AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Blast ના થોડી જ વાર પહેલાના CCTV આવ્યા સામે, આતંકી ઉમરે પહેર્યું હતું કાળું માસ્ક, જુઓ Video

દિલ્હીના લાલ કિલ્લામાં વિસ્ફોટ પહેલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. વિસ્ફોટ પહેલા ત્રણ કલાકથી વધુ સમય સુધી લાલ કિલ્લાની નજીક પાર્કિંગમાં i20 કાર પાર્ક કરવામાં આવી હતી. કારમાં એક શંકાસ્પદ વ્યક્તિ પણ બેઠો જોવા મળી રહ્યો છે.

Delhi Blast ના થોડી જ વાર પહેલાના CCTV આવ્યા સામે, આતંકી ઉમરે પહેર્યું હતું કાળું માસ્ક, જુઓ Video
| Updated on: Nov 11, 2025 | 9:20 AM
Share

સોમવાર, 10 નવેમ્બર, 2025ના રોજ લાલ કિલ્લામાં થયેલા શક્તિશાળી વિસ્ફોટથી દિલ્લી હચમચી ઉઠી. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે સાંજે 6:52 વાગ્યે થયેલા વિસ્ફોટે આસપાસ પાર્ક કરેલા વાહનોને ભારે નુકસાન પહોંચાડ્યું. ઘટનામાં નવ લોકોના મોત થયા છે અને 20 થી વધુ લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટની ગંભીર તપાસ હાલમાં ચાલી રહી છે. પોલીસને પહેલા સીસીટીવી ફૂટેજ પણ પ્રાપ્ત થયા છે, જે તપાસમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

પાર્કિંગમાં કેટલીક કલાકોથી રહી કાર

સીસીટીવી ફૂટેજ પરથી જાણવા મળ્યું છે કે i20 કાર, જેમાંથી વિસ્ફોટ થયો હતો, તે લાલ કિલ્લા નજીક પાર્કિંગમાં લગભગ ત્રણ કલાકથી પાર્ક હતી. પોલીસે તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે કાર સવારે 3:19 વાગ્યે પાર્કિંગમાં મુકવામાં આવી અને સાંજે 6:48 વાગ્યે પાર્કિંગમાંથી નીકળી. ચાર મિનિટ પછી જ વિસ્ફોટ થયો. ફૂટેજમાં એક શંકાસ્પદ વ્યક્તિ કારમાં બેઠો પણ જોવા મળ્યો છે.

શંકાસ્પદ વ્યક્તિની ઓળખ માટે તપાસ

પોલીસ આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે જેથી જાણી શકાય કે કારમાં કોણ પ્રવેશ્યું, કોણે પાર્ક કર્યું અને કોણ તેને પાછી લઈને ગયું. તેમજ તપાસ ચાલી રહી છે કે કાર કઈ રીતે લાલ કિલ્લા પાસે ફરી ગઇ, પ્રથમ પાર્કિંગમાં, અને પછી લાલ બતી નજીક.

તપાસની તાજી માહિતી

મંગળવારે સવારે (11 નવેમ્બર), FSL અને સુરક્ષા કર્મચારીઓની ટીમ વિસ્ફોટ સ્થળ પર હાજર રહી અને તપાસ ચાલુ છે. નજીકના ટોલ પ્લાઝા સહિત 100 થી વધુ સીસીટીવી ક્લિપ્સની તપાસ થઈ રહી છે. પોલીસે મોડી સાંજે કારના પૂર્વ માલિક મોહમ્મદ સલમાનને પૂછપરછ માટે અટકાયત કરી હતી. તપાસમાં ખુલ્યું કે તે દોઢ વર્ષ પહેલા કાર ઓખલામાં દેવેન્દ્ર નામના વ્યક્તિને વેચી હતી. બાદમાં તે અંબાલામાં બીજાને વેચવામાં આવી અને પછી કાર પુલવામાના તારિકના હવેળે પહોંચી. પોલીસ તમામ સંબંધી વ્યક્તિઓને શોધી રહી છે.

दिल्ली में धमाका करने वाले आतंकी उमर की पहली तस्वीर आई सामने

સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીની તપાસમાં ફરીદાબાદના આતંકવાદી નેટવર્ક સાથે સંબંધોની શક્યતા ઊભી થઈ છે. ગુપ્તચર એજન્સીઓને શંકા છે કે જમ્મુ-કાશ્મીરના ડૉ. ઉમર મોહમ્મદ I-20 કારમાં સવાર હતા.

દિલ્હી બ્લાસ્ટમાં 8 લોકોના મોતની પુષ્ટિ ઇજાગ્રસ્ત લોકોના નામ પણ આવ્યા સામે, જુઓ આખું List

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">