દિલ્હી બ્લાસ્ટમાં 8 લોકોના મોતની પુષ્ટિ ઇજાગ્રસ્ત લોકોના નામ પણ આવ્યા સામે, જુઓ આખું List
દિલ્લીના લાલ કિલ્લા પાસે થયેલા કાર બ્લાસ્ટમાં 8 લોકોનાં મોત અને 30 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનામાં મૃતક અને ઇજાગ્રસ્ત વ્યક્તિઓના નામે સામે આવ્યા છે.

દિલ્લીના લાલ કિલ્લા નજીક થયેલા કાર બ્લાસ્ટે આખા દેશને હચમચાવી દીધો છે. મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે પાર્ક કરેલી હ્યુન્ડાઇ i20 કારમાં અચાનક વિસ્ફોટ થયો હતો. આ ધડાકામાં આસપાસ ઉભેલી આઠ જેટલી કારો નુકસાનગ્રસ્ત થઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, આ દુર્ઘટનામાં 8 લોકોનાં મોત થયા છે અને આશરે 30 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, પોલીસ અને એનએસજીની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વ્યક્તિગત રીતે ઘટના સ્થળની મુલાકાત લીધી અને ઘાયલ લોકોની મુલાકાત માટે હોસ્પિટલ પહોંચ્યા. બ્લાસ્ટ બાદ દિલ્હી પોલીસ કમિશનરે સમગ્ર શહેરમાં હાઈ એલર્ટ જાહેર કર્યો છે. સાથે જ NIA અને NSGની ટીમોએ તપાસ હાથ ધરી છે. ફોરેન્સિક ટીમ દ્વારા પણ કારના અવશેષો અને આસપાસના વિસ્તારોમાંથી સેમ્પલ એકત્રિત કરવામાં આવી રહ્યા છે.
સૂત્રો મુજબ, ચાલતી કારમાં બ્લાસ્ટ થયો હતો અને વિસ્ફોટ કારના પાછળના ભાગમાં થયો હતો. આશ્ચર્યજનક બાબત એ છે કે ઘટનાસ્થળે કોઈ ખાડો પડ્યો નથી અને ઇજાગ્રસ્તોના શરીરમાં છરા કે તાર ઘુસેલા દેખાયા નથી. જેના કારણે તપાસ એ દિશામાં ચાલી રહી છે કે વિસ્ફોટ પેટ્રોલ કે ગેસની અસરથી થયો હતો કે પછી કોઈ અન્ય રસાયણિક પ્રતિક્રિયા હતી. પોલીસ ટીમે કાર ડ્રાઇવર નદીમ ખાનને અટકાયત કરી છે અને તેની પુછપરછ ચાલી રહી છે.
કારનાં પાર્ટ્સના આધારે વાહનનો રજીસ્ટ્રેશન નંબર ટ્રેસ કરવાનો પ્રયાસ શરૂ થયો છે. ફોરેન્સિક એક્સપર્ટ્સ સાથે મળીને સ્પેશિયલ સેલની ટીમ પણ પુરાવા એકત્રિત કરી રહી છે. ઘટનામાં મૃતકો અને ઘાયલોના નામ સામે આવ્યા છે, જેમાં દિલ્હીની સાથે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને હિમાચલના લોકોનો પણ સમાવેશ થાય છે.
દિલ્લીમાં બનેલી આ ભયાનક ઘટનાના પગલે ગુજરાત સહિતનાં અનેક રાજ્યોમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતના સરહદી જિલ્લાઓમાં પ્રવેશતા દરેક વાહનની ચકાસણી શરૂ કરવામાં આવી છે. બનાસકાંઠાથી લઈને વલસાડ સુધી પોલીસને એલર્ટ મોડમાં રાખવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં, ખાસ કરીને વલસાડ અને જૂનાગઢમાં, સુરક્ષા માટે વધારાની પેટ્રોલિંગ શરૂ થઈ છે. મોરબી, નવસારી અને અન્ય શહેરોમાં પણ વાહનોની વિગતવાર તપાસ ચાલી રહી છે જેથી કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ ન બને.
આ સમગ્ર ઘટના બાદ દિલ્હી સહિત સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓ સક્રિય બની ગઈ છે. તપાસ ચાલુ છે અને NIAની પ્રાથમિક રિપોર્ટ બાદ વિસ્ફોટનું સાચું કારણ બહાર આવશે તેવી શક્યતા છે.
આ ઘટનામાં મૃતકો અને ઇજાગ્રસ્ત વ્યક્તિઓના નામ સામે આવ્યા છે.
| ક્રમાંક | નામ | ઉંમર | MLC નંબર | નોંધ |
|---|---|---|---|---|
| 1 | શૈના પરવીન D/O મોહમદ સાઇફુલ્લાહ, રો/હાઉસ નં P-31, ખાવા બસ્તી, મિર્દફર્ડ રોડ, શાકુર કી નદી, દિલ્હી | 23 | 20250287131 | ઇજાગ્રસ્ત |
| 2 | હર્ષુલ S/O સંજય સેઠી, રો/ ગાડરપુર, ઉત્તરાખંડ | 28 | 20250287133 | ઇજાગ્રસ્ત |
| 3 | શિવા જયસવાલ S/O અજ્ઞાત, રો/ દેવારિયા, યુપી | 32 | 20250287135 | ઇજાગ્રસ્ત |
| 4 | સમીર S/O અજ્ઞાત, મંડાવલી, દિલ્હી | 26 | 20250287136 | ઇજાગ્રસ્ત |
| 5 | જોગીંદર S/O અજ્ઞાત, રો/ નંદ નગરી, દિલ્હી | 28 | 20250287137 | ઇજાગ્રસ્ત |
| 6 | ભવાન સહંકર શર્મા S/O અજ્ઞાત, રો/ સંગમ વિહાર, દિલ્હી | 30 | 20250287138 | ઇજાગ્રસ્ત |
| 7 | અજ્ઞાત | 35 | 20250287139 | મૃત્યુ પામેલ |
| 8 | ગીતા D/O શિવ પ્રસાદ, રો/ કૃષ્ણા વિહાર, દિલ્હી | 26 | 20250287140 | ઇજાગ્રસ્ત |
| 9 | વિનય પાઠક S/O રામકાંત પાઠક, રો/ અજયા નગર, દિલ્હી | 50 | 20250287141 | ઇજાગ્રસ્ત |
| 10 | પપ્પુ S/O દુધવીન રામ, રો/ આગરા યુપી | 53 | 20250287142 | ઇજાગ્રસ્ત |
| 11 | વિનોદ S/O વિશાલ સિંહ, રો/ બલજીત નગર, દિલ્હી | 55 | 20250287143 | ઇજાગ્રસ્ત |
| 12 | શિવમ S/O સંતોષ ઝા, રો/ ઉસ્માનપુર, દિલ્હી | 21 | 20250287145 | ઇજાગ્રસ્ત |
| 13 | અજ્ઞાત અમન | 26 | 20250287146 | ઇજાગ્રસ્ત |
| 14 | મોહદ સહનવાઝ S/O એલ. ટી. અહમદ ઇમામ, દરયાગંજ, દિલ્હી | 35 | 20250287149 | ઇજાગ્રસ્ત |
| 15 | અંકુશ શર્મા S/O સુધીર શર્મા, રો/ શાહદારા, દિલ્હી | 28 | 20250287150 | ઇજાગ્રસ્ત |
| 16 | અશોક કુમાર S/O જગદીશ સિંહ, રો/ હસનપુર, અમરોહા, યુપી | 34 | 20250287153 | મૃત્યુ પામેલ |
| 17 | અજ્ઞાત | 35 | 20250287156 | મૃત્યુ પામેલ |
| 18 | મોહદ ફારુખ S/O અબ્દુલ કાદિર, રો/ હાઉસ નં 2180, દરયાગંજ, દિલ્હી | 55 | 20250287157 | ઇજાગ્રસ્ત |
| 19 | તિલક રાજ S/O કિશન ચંદ, રો/ હમિર્પુર, હિમાચલ પ્રદેશ | 45 | 20250287158 | ઇજાગ્રસ્ત |
| 20 | અજ્ઞાત | 52 | 20250287159 | મૃત્યુ પામેલ |
| 21 | અજ્ઞાત | 58 | 20250287160 | મૃત્યુ પામેલ |
| 22 | અજ્ઞાત | 28 | 20250287161 | મૃત્યુ પામેલ |
| 23 | અજ્ઞાત | 30 | 20250287162 | મૃત્યુ પામેલ |
| 24 | મોહદ સફવાન S/O મોહદ ગુફરાન, રો/ ગલી નં 76, સીતારામ બજાર, દિલ્હી | 28 | 20250287163 | ઇજાગ્રસ્ત |
| 25 | અજ્ઞાત | 35 | 20250287164 | મૃત્યુ પામેલ |
| 26 | મોહદ દાવુદ S/O જાનુદ્દીન, રો/ આશોક વિહાર, યુપી | 33 | 20250287165 | ઇજાગ્રસ્ત |
| 27 | કિશોરીલાલ S/O મોહનલાલ, રો/ કાશ્મીરી ગેટ, દિલ્હી | 42 | 20250287167 | ઇજાગ્રસ્ત |
| 28 | આઝાદ S/O કાસિમદીન, રો/ કર્તાર નગર, દિલ્હી | 34 | 20250287168 | ઇજાગ્રસ્ત |
