UP Election 2022: કેન્દ્રીય ગૃહ પ્રધાન Amit Shah આજે Mathura માં, પ્રબુદ્ધ નાગરિકો સાથે કરશે ચૂંટણીલક્ષી ચર્ચા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભાજપના કાર્યકરોને મળ્યા અને ત્યારબાદ ઠાકુર બાંકે બિહારી મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા. ઠાકુર બાંકે બિહારી મંદિર મંદિર પહોંચતા પહેલા, આરોગ્ય વિભાગ દ્વારા તમામ પૂજારીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી (Uttar Pradesh Assembly Election 2022) જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ તમામ રાજકીય પક્ષો કમર કસી રહ્યા છે. તેને જોતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ગુરુવારે સવારે મથુરા (Mathura) જિલ્લામાં તીર્થધામ વૃંદાવન પહોંચ્યા. તેમણે વૃંદાવનના બાંકે બિહારી મંદિરની મુલાકાત લીધી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વૃંદાવન હેલિપેડથી બહાર આવ્યા બાદ બીજેપી (BJP) કાર્યકર્તાઓને મળ્યા. હેલીપેડ પર ગૃહપ્રધાન તેમના નિર્ધારિત સમય કરતા લગભગ 30 મિનિટ મોડા પહોંચ્યા અને ત્યારબાદ ઠાકુર બાંકે બિહારી મંદિરમાં દર્શન કરવા માટે નીકળ્યા. ઠાકુર બાંકે બિહારી મંદિર મંદિર પહોંચતા પહેલા, આરોગ્ય વિભાગ દ્વારા મંદિરના તમામ પૂજારીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
મંદિર પહોંચ્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઠાકુર બાંકે બિહારીની પૂજા કરી અને તેમના આશીર્વાદ લીધા. સાથે જ ગોસ્વામી સેવાયતે તેમનું દુપટ્ટો અને માળા પહેરાવી સ્વાગત કર્યું હતું. આ સાથે મંદિરમાંથી બહાર નીકળ્યા બાદ કેન્દ્રીય મંત્રી અમિત શાહ ઠાકુર બાંકે બિહારી મંદિરના ગેટ નંબર એક પર થોડીવાર ઊભા રહ્યા હતા અને રસ્તામાં લોકો સાથે વાત કરતા કરતા ચાલી રહ્યા હતા.
भगवान श्री कृष्ण की भूमि वृंदावन धाम के सुप्रसिद्ध श्री बांके बिहारी जी मंदिर में ठाकुरजी के दर्शन कर पूजा अर्चना करने का सौभाग्य प्राप्त हुआ।
मथुरा-वृंदावन की पवित्र धरा भारतीय संस्कृति व सभ्यता की दिव्य प्रतीक है। श्री ठाकुर जी सभी पर अपनी कृपा बनाएं रखें। जय श्री कृष्ण! pic.twitter.com/DmxD6PL2id
— Amit Shah (@AmitShah) January 27, 2022
શાહ ડોક્ટરો, વકીલો અને શિક્ષકો સાથે વાત કરશે
મથુરાના ઠાકુર બાંકે બિહારી મંદિરના દર્શન કર્યા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી શિરડી બાબા વિદ્યા મંદિર પહોંચશે. જ્યાં તેઓ મતદારો સાથે સંવાદ કરશે અને સંતો સાથે મુલાકાત પણ કરશે. આ પછી તેઓ પાર્ટીના પદાધિકારીઓ સાથે બેઠક પણ કરશે. જો કે શાહ કેન્દ્રીય મંત્રી બન્યા બાદ પ્રથમ વખત મથુરા આવ્યા છે, શાહ મથુરામાં 330 પ્રબુદ્ધ લોકો સાથે પણ વાતચીત કરશે. તેમને મળવા માટે 330 લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં 49 ડોક્ટર્સ, 85 બિઝનેસમેન અને 65 શિક્ષકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વકીલો પણ શાહ સાથે વાતચીત કરશે.
જિલ્લા વહીવટીતંત્ર સુરક્ષા વ્યવસ્થામાં વ્યસ્ત
દેશના ગૃહમંત્રી અમિત શાહના સુરક્ષા પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને સ્થાનિક જિલ્લા પ્રશાસને સુરક્ષા તૈયારીઓ શરૂ કરી દીધી છે. તે જ સમયે, ગૃહ પ્રધાનના આગમનની માહિતી મળ્યા બાદ, વહીવટીતંત્રે ઝડપથી કામ કરવાનું શરૂ કરી દીધું છે. સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર પોતે પોલીસ સુરક્ષા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરી રહ્યું છે.
આ પણ વાંચો:
UP Election: જયંત ચૌધરીએ થોડા કલાકોમાં જ અમિત શાહની ઓફર ફગાવી દીધી, સમજો પશ્ચિમ યુપીમાં ભાજપ માટે જાટ વોટ કેમ મહત્વપૂર્ણ છે?
આ પણ વાંચો: