UP Assembly Election: કોંગ્રેસે જાહેર કર્યુ ઉમેદવારોનું બીજુ લિસ્ટ, 41 ઉમેદવારમાંથી 16 મહિલાઓને આપી તક
ઉન્નાવ રેપ પીડિતાની માતાને પણ કોંગ્રેસે ઉમેદવાર બનાવી છે. મોટા નામોની વાત કરીએ તો સલમાન ખુર્શીદની પત્ની લુઈસ ખુર્શીદને ટિકિટ આપવામાં આવી છે.
ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી 2022 (Uttar Pradesh Assembly Election 2022) ને લઈ કોંગ્રેસે (Uttar Pradesh Congress) ઉમેદવારોનું બીજી લિસ્ટ જાહેર કર્યુ છે. કોંગ્રેસના 41 ઉમેદવારોના આ લિસ્ટમાં 16 મહિલા ઉમેદવાર છે. કોંગ્રેસે કૈરાનાથી હાજી અખલાકને ટિકિટ આપી છે. તેની સાથે મેરઠથી રંજન શર્મા, આગરા કેટથી સિકન્દર વાલ્મીકી અને માંટથી સુમન ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે. આ પહેલા જાહેર કરેલા 125 ઉમેદવારોના લિસ્ટમાં 50 મહિલા ઉમેદવારોના નામ હતા. જણાવી દઈએ કે પ્રથમ લિસ્ટના ઉમેદવારોના નામની જાહેરાત કરતા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે 125 ઉમેદવારોમાં 40 ટકા મહિલાઓ અને 40 ટકા યુવાનો છે.
Congress releases list of 41 candidates for the upcoming #UPAssemblyElections #Tv9News #UttarPradesh#UttarPradeshElections2022#AssemblyElections2022
— tv9gujarati (@tv9gujarati) January 20, 2022
ઉન્નાવ રેપ પીડિતાની માતાને કોંગ્રેસે બનાવી ઉમેદવાર
ઉન્નાવ રેપ પીડિતાની માતાને પણ કોંગ્રેસે ઉમેદવાર બનાવી છે. મોટા નામોની વાત કરીએ તો સલમાન ખુર્શીદની પત્ની લુઈસ ખુર્શીદને ટિકિટ, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અજય લલ્લૂ અને પ્રતાપગઢની રામપુરખાસ સીટથી આરાધના મિશ્રા મોનાને ઉમેદવાર બનાવવામાં આવ્યા. તે સિવાય સદફ જાફરને પણ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ઉન્નાવથી કોંગ્રેસે આશા સિંહને ઉમેદવાર બનાવ્યા છે.
દેશના 5 રાજ્યો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, મણિપુર અને પંજાબમાં આગામી મહિનાથી વિધાનસભા ચૂંટણી થવાની છે. ઉત્તર પ્રદેશમાં 7 તબક્કામાં ચૂંટણી થશે. યૂપીમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની શરૂઆત 10 ફેબ્રુઆરીએ થશે અને છેલ્લા તબક્કાનું મતદાન 7 માર્ચે થશે. ઉત્તરાખંડ અને ગોવામાં 14 ફેબ્રુઆરીએ મતદાન થશે. જ્યારે પંજાબમાં 20 ફેબ્રુઆરીએ વોટિંગ થશે. મણિપુરમાં બે તબક્કામાં 27 ફેબ્રુઆરી અને 3 માર્ચે મતદાન થશે. તમામ રાજ્યોમાં મતની ગણતરી 10 માર્ચે થશે.
પંજાબમાં ચૂંટણીની તારીખને લઈ ફેરફાર
જણાવી દઈએ કે પંજાબમાં પહેલા મતદાનની તારીખ 14 ફેબ્રુઆરી જાહેર કરવામાં આવી હતી. હવે તેને બદલીને 20 ફેબ્રુઆરી કરી દેવામાં આવી છે. સંત રવિદાસ જયંતીના કારણે ચૂંટણી પંચે ચૂંટણીની તારીખમાં ફેરફાર કર્યો છે. લગભગ તમામ રાજકીય પક્ષોએ મતદાનની તારીખ બદલવાની માંગ કરી હતી. ભલામણ કરવામાં આવી હતી કે મતદાનની તારીખને એક અઠવાડિયા પછી રાખવામાં આવે. તે જ સમયે આ મુદ્દા પર ચૂંટણી પંચે આજે મહત્વપૂર્ણ બેઠક યોજીને પોતાનો નિર્ણય આપ્યો.