Covishield અને Covaxinને ટૂંક સમયમાં બજારમાં લાવવાની મળી શકે છે મંજૂરી, જાણો કેટલી હશે કિંમત?
હાલમાં ખાનગી હોસ્પિટલોમાં કોવેક્સિનની કિંમત પ્રતિ ડોઝ 1200 રૂપિયા રાખવામાં આવી છે અને કોવિશિલ્ડની કિંમત પ્રતિ ડોઝ 780 રૂપિયા છે. આ કિંમતોમાં 150 રૂપિયાનો સર્વિસ ચાર્જ સામેલ છે.
કોરોનાથી( Coronavirus) બચવાનો એકમાત્ર અસરકારક રસ્તો રસી છે. બે રસી ઉત્પાદકો સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) અને ભારત બાયોટેક (Bharat Biotech) ટૂંક સમયમાં જ ભારતના ડ્રગ રેગ્યુલેટર- ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (Drugs Controller General of India-DCGI) પાસેથી તેમની પોતાની રસી બજારમાં લોન્ચ કરવા માટે મંજૂરી મળી શકે છે. તે જ સમયે, સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, દેશમાં કોવિશિલ્ડ(Covishield) અને કોવેક્સિનની(Covaxin) કોવિડ-19 રસી ટૂંક સમયમાં બજારમાં આવવાની સંભાવના છે.
સૂત્રોએ જણાવ્યું કે આ રસીઓ ટૂંક સમયમાં નિયમિત બજારમાં વેચાણ માટે ડ્રગ રેગ્યુલેટર પાસેથી મંજૂરી મેળવી શકે છે. આની કિંમત 275 રૂપિયા પ્રતિ ડોઝ અને 150 રૂપિયાના વધારાના સર્વિસ ચાર્જ સાથે હોઈ શકે છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીને(National Pharmaceutical Pricing Authority) પોસાય તેવા દરે રસી ઉપલબ્ધ કરાવવા માટેનું કામ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
The price of Covishield and Covaxin, which are expected to soon get regular market approval from DCGI, is likely to be capped at Rs 275 per dose plus an additional service charge of Rs 150, official sources said
— Press Trust of India (@PTI_News) January 26, 2022
હાલમાં ખાનગી હોસ્પિટલોમાં કોવેક્સિનની કિંમત પ્રતિ ડોઝ 1200 રૂપિયા રાખવામાં આવી છે અને કોવિશિલ્ડની કિંમત પ્રતિ ડોઝ 780 રૂપિયા છે. આ કિંમતોમાં 150 રૂપિયાનો સર્વિસ ચાર્જ સામેલ છે. આ બંને રસીને દેશમાં માત્ર ઈમરજન્સી મંજૂરી મળી છે. આ રસી બજારથી ખરીદીને લઈ શકાતી નથી અને માત્ર હોસ્પિટલો અને નિયુક્ત રસીકરણ કેન્દ્રો જ આ રસીઓ મેળવી શકે છે. નોંધનીય છે કે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનની(CDSCO) કોવિડ-19 પર વિષય નિષ્ણાત સમિતિએ 19 જાન્યુઆરીના રોજ કોવિશિલ્ડ અને કોવેક્સિનને અમુક શરતો સાથે પુખ્ત વયના લોકો માટે નિયમિતપણે બજારમાં વેચવાની મંજૂરી આપવા ભલામણ કરી હતી.
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના ડિરેક્ટર (સરકારી અને રેગ્યુલેટરી અફેર્સ) પ્રકાશ કુમાર સિંહે 25 ઑક્ટોબરના રોજ ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાને કોવિડશિલ્ડ રસીના નિયમિત બજારમાં લૉન્ચિંગ માટે મંજૂરી માંગતી અરજી સબમિટ કરી હતી. તે જ સમયે, થોડા અઠવાડિયા પહેલા, ભારત બાયોટેકના ફૂલ ટાઈમ નિર્દેશક વી ક્રિષ્ના મોહને કોવેક્સિનને નિયમિત બજારમાં લોન્ચ કરવા માટે પ્રી-ક્લિનિકલ અને ક્લિનિકલ ડેટા સાથે રસાયણ, ફોર્મ્યુલેશન અને નિયંત્રણ પર સંપૂર્ણ માહિતી રજૂ કરી હતી. ગયા વર્ષે 3 જાન્યુઆરીએ દેશમાં ઇમરજન્સી ઉપયોગ માટે કોવિડ-19 વિરોધી રસીઓ કોવેક્સિન અને કોવિશિલ્ડને મંજૂરી આપવામાં આવી હતી.
આ પણ વાંચો:
James Poster: Puneeth Rajkumarની છેલ્લી ફિલ્મ ‘જેમ્સ’નું પોસ્ટર રિલીઝ, સૈનિકના દમદાર રૂપમાં જોવા મળ્યો અભિનેતા
આ પણ વાંચો: