Assam and Meghalaya Dispute: 50 વર્ષ બાદ મામલો થાળે પડવાની શક્યતા, બંને રાજ્યના મુખ્યપ્રધાન અમિત શાહ સાથે કરશે બેઠક

મેઘાલય અને આસામ વચ્ચે વર્ષોથી સીમા વિવાદ ચાલી રહ્યો છે. આ સમસ્યાના ઉકેલ માટે બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક કરશે.

Assam and Meghalaya Dispute: 50 વર્ષ બાદ મામલો થાળે પડવાની શક્યતા, બંને રાજ્યના મુખ્યપ્રધાન અમિત શાહ સાથે કરશે બેઠક
Assam and Meghalaya Border Dispute (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2022 | 4:12 PM

Assam and Meghalaya Border Dispute: મેઘાલયના મુખ્ય પ્રધાન કોનરાડ સંગમા (CM Conrad K Sangma) અને આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમા (Himanta Biswa Sarma) ગુરુવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને (Amit Shah) મળશે. બંને મુખ્યમંત્રીઓ બેઠક દરમિયાન પૂર્વોત્તર રાજ્યો વચ્ચે દાયકાઓ જૂના સરહદ વિવાદને ઉકેલવા માટે ગૃહમંત્રીને ભલામણો કરશે. સંગમાએ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જણાવ્યુ હતુ કે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે દિલ્હીમાં આ બેઠક યોજાશે.

પ્રાદેશિક સમિતિઓની ભલામણો ગૃહ મંત્રાલયને આપવામાં આવશે

એક અહેવાલ અનુસાર સંગમાએ એમ પણ કહ્યું કે અમે ઓછા સમયમાં સામાન્ય રિપોર્ટ સબમિટ કરીશું અને પછી ભારત સરકારે કાયદા અનુસાર આ મામલે આગળ વધવું પડશે. તેમણે વધુમાં જણાવ્યું કે મેઘાલય અને આસામ સરકારની પ્રાદેશિક સમિતિઓની ભલામણો આગળની કાર્યવાહી માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA)ને આપવામાં આવશે.

Give and take ફોર્મ્યુલાને મંજૂરી આપી

આસામ અને મેઘાલય કેબિનેટે બે રાજ્યો વચ્ચેના પાંચ દાયકા જૂના સરહદ વિવાદને ઉકેલવા માટે Give and take ફોર્મ્યુલાને મંજૂરી આપી દીધી છે. પ્રથમ તબક્કામાં 12 વિવાદિત વિસ્તારોમાંથી છ વિસ્તારોનો ઉકેલ લાવવામાં આવશે. જેમાં હાહીમ, ગીઝાંગ, તારાબારી, બોકલપરા, ખાનપરા-પીલિંગકાટા અને રાચેરાનો સમાવેશ થાય છે. અન્ય છ ક્ષેત્રો જ્યાં વિવાદો વધુ જટીલ છે તેની બાદમાં વિચારણા કરવામાં આવશે. યોજના મુજબ, સંસદીય પ્રક્રિયા બાદ સરહદનું સીમાંકન હાથ ધરવામાં આવશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

બંને રાજ્યો વચ્ચે 1972થી વિવાદ ચાલી રહ્યો છે

તમને જણાવી દઈએ કે 1972માં મેઘાલયને આસામમાંથી અલગ કરીને રાજ્ય તરીકે જાહેર કરવામાં આવ્યુ હતુ. બંને રાજ્યો 733 કિમીની સરહદ ધરાવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બંને પડોશી રાજ્યોના સરહદી વિસ્તારોમાં રહેતા વિવિધ સમુદાયો વચ્ચે ઘણી અથડામણ થતી જોવા મળે છે. મેઘાલય ઓછામાં ઓછા 12 વિસ્તારો પર પોતાનો હોવાનો દાવો કરી રહ્યું છે.તે વિસ્તારો હાલમાં આસામના કબજામાં છે.

બંને રાજ્યોએ એક નીતિ અપનાવી છે. જે અંતર્ગત કોઈપણ રાજ્ય અન્ય રાજ્યને જાણ કર્યા વિના વિવાદિત વિસ્તારોમાં વિકાસ યોજનાઓ શરૂ કરી શકશે નહીં.ઉલ્લેખનીય છે કે,મેઘાલય આગામી  21 જાન્યુઆરીએ તેનો 50મો સ્થાપના દિવસ ઉજવશે, ત્યારે બંને રાજ્યોની સરકાર આ સુવર્ણ જયંતિની ઉજવણી પહેલા વિવાદને ઉકેલવા માટે મથામણ કરી રહી છે.

આ પણ વાંચો : UP Election 2022 : ધારાસભ્ય અદિતિ સિંહે કોંગ્રેસમાંથી છેડો ફાડયો, સોનિયા ગાંધીને પત્ર લખી આપ્યુ રાજીનામુ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">