Delhi Lockdown : દિલ્લીમાં કોરોના રોગને કાબુમાં લેવા, 31 મી મે સુધી લંબાવાયુ લોકડાઉન
Delhi Lockdown : રાજધાની દિલ્લીમાં કોરોનાના સંક્રમણનો દર ઘણો ઓછો થઇ ગયો છે. અહીં સંક્રમણનો દર 3 ટકાથી પણ નીચે આવ્યો છે. તેમ છતાં સીએમ અરવિંદ કેજરીવાલે લોકડાઉમાં કોઇ છૂટ આપી નથી. કેજરીવાલ સરકારે દિલ્લીમાં લગાવવામાં આવેલા લોકડાઉનની અવધિ ફરીએક વાર વધારી છે.

Delhi Lockdown : રાજધાની દિલ્લીમાં (Delhi) કોરોનાના સંક્રમણનો દર ઘણો ઓછો થઇ ગયો છે. અહીં સંક્રમણનો દર 3 ટકાથી પણ નીચે આવ્યો છે. તેમ છતાં સીએમ અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) કોઇ છૂટ આપી નથી. કેજરીવાલ સરકારે દિલ્લીમાં લગાવવામાં આવેલા લોકડાઉનની અવધિ ફરી એક વાર વધારી છે.
સીએમ અરવિંદ કેજરીવાલે રવિવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ કે દિલ્લીવાસીઓના અભિપ્રાય અનુસાર લોકડાઉન (Lockdown) એક અઠવાડિયા સુધી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકડાઉન સોમવાર (31 મે) સવારે પાંચ વાગ્યા સુધી રહેશે અને પહેલાની જેમ જ પ્રતિબંધો રહેશે.તેમણે આગળ કહ્યુ કે દિલ્લીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1600 દર્દીઓ નોંધાયા છે અને સંક્રમણનો દર માત્ર 2.5 ટકા થયો છે જે એક સમયે 36 ટકા પર પહોંચી ગયો હતો.
The positivity rate has come to 2.5% in Delhi. 1,600 new #COVID19 cases reported in Delhi in the last 24 hours: Delhi CM Arvind Kejriwal pic.twitter.com/pEsFMg5Qb6
— ANI (@ANI) May 23, 2021
કોરોના પર મેળવી રહ્યા છીએ કાબુ
સીએમ કેજરીવાલે આગળ જણાવ્યુ કે દેશમાં બીજી લહેર આવી ત્યારે સૌથી પહેલુ લોકડાઉન દેશમાં દિલ્લીમાં આપવામાં આવ્યુ હતુ. એક મહિનામાં દિલ્લીના લોકોની શિસ્તના કારણે કોરોનાની લહેર નબળી પડી રહી હોય તેમ લાગી રહ્યુ છે અને આપણે કોરોના પર કાબુ મેળવી રહ્યા છીએ. સૌ કોઇએ મળીને સમસ્યાને સમાપ્ત કરવામાં મોટી ભૂમિકા નિભાવી છે.
કેજરીવાલે આગળ કહ્યુ કે ડૉક્ટર્સ અને નર્સે 24 કલાક કામ કર્યુ છે. કેટલાય ડૉક્ટર શહિદ થયા ,આપણે તેમના ઋણી રહીશું. અમારા પ્રયત્નો છે કે એ શહિદોને 1 કરોડની રાશિ આપવામાં આવે અને તે અમે આપી રહ્યા છીએ. તેમણે આગળ જણાવ્યુ કે અમને આશા છે કે રસીની સમસ્યા જલ્દી પૂર્ણ થઇ જશે. સીએમ કેજરીવાલે આગળ જણાવ્યું કે ત્રીજી લહેર આવશે તો દિલ્લી સરકાર તેની પણ તૈયારી કરી રહી છે.
દિલ્લીમાં સંક્રમણનો દર ઘટ્યો
આપને જણાવી દઇએ કે દિલ્લીમાં 19 એપ્રિલ રાત્રિના 10 વાગ્યાથી લોકડાઉન ચાલુ છે. ત્યારથી લઇ અત્યાર સુધી લોકડાઉન પાંચ વાર વધારવામાં આવ્યુ છે.તેનો ફાયદો એ થયો કે સંક્રમણનો જે દર 36 ટકા સુધી પહોંચી ગયો હતો, તે હવે 3 ટકા જેટલો થઇ ગયો છે. પરંતુ સરકારનું માનવું છે કે જો તરત છૂટ આપી દેવામાં આવે તો ગડબડ થઇ શકે છે. એટલે સરકારે દિલ્લીમાં લોકડાઉનની અવધિ એક અઠવાડિયા સુધી વધારી દીધી છે.