AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia: રશિયન ક્રૂડ ઓઈલને લઈને ભારત અને ચીન વચ્ચે વધી સ્પર્ધા, જાણો ભારત કેટલી કિંમતે ખરીદી રહ્યું છે તેલ

વધતી માંગને કારણે રશિયન ક્રૂડ ઓઈલના ભાવ પણ વધીને બેરલ દીઠ 60 ડોલરથી વધુ થઈ ગયું છે. રશિયન તેલ ખરીદવા માટે ભારતીય અને ચીનની કંપનીઓ વચ્ચે ચાલી રહેલી સ્પર્ધાએ પણ ડિસ્કાઉન્ટમાં ઘટાડો કર્યો છે.

Russia: રશિયન ક્રૂડ ઓઈલને લઈને ભારત અને ચીન વચ્ચે વધી સ્પર્ધા, જાણો ભારત કેટલી કિંમતે ખરીદી રહ્યું છે તેલ
Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2023 | 12:41 PM
Share

રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઈલ ખરીદવા માટે ભારતીય રિફાઈનરી કંપનીઓ અને ચીનની કંપનીઓ વચ્ચે જોરદાર સ્પર્ધા ચાલી રહી છે. બંને દેશોની કંપનીઓ વચ્ચે ચાલી રહેલી સ્પર્ધા વચ્ચે રશિયાએ પણ ક્રૂડ ઓઈલની નિકાસમાં ઘટાડો કર્યો છે, જેના કારણે રશિયન ક્રૂડ ઓઈલના ભાવમાં પણ વધારો થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચીન માર્ચ મહિનામાં રશિયા પાસેથી રેકોર્ડ માત્રામાં ક્રૂડ ઓઈલ આયાત કરવા જઈ રહ્યું છે. એપ્રિલ મહિનામાં ભારતીય રિફાઇનરી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને નયારા એનર્જીએ રશિયા પાસેથી 33 ESPO ક્રૂડ કાર્ગોમાંથી પાંચ ખરીદ્યા છે.

આ પણ વાચો: Rahul Gandhi : ચીન અપનાવી શકે છે રશિયાનો સિદ્ધાંત, રાહુલે ભારતની તુલના યુક્રેન યુદ્ધ સાથે કરી

ભારતીય કંપનીઓએ માર્ચ મહિનામાં માત્ર એક જ કાર્ગો ખરીદ્યો હતો, જે એપ્રિલમાં વધીને પાંચ થઈ ગયો છે. અને નવેમ્બર 2022 માં, ભારતીય કંપનીઓએ રશિયન ક્રૂડ તેલના ત્રણ કાર્ગો ખરીદ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય કંપનીઓએ દુબઈથી આયાત કરાયેલા ક્રૂડ ઓઈલ કરતા પાંચ ડોલર પ્રતિ બેરલ ઓછા દરે એપ્રિલમાં ડિલિવરી કરવા માટેનું ક્રૂડ ઓઈલ ખરીદ્યું છે. સામાન્ય રીતે ભારતીય રિફાઈનરીઓ રશિયા પાસેથી ડિલિવરીના આધારે ક્રૂડ ઓઈલ ખરીદતી હોય છે અને આ અંતર્ગત ઓઈલ વેચનાર દેશે ઓઈલ ઈન્સ્યોરન્સ, કાર્ગો અને શિપિંગની વ્યવસ્થા કરવાની હોય છે.

એપ્રિલમાં ઘટીને $6.80 પ્રતિ બેરલ થઈ ગયું

વધતી માંગને કારણે રશિયન ક્રૂડ ઓઈલના ભાવ પણ વધીને બેરલ દીઠ $60થી વધુ થઈ ગયા છે. રશિયન તેલ ખરીદવા માટે ભારતીય અને ચીનની કંપનીઓ વચ્ચે ચાલી રહેલી સ્પર્ધાએ પણ ડિસ્કાઉન્ટમાં ઘટાડો કર્યો છે. જ્યારે માર્ચમાં ડિસ્કાઉન્ટ $8.50 પ્રતિ બેરલ હતું, તે એપ્રિલમાં ઘટીને $6.80 પ્રતિ બેરલ થઈ ગયું છે.

ભારતે લગભગ 20 મિલિયન ટન ક્રૂડ ઓઇલની આયાત કરી

મહત્વનું છે કે યુક્રેન યુદ્ધના કારણે પશ્ચિમી દેશોએ રશિયા પર કડક પ્રતિબંધો લગાવ્યા છે. આ કારણે રશિયા તેનું ક્રૂડ ઓઈલ ડિસ્કાઉન્ટ રેટ પર વેચી રહ્યું છે. આનો ફાયદો ઉઠાવીને ભારત અને ચીને રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની આયાત અનેક ગણી વધારી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વર્ષે ફેબ્રુઆરી સુધી ભારતે રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઈલ ખરીદીને લગભગ 35 હજાર કરોડ રૂપિયા બચાવ્યા છે.

પાછલા નાણાકીય વર્ષમાં, રશિયાથી ભારતની ક્રૂડ ઓઈલની આયાત કુલ આયાતના માત્ર બે ટકા હતી, જે નાણાકીય વર્ષ 2023ના પ્રથમ છ મહિનામાં વધીને 16 ટકા થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન, ભારતે લગભગ 20 મિલિયન ટન ક્રૂડ ઓઇલની આયાત કરી હતી, જેમાંથી લગભગ 3.2 મિલિયન ટન ક્રૂડ ઓઇલ રશિયામાંથી આયાત કરવામાં આવ્યું હતું.

ઓગસ્ટમાં માત્ર $6 પ્રતિ બેરલ પર આવી ગયું

ગયા વર્ષે મે મહિનામાં ભારતે રશિયા પાસેથી પ્રતિ બેરલ 16 ડોલરના ડિસ્કાઉન્ટ પર તેલ ખરીદ્યું હતું, જે જૂનમાં ઘટીને 14 ડોલર પ્રતિ બેરલના ડિસ્કાઉન્ટ પર આવી ગયું હતું. જુલાઈમાં તે ઘટીને $12 અને ઓગસ્ટમાં માત્ર $6 પ્રતિ બેરલ પર આવી ગયું છે.

g clip-path="url(#clip0_868_265)">