AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Assam Mizoram Ministers Meet: આસામ અને મિઝોરમના મંત્રીઓની મહત્વની બેઠક, વાતચીત દ્વારા સરહદી વિવાદ ઉકેલવા સંમત

મિઝોરમની રાજધાની આઈઝોલમાં યોજાયેલી આ બેઠકમાં બંને રાજ્યોએ સરહદી વિવાદ પર ચર્ચા કરી અને આ મુદ્દાને સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલવા સંમત થયા.

Assam Mizoram Ministers Meet: આસામ અને મિઝોરમના મંત્રીઓની મહત્વની બેઠક, વાતચીત દ્વારા સરહદી વિવાદ ઉકેલવા સંમત
assam and mizoram ministers meet to resolve border dispute
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2021 | 6:08 PM
Share

આસામ અને મિઝોરમ વચ્ચે સરહદી વિવાદને કારણે ઉદભવેલા તણાવપૂર્ણ વાતાવરણને ઘટાડવા માટે ગુરુવારે બંને રાજ્યોના મંત્રીઓની એક મહત્વની બેઠક યોજાઈ હતી. મિઝોરમની રાજધાની આઈઝોલમાં યોજાયેલી આ બેઠકમાં બંને રાજ્યો વાતચીત અને સૌહાર્દપૂર્ણ રીતે સરહદી વિવાદ ઉકેલવા સંમત થયા હતા. આ સાથે, એ પણ નક્કી કરવામાં આવ્યું હતું કે મિઝોરમની મુલાકાત ન કરવા અંગેની અગાઉ આપેલી સલાહ આસામ પાછી ખેંચી લેશે.

બેઠકમાં ભાગ લેનારા આસામના મંત્રી અશોક સિંઘલે સંયુક્ત નિવેદનની એક નકલ ટ્વીટ કરી હતી અને કહ્યું હતું કે તેના પર આસામના મંત્રી અતુલ બોરા, મિઝોરમના ગૃહમંત્રી લાલ ચામલીયાના, આસામ બોર્ડર સિક્યુરિટી કમિશનર અને સેક્રેટરી જી.ડી. ત્રિપાઠી અને મિઝોરમના ગૃહ સચિવ વનલાલંઘાસકાએ હસ્તાક્ષર કર્યા હતા.

બંને રાજ્યો શાંતિ જાળવવા સંમત થયા બેઠક બાદ બંને રાજ્યોના પ્રધાનોએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે ગૃહ મંત્રાલયે વાતચીત દ્વારા સરહદી વિવાદ ઉકેલવાની વાત કરી હતી. આ અંતર્ગત બંને રાજ્યોના પ્રધાનો આજે મળ્યા હતા અને બંને રાજ્યો સરહદ પર શાંતિ જાળવવા માટે પણ સહમત થયા છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, બંને રાજ્યો વચ્ચે ચાલી રહેલા સરહદી વિવાદે 26 જુલાઈએ લોહિયાળ સંઘર્ષનું સ્વરૂપ લીધું હતું, જેમાં આસામના છ પોલીસ કર્મચારીઓ અને એક નાગરિક માર્યા ગયા હતા જ્યારે આ ઘટનામાં આશરે 50 લોકો ઘાયલ થયા હતા.

અમિત શાહના હસ્તક્ષેપ બાદ બંને રાજ્યોએ બેઠક માટે તૈયારી કરી હતી બેઠક પૂર્વે મિઝોરમના મુખ્ય પ્રધાન જોરમથાંગાએ ટ્વિટર મારફતે કહ્યું હતું કે બંને રાજ્યોની બેઠકમાં સમાધાન મળવા અંગે તેઓ આશાવાદી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તક્ષેપ બાદ બંને પક્ષોએ તણાવ ઘટાડવા માટે બેઠક યોજવાનો નિર્ણય કર્યો હતો. આ પહેલા સોમવારે સરમાએ માઇક્રોબ્લોગિંગ સાઇટ દ્વારા જાહેરાત કરી હતી કે તેઓ તેમના બે કેબિનેટ મંત્રીઓને શાંતિ માટે આઇઝોલ મોકલશે.

સરમાએ જાહેરાત કરી હતી કે તેમણે રાજ્ય પોલીસને પડોશી રાજ્યના અધિકારીઓ સામે નોંધાયેલા કેસ પાછા ખેંચવાનો નિર્દેશ આપ્યો હતો. આ પછી, આસામના મુખ્ય પ્રધાને તેમના રાજ્યમાં કોલાસિબના ડેપ્યુટી પોલીસ કમિશનર લલથલંગલિઆના અને સબ ડિવિઝનલ પોલીસ અધિકારી થેરાટી હરંગચલ સામે નોંધાયેલા કેસો પાછા ખેંચવાની જાહેરાત પણ કરી હતી.

આ પણ વાંચોઃ Tokyo Olympics: પંજાબ સરકાર ફિદા, મેડલ જીતનારી ઐતિહાસીક ટીમમાં સામેલ ખેલાડીઓને આપશે 1-1 કરોડ

આ પણ વાંચોઃ Maharashtra: કોરોનાથી ડરીને દીકરીઓએ ત્રણ દિવસ સુધી પિતાનો મૃતદેહ રાખ્યો ઘરમાં, એક દીકરીએ કરી આત્મહત્યા, જાણો સમગ્ર મામલો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">