન કરવાનો ન હો. તેમણે કહ્યુ જો કોઈના લાગણી દુભાઈ હોય તો હું ક્ષમાપ્રાર્થી છું.

મિડટર્મ ચૂંટણીમાં ટ્રમ્પ હાર્યા તો રાષ્ટ્રપતિ પદ રહેશે કે જશે, કેમ સમગ્ર દુનિયાની નજર આ ચૂંટણી પર છે?- વાંચો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">