AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Gandhi : ચીન અપનાવી શકે છે રશિયાનો સિદ્ધાંત, રાહુલે ભારતની તુલના યુક્રેન યુદ્ધ સાથે કરી

લંડનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ચીન નથી ઈચ્છતું કે અમે અમેરિકા સાથે સંબંધો સારા રાખીયે. અમેરિકા અમને ધમકી આપી રહ્યા છે કે જો તમે સંબંધ ચાલુ રાખશો તો અમે કાર્યવાહી કરીશું.

Rahul Gandhi : ચીન અપનાવી શકે છે રશિયાનો સિદ્ધાંત, રાહુલે ભારતની તુલના યુક્રેન યુદ્ધ સાથે કરી
Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 07, 2023 | 9:22 AM
Share

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આ દિવસોમાં યુકેના પ્રવાસે છે. તેમણે લંડનમાં હાઉસ ઓફ પાર્લામેન્ટના પરિસરમાં બ્રિટિશ સાંસદોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ યુક્રેન યુદ્ધને ભારત-ચીન સાથે જોડીને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું, રશિયાએ યુક્રેનને કહ્યું છે કે, અમે યુરોપ અને અમેરિકા સાથે તમારા સંબંધોને સ્વીકારતા નથી. જો તમે આ સંબંધ નહીં બદલો તો અમે તમારી પ્રાદેશિક અખંડિતતાને પડકારીશું.

આ પણ વાચો: રાહુલ ગાંધીએ બ્રિટિશ સાંસદોને કહ્યું- અમારી સંસદમાં વિપક્ષના માઈક બંધ કરી દેવાયા છે

લંડનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, મને લાગે છે કે મારા દેશની સરહદો પર આવું જ થઈ રહ્યું છે. ચીન નથી ઈચ્છતું કે અમે અમેરિકા સાથે સંબંધો રાખીએ. તે અમને ધમકી આપી રહ્યું છે કે જો તમે સંબંધ રાખશો તો અમે પગલાં લઈશું. એટલા માટે લદ્દાખ, અરુણાચલ પ્રદેશમાં સેના તૈનાત છે.

ભારતની એક ઇંચ જમીન પણ લેવામાં આવી રહી નથી

તેમણે કહ્યું કે મારા મતે લદ્દાખ અને અરુણાચલ પ્રદેશમાં સૈનિકોની પાછળનો મૂળ વિચાર એ જ છે જે યુક્રેનમાં થઈ રહ્યો છે. મેં આનો ઉલ્લેખ વિદેશ મંત્રી (ડૉ. એસ. જયશંકર)ને કર્યો હતો, પરંતુ તેઓ મારી સાથે સંપૂર્ણપણે અસંમત છે અને માને છે કે આ એક હાસ્યાસ્પદ વિચાર છે. રાહુલ ગાંધીએ કહ્યું કે અમે 2000 ચોરસ કિલોમીટર વિસ્તાર પર બેઠા છીએ. અમારા પીએમએ વિપક્ષી નેતાઓ સાથેની બેઠકમાં કહ્યું કે, ભારતની એક ઇંચ પણ જમીન લેવામાં આવી રહી નથી. સેના આ વાત જાણે છે પણ આપણા વડાપ્રધાન કહે છે કે તેઓ ત્યાં નથી. તે તેમને પ્રોત્સાહિત કરે છે.

નફરત અને હિંસાની વિચારધારા

ભાજપનો ઉલ્લેખ કરતા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યું કે, તેઓ (ભાજપ) નફરત અને હિંસાની વિચારધારા ધરાવે છે, જે એક અભદ્ર વિચારધારા છે જે લોકો પર તેમના વિચારો માટે હુમલો કરે છે. તમે નોંધ્યું હશે કે, આ ભાજપ અને આરએસએસ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)ના સ્વભાવમાં છે.

આપણે તેની સાથે કેવી રીતે લડી શકીએ?

જ્યારે રાહુલ (52)એ એક ઇન્ટરવ્યુ દરમિયાન જયશંકર દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જો તમે વિદેશ પ્રધાનના નિવેદન પર ધ્યાન આપ્યું હોત, તો તમે જોયું હોત કે તેમણે કહ્યું હતું કે, ચીન અમારા કરતા વધુ શક્તિશાળી છે. એ જાણીણે કે ચીન આપણા (ભારત) કરતાં વધુ શક્તિશાળી છે, આપણે તેની સાથે કેવી રીતે લડી શકીએ? આ વિચારધારાના કેન્દ્રમાં કાયરતા છે.

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">