દેશમાં કોરોનાના કેસની સંખ્યા ઘટી, 24 કલાકમાં નોંધાયા 31,382 નવા કેસ, 318 દર્દીના મોત

આરોગ્ય મંત્રાલયે (Health Ministry) કહ્યું કે અત્યાર સુધીમાં દેશમાં 84,15,18,026 કોરોના રસી આપવામાં આવી છે. ગઈકાલ સુધી કુલ 55,99,32,709 કોરોનાના નમુનાની ચકાસણી કરવામાં આવી છે.

દેશમાં કોરોનાના કેસની સંખ્યા ઘટી, 24 કલાકમાં નોંધાયા 31,382 નવા કેસ, 318 દર્દીના મોત
Corana test (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2021 | 12:04 PM

દેશભરમાં કોરોના વાયરસના (Corona Virus) 31,382 નવા કેસ નોંધાયા છે, આ સાથે દેશમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા વધીને 3,35,94,803 થઈ ગઈ છે. જ્યારે આ સમયગાળા દરમિયાન, કોરોનાના 318 દર્દીઓના મૃત્યુ થયા છે. જેના કારણે દેશમાં કોરોનાના સંક્રમણથી કુલ મૃત્યુઆંક 4,46,368 પર પહોંચી ગયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે (Health Ministry) કહ્યું છે કે દેશમાં કોરોના વાયરસના સક્રિય દર્દીઓ હવે ઘટીને 3,00,162 લાખ પર આવી ગયા છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ જણાવ્યું કે, ભારતમાં ગઇકાલે કોરોના વાયરસ માટે 15,65,696 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, ગઇકાલ સુધી કુલ 55,99,32,709 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આરોગ્ય મંત્રાલયે (Health Ministry) જાહેર કરેલી માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 32,542 લોકોએ કોરોનાને હરાવ્યો છે. તેની સાથે જ કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા 3,28,48,273 થઈ ગઈ છે. તો બીજીબાજુ કોરોનાના એકટીવ કેસની (Active case) સંખ્યા હાલ 3,00,162 થઈ છે.

કેરળમાં (Kerala) 19,682 કોરોના કેસ નોંધાયા હતા અને 152 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા હતા. કેરળ રાજ્યમાં દરરોજ 15 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.

પાઇપલાઇનમાં 86 લાખ કોરોના ડોઝ છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધીમાં 81.39 કરોડથી વધુ કોરોના રસીના ડોઝ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આપવામાં આવી છે. લગભગ 86 લાખ ડોઝ પાઇપલાઇનમાં છે. 4.23 કરોડથી વધુ કોરોના રસીના ડોઝ હજુ પણ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે ઉપલબ્ધ છે. આરોગ્ય મંત્રાલયે (Health Ministry) કહ્યું કે અત્યાર સુધીમાં દેશમાં 84,15,18,026 કોરોના રસી આપવામાં આવી છે. ગઈકાલ સુધી કુલ 55,99,32,709 કોરોનાના નમુનાની ચકાસણી કરવામાં આવી છે.

કોરોના સંબંધિત ડેટા પર એક નજર કુલ કેસ: 3,35,94,803

એક્ટિવ કેસ: 3,00,162

સાજા થયેલા દર્દી: 3,28,48,273

કુલ મૃત્યુ: 4,46,368

કુલ રસીકરણ: 84,15,18,026

આ પણ વાંચોઃ T20 World Cup: 24 વર્ષ બાદ 24 તારીખે ભારતને વિશ્વકપ જીતાડ્યો હતો, તેના કેટલાક ‘હિરો’ ચમક દમકની દુનિયાથી દૂર થઇ ચાલ્યા ગયા છે

આ પણ વાંચોઃ IPL 2021, Points Table: મુંબઇને હરાવતા જ સિઝનમાં કલકત્તાનુ નસીબ ચમકવા લાગ્યુ, MI ની હાલત કંગાળ, જુઓ પોઇન્ટ ટેબલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">