Corona Vaccine: DCGIની શરતી મંજૂરી બાદ હવે બજારમાં વેચાશે Covishield અને Covaxin, કેટલી હશે કિંમત ?
કોરોના રસી Covaxin અને Covishield ને DCGIની મંજૂરી બાદ હવે લોકો હોસ્પિટલ અને ક્લિનિક્સમાંથી આપવામાં આવતી રસી ખરીદી શકશે, પરંતુ આ રસી મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ રહેશે નહીં.
ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ બે ભારતીય કોરોના રસીઓ(Corona vaccine), કોવિશિલ્ડ(Covishield) અને કોવેક્સીનના(Covaxin) બજારમાં વેચાણને મંજૂરી આપી છે. પરંતુ કેટલીક શરતો સાથે આ મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરી બાદ હવે લોકો હોસ્પિટલ અને ક્લિનિક્સમાંથી આપવામાં આવતી રસી ખરીદી શકશે, પરંતુ આ રસી મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ રહેશે નહીં. રસી કંપનીઓ દ્વારા દર 6 મહિને DCGI પાસે ડેટા જમા કરવામાં આવશે અને કોવિડ એપ પર પણ અપડેટ કરવામાં આવશે. ભારતના ડ્રગ રેગ્યુલેટરે ગુરુવારે અમુક શરતોને આધીન, પુખ્ત વસ્તીમાં ઉપયોગ માટે કોવિડ-19 રસીઓના નિયમિત વેચાણને મંજૂરી આપી હતી. આ મંજૂરી નવા ડ્રગ્સ એન્ડ ક્લિનિકલ ટ્રાયલ નિયમો, 2019 હેઠળ આપવામાં આવી છે.
આ શરતો સાથે મંજૂરી
શરતો હેઠળ, કંપનીઓએ ચાલુ ક્લિનિકલ ટ્રાયલ્સમાંથી ડેટા સબમિટ કરવો પડશે. રસીકરણ પછીની પ્રતિકૂળ અસરો પર નજર રાખવામાં આવશે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) ની કોવિડ-19 પર વિષય નિષ્ણાત સમિતિ (SEC) એ 19 જાન્યુઆરીએ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) કોવિશિલ્ડ અને ઈન્ડિયા બાયોટેકની કોવેક્સિન સાથે પરામર્શ હાથ ધર્યો હતો. અમુક શરતો સાથે નિયમિત માર્કેટિંગ મંજૂરી માટે ભલામણ કરવામાં આવી હતી.ત્યારબાદ, ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ આ મંજૂરી આપી હતી.
કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ આપી માહિતી
The @CDSCO_INDIA_INF has now upgraded the permission for COVAXIN and Covishield from restricted use in emergency situations to normal new drug permission in the adult population with certain conditions.
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) January 27, 2022
રસીની કિંમત
સૂત્રોએ જણાવ્યું આ બંને રસીની કિંમત 275 રૂપિયા પ્રતિ ડોઝ અને 150 રૂપિયાના વધારાના સર્વિસ ચાર્જ સાથે હોઈ શકે છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીને(National Pharmaceutical Pricing Authority) પોસાય તેવા દરે રસી ઉપલબ્ધ કરાવવા માટેનું કામ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. હાલમાં ખાનગી હોસ્પિટલોમાં કોવેક્સિનની કિંમત પ્રતિ ડોઝ 1200 રૂપિયા રાખવામાં આવી છે અને કોવિશિલ્ડની કિંમત પ્રતિ ડોઝ 780 રૂપિયા છે. આ કિંમતોમાં 150 રૂપિયાનો સર્વિસ ચાર્જ સામેલ છે. પહેલા આ બંને રસીને દેશમાં માત્ર ઈમરજન્સી મંજૂરી મળી છે. પરંતુ હવે તે બજારથી ખરીદીને પણ લઈ શકાતી શકાશે.
આ પણ વાંચો:
Coronavirus: Delhi માં વીકએન્ડ કર્ફ્યુ ખતમ, નાઇટ કર્ફ્યુ યથાવત રહેશે, રેસ્ટોરન્ટ-બારને 50 ટકા ક્ષમતા સાથે મંજૂરી
આ પણ વાંચો: