UP Election 2022 : ધારાસભ્ય અદિતિ સિંહે કોંગ્રેસમાંથી છેડો ફાડયો, સોનિયા ગાંધીને પત્ર લખી આપ્યુ રાજીનામુ

રાયબરેલીના ધારાસભ્ય અદિતિ સિંહે સોનિયા ગાંધીને પત્ર લખીને કોંગ્રેસના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે.

UP  Election 2022 : ધારાસભ્ય અદિતિ સિંહે કોંગ્રેસમાંથી છેડો ફાડયો, સોનિયા ગાંધીને પત્ર લખી આપ્યુ રાજીનામુ
MLA Aditi Singh resigns from congress party (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2022 | 1:42 PM

UP Election 2022 : ઉતર પ્રદેશમાં ચૂંટણી પહેલા જ રાજકારણ ગરમાયુ છે.મળતા અહેવાલ અનુસાર કોંગ્રેસના રાયબરેલીના ધારાસભ્ય અદિતિ સિંહે(MLA Aditi singh) કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ સોનિયા ગાંધીને (Sonia Gandhi) પત્ર લખીને રાજીનામુ આપ્યુ છે. તેમણે સોનિયા ગાંધીને લખેલા પત્રમાં લખ્યુ હતુ કે, હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહી છું, કૃપા કરીને સ્વીકારો.

અદિતિ સિંહના બદલાયા સૂર

તમને જણાવી દઈએ કે, અદિતિ સિંહ નવેમ્બરમાં જ ઔપચારિક રીતે ભાજપમાં જોડાયા હતા. ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર બન્યા બાદથી અદિતિ સિંહ કોંગ્રેસ પાર્ટીને લઈને નિવેદનો આપી રહી છે. પાર્ટીના અભિપ્રાય સિવાય તે અવારનવાર કેન્દ્રમાં સત્તામાં રહેલી ભાજપ સરકારના નિર્ણયોની પ્રશંસા કરતી જોવા મળતી હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

અદિતિ સિંહના આ પગલાથી તેના પતિ અંગદ સિંહ સૈનીને મોટું નુકસાન થઈ શકે છે. અંગદ પંજાબની નવાશહર સીટથી કોંગ્રેસના ધારાસભ્ય છે. જ્યારે અદિતિ સિંહ કોંગ્રેસના ગઢ ગણાતા રાયબરેલીથી ધારાસભ્ય છે. આ બેઠક પરથી સોનિયા ગાંધી સતત સાંસદ તરીકે ચૂંટાઈ રહ્યા છે. જ્યારે અદિતિના પિતા અખિલેશ સિંહ અહીંથી પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.

પ્રિયંકા ગાંધી પર ઘણી વખત પલટવાર

રાયબરેલીથી કોંગ્રેસના ધારાસભ્ય અદિતિ સિંહે પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) પર ઘણી વખત ખુલ્લેઆમ પ્રહારો કર્યા છે. અદિતિ સિંહે એકવાર કહ્યું હતું કે, જ્યારે કૃષિ કાયદાઓ રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે પણ તેમને સમસ્યાઓ હતી. હવે જ્યારે કૃષિ કાયદાઓ રદ કરવામાં આવ્યા ત્યારે પણ તેઓ વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્યે આરોપ લગાવ્યો હતો કે, પ્રિયંકા ગાંધી આ મામલામાં માત્ર રાજનીતિ કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે હવે પ્રિયંકા ગાંધી માટે રાજનીતિ કરવાના મુદ્દાઓ પૂરા થઈ ગયા છે. એટલા માટે તે ખેડૂતોના મુદ્દાઓ પર રાજનીતિ કરી રહી છે.

આ પણ વાંચો : UP Assembly Election: કોંગ્રેસે જાહેર કર્યુ ઉમેદવારોનું બીજુ લિસ્ટ, 41 ઉમેદવારમાંથી 16 મહિલાઓને આપી તક

g clip-path="url(#clip0_868_265)">