AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021, Points Table: મુંબઇને હરાવતા જ સિઝનમાં કલકત્તાનુ નસીબ ચમકવા લાગ્યુ, MI ની હાલત કંગાળ, જુઓ પોઇન્ટ ટેબલ

IPL 2021 ના ​​પ્રથમ તબક્કામાં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. જોકે, બીજા તબક્કામાં દરેક મેચ બાદ પોઈન્ટ ટેબલ (Points Table) બદલાતા રહે છે.

IPL 2021, Points Table: મુંબઇને હરાવતા જ સિઝનમાં કલકત્તાનુ નસીબ ચમકવા લાગ્યુ, MI ની હાલત કંગાળ, જુઓ પોઇન્ટ ટેબલ
Kolkata Knight Riders
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2021 | 11:34 AM
Share

IPL 2021 ના ​​બીજા તબક્કામાં બુધવારે મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) નો સામનો કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) સાથે થયો હતો. આ મેચ પહેલા મુંબઈ ઈન્ડીયન્સ 8 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલ (Points Table) માં ચોથા નંબરે હતું. જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સ છઠ્ઠા સ્થાને હતું. લીગની આ 34 મી મેચ બાદ પોઈન્ટ ટેબલમાં પણ ફેરફાર થયો છે. કોલકાતાએ મુંબઈને હરાવ્યું અને એ સાથે જ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગયા છે.

હવે તેમની પાસે નવ મેચમાં ચાર જીત, પાંચ હાર સાથે આઠ પોઇન્ટ છે. તે જ સમયે, મુંબઈ છઠ્ઠા સ્થાને આવી ગયું છે, નવ મેચમાં તેણે ચાર જીતી અને પાંચ હારી છે. આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) અને ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) વચ્ચે ટક્કર જામનારી છે. જે બંને બીજા અને ત્રીજા સ્થાને છે.

IPL ની દરેક સીઝનમાં પોઈન્ટ ટેબલ મહત્વની ભૂમિકા ભજવે છે. લીગનો પ્રથમ રાઉન્ડ સંપૂર્ણપણે પોઈન્ટ ટેબલ પર આધાર રાખે છે. આ પોઈન્ટ ટેબલ નક્કી કરે છે કે પ્લેઓફમાં પહોંચનારી ટોચની ચાર ટીમો કઈ હશે. લીગ રાઉન્ડના અંતે, પોઇન્ટ ટેબલમાં ટોચની ચારમાં સ્થાન મેળવનાર ચાર ટીમો આગામી રાઉન્ડમાં પહોંચે છે. પ્રથમ બે સ્થાન ધરાવતી ટીમો વચ્ચે ક્વોલિફાયર રમાય છે, જેનો વિજેતા સીધો ફાઇનલમાં જાય છે. હારી ગયેલી ટીમને બીજી તક મળે છે જ્યારે તે ત્રીજા અને ચોથા સ્થાને રહેલી ટીમો વચ્ચેની મેચના વિજેતાનો સામનો કરે છે.

34 મી મેચ બાદ પોઈન્ટ ટેબલની આ સ્થિતિ છે

IPL 2021 ના ​​પ્રથમ તબક્કામાં સૌથી સફળ ટીમ દિલ્હી કેપિટલ્સ હતી. જેણે તેની આઠમાંથી 6 મેચ જીતી અને પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહી છે. જોકે, બીજા તબક્કામાં તેને ચેન્નાઈ સુપર કિંગ્સ અને RCB તરફથી ટક્કર મળી રહી છે. અંતિમ વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડીયન્સ માટે આ વખતે સ્થિતિ સારી નથી.

આવી છે પોઇન્ટ ટેબલની સ્થિતી

1) દિલ્હી કેપિટલ્સ: 9 મેચ, 7 જીત, 2 હાર, 14 અંક

2) ચેન્નઈ સુપર કિંગ્સ: 8 મેચ, 6 જીત, 2 હાર, 12 પોઈન્ટ

3) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: 8 મેચ, 5 જીત, 3 હાર, 10 પોઇન્ટ

4) કોલકાતા નાઈટ રાઈડર્સ: 9 મેચ, 4 જીત, 5 હાર, 8 પોઈન્ટ

5) રાજસ્થાન રોયલ્સ: 8 મેચ, 4 જીત, 4 હાર, 8 પોઇન્ટ

6) મુંબઈ ઇન્ડિયન્સ: 9 મેચ, 4 જીત, 5 હાર, 8 પોઇન્ટ

7) પંજાબ કિંગ્સ: 9 મેચ, 3 જીત, 6 હાર, 6 પોઇન્ટ

8) સનરાઇઝર્સ હૈદરાબાદ: 8 મેચ, 1 જીત, 7 હાર, 2 પોઇન્ટ

આ પણ વાંચોઃ IPL 2021, Purple Cap: ટૂર્નામેન્ટની 34 મેચ બાદ પણ RCB નો હર્ષલ પટેલ સૌથી વધુ વિકેટ મેળવવામાં અવ્વલ

આ પણ વાંચોઃ IPL 2021: આ પાંચ ખેલાડીઓએ લગાવ્યા છે આઇપીએલના સૌથી લાંબા છગ્ગા, આ એક સિક્સરનો હજુ સુધી નથી તુટી શક્યો રેકોર્ડ

g clip-path="url(#clip0_868_265)">