વાયુ પ્રદૂષણ રોકવા દિલ્હીમાં કરાયેલુ ક્લાઉડ સીડિંગ નિષ્ફળ ગયું? વરસાદ પડ્યો જ નહીં, જાણો શું છે કારણ
છેલ્લા ઘણા સમયથી દિલ્હીમાં વાયુ પ્રદૂષણ વધતુ જ જઇ રહ્યુ છે. જેને રોકવા સરકારે દિલ્હીમાં ક્લાઉડ સીડિંગનો પ્રયાસ કર્યો, પરંતુ આ પ્રયાસ નિરર્થક સાબિત થયો. એક મીડિયા રિપોર્ટસમાં હવામાનશાસ્ત્રી ડૉ. અક્ષય દેવરસે આપેલી માહિતી અનુસાર હાલની હવામાન પરિસ્થિતિઓ અનુકૂળ નથી. તેમણે સમજાવ્યું કે કૃત્રિમ વરસાદ ફક્ત ત્યારે જ શક્ય છે જો વાદળોમાં પૂરતો ભેજ હોય . જેનો હાલમાં દિલ્હીમાં અભાવ છે.

છેલ્લા ઘણા સમયથી દિલ્હીમાં વાયુ પ્રદૂષણ વધતુ જ જઇ રહ્યુ છે. જેને રોકવા સરકારે દિલ્હીમાં ક્લાઉડ સીડિંગનો પ્રયાસ કર્યો, પરંતુ આ પ્રયાસ નિરર્થક સાબિત થયો. એક મીડિયા રિપોર્ટસમાં હવામાનશાસ્ત્રી ડૉ. અક્ષય દેવરસે આપેલી માહિતી અનુસાર હાલની હવામાન પરિસ્થિતિઓ અનુકૂળ નથી. તેમણે સમજાવ્યું કે કૃત્રિમ વરસાદ ફક્ત ત્યારે જ શક્ય છે જો વાદળોમાં પૂરતો ભેજ હોય . જેનો હાલમાં દિલ્હીમાં અભાવ છે.
હાલ દિલ્હી પ્રદૂષણના જાડા સ્તરથી ઢંકાયેલું છે, અને સરકાર કૃત્રિમ વરસાદને છેલ્લા ઉપાય તરીકે વિચારી રહી હતી. જોકે, હવામાનશાસ્ત્રીઓ કહે છે કે ક્લાઉડ સીડિંગ માટે આ સમય યોગ્ય નથી. યુનિવર્સિટી ઓફ રીડિંગ (યુકે) ના નેશનલ સેન્ટર ફોર એટમોસ્ફેરિક સાયન્સના સંશોધન વૈજ્ઞાનિક ડૉ. અક્ષય દેવરસ સમજાવે છે કે ક્લાઉડ સીડિંગ એ એક તકનીક છે જે પહેલાથી જ પૂરતા ભેજવાળા વાદળોમાંથી વરસાદ લાવે છે. તે સ્વચ્છ આકાશમાંથી વરસાદ લાવી શકતી નથી.
આ પ્રક્રિયામાં પહેલા સંભવિત વરસાદી વાદળોને ઓળખવાનો સમાવેશ થાય છે. પછી, સિલ્વર આયોડાઇડ, સોડિયમ ક્લોરાઇડ અથવા કેલ્શિયમ ક્લોરાઇડ જેવા રસાયણો વિમાનમાંથી વાદળોમાં છોડવામાં આવે છે, જેના કારણે પાણીની વરાળ નાના ટીપાંમાં ઘટ્ટ થાય છે અને વરસાદ બનાવે છે.
આ પ્રક્રિયા ક્યારે સફળ થાય છે?
ડૉ. દેવરસના મતે, ત્રણ પ્રકારના વાદળો પર ક્લાઉડ સીડીંગ કરી શકાય છે. જમીનની નજીકના ગરમ વાદળો, તોફાની વાદળોમાં વિકસી શકે તેવા ઊંડા વાદળો અને ઊંચાઈએ ઠંડા વાદળો. જો કે, તે ત્યારે જ અસરકારક છે જ્યારે વાતાવરણમાં પૂરતો ભેજ હોય.
કેટલું પ્રદૂષણ ઓછું થયું?
રિપોર્ટમાં ક્લાઉડ સીડીંગ પછી પ્રદૂષણના સ્તરમાં થોડો મર્યાદિત સુધારો નોંધવામાં આવ્યો હતો. પ્રથમ સીડીંગ પછી, PM2.5 માં 6-10% અને PM10 માં 14-21% નો ઘટાડો નોંધવામાં આવ્યો હતો. બીજા સીડીંગ પછી, PM2.5 માં 1-4% અને PM10 માં 14-15% નો ઘટાડો નોંધવામાં આવ્યો હતો. રિપોર્ટમાં જણાવાયું છે કે આ ઘટાડો વાસ્તવિક વરસાદને બદલે હવામાં ભેજ વધવાને કારણે કણોના સ્થિર થવાને કારણે થયો હતો.
હવાની ગુણવત્તામાં કેટલો સુધારો થયો?
અહેવાલમાં જણાવાયું છે કે, “ક્લાઉડ સીડિંગ પહેલાં, મયુર વિહાર, કરોલ બાગ અને બુરાડીમાં PM 2.5 નું સ્તર અનુક્રમે 221, 230 અને 229 હતું, જે પહેલા સીડિંગ પછી ઘટીને અનુક્રમે 207, 206 અને 203 થયું. તેવી જ રીતે, મયુર વિહાર, કરોલ બાગ અને બુરાડીમાં PM 10 નું સ્તર 207, 206 અને 209 હતું, જે ઘટીને અનુક્રમે 177, 163 અને 177 થયું.”
દેશ અને દુનિયાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
