AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CJPએ જેપી નડ્ડા સમક્ષ મૂકી ત્રણ માંગણી, બેઠક બાદ કેન્દ્રીય મંત્રીએ કહ્યું – તમે ધરણા સમાપ્ત કરો

કોકરોચ જનતા પાર્ટી (CJP) એ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડા સાથે મુલાકાત કરી NEET 2026 પેપર લીક મામલે ગંભીર મુદ્દાઓ ઉઠાવ્યા છે. જેપી નડ્ડા સમક્ષ મૂકી ત્રણ માંગણી.

CJPએ જેપી નડ્ડા સમક્ષ મૂકી ત્રણ માંગણી, બેઠક બાદ કેન્દ્રીય મંત્રીએ કહ્યું - તમે ધરણા સમાપ્ત કરો
| Updated on: Jul 20, 2026 | 7:32 PM
Share

કોકરોચ જનતા પાર્ટી (CJP)ના પ્રતિનિધિમંડળે, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડા સાથે મુલાકાત કરીને ત્રણ મુખ્ય માંગણીઓ સાથેનું મેમોરેન્ડમ સુપરત કર્યું છે. બેઠક દરમિયાન સંગઠને શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, સામાજિક કાર્યકર સોનમ વાંગચુકની નિઃશરત મુક્તિ અને NEET 2026 પેપર લીકથી પ્રભાવિત વિદ્યાર્થીઓના પરિવારોને વળતર આપવાની માંગ કરી હતી.

બેઠક બાદ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડા તરફથી CJPને ચાલુ ધરણા અને વિરોધ પ્રદર્શન સમાપ્ત કરવાની અપીલ કરવામાં આવી હતી. જોકે, સંગઠને સ્પષ્ટ કર્યું છે કે તેમની માંગણીઓ પર સંતોષકારક નિર્ણય ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

CJPના જણાવ્યા મુજબ, 6 જૂનથી દેશભરમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યા હતા, જે બાદ 20 જૂનથી દિલ્હીના જંતર-મંતર ખાતે અનિશ્ચિત મુદતના ધરણા શરૂ થયું હતું. આ વિરોધમાં સામાજિક કાર્યકર સોનમ વાંગચુક પણ જોડાયા હતા. તેમણે 28 જૂનથી આમરણાંત ઉપવાસ શરૂ કર્યો હતો, જે 20 જુલાઈ સુધી યથાવત્ હોવાનું સંગઠનનું કહેવું છે.

મેમોરેન્ડમમાં CJPએ NEET 2026 પેપર લીક મામલે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. સંગઠનનો દાવો છે કે આ ઘટનાના કારણે 21 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. ઉપરાંત CBSE ધોરણ-12ના પોર્ટલમાં સર્જાયેલી ટેક્નિકલ સમસ્યાઓ અને CUET પરીક્ષામાં થયેલા વિલંબ જેવા મુદ્દાઓ પર પણ શિક્ષણ મંત્રાલયે અસરકારક પગલાં લીધા ન હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

CJPની મુખ્ય માંગણીઓ

  • સોનમ વાંગચુકને કોઈપણ શરત વિના તાત્કાલિક મુક્ત કરવામાં આવે.
  • શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવાય અથવા તેમને પદ પરથી હટાવવામાં આવે.
  • NEET 2026 પેપર લીકના કારણે જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓના દરેક પરિવારને ₹1 કરોડનું વળતર આપવામાં આવે.

CJPના નેતા સૌરવ દાસે જણાવ્યું કે તેઓ અને આશુતોષ રંકાએ બપોરથી જેપી નડ્ડાના નિવાસસ્થાને રહીને પોતાની માંગણીઓ રજૂ કરી હતી. તેમના જણાવ્યા અનુસાર, મંત્રીએ આ મુદ્દાઓ પર યોગ્ય સ્તરે ચર્ચા કરવાની ખાતરી આપી છે, પરંતુ હજુ સુધી કોઈ સ્પષ્ટ અથવા લેખિત પ્રતિબદ્ધતા આપવામાં આવી નથી.

સૌરવ દાસે વધુમાં કહ્યું કે જ્યાં સુધી સરકાર તેમની માંગણીઓ પર નક્કર નિર્ણય નહીં લે, ત્યાં સુધી શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. સંગઠનનું કહેવું છે કે વિદ્યાર્થીઓ અને યુવાનોના હિતોને ધ્યાનમાં રાખીને આ લડત આગળ પણ યથાવત્ રાખવામાં આવશે.

CJPના પ્રદર્શનકારીઓ સંસદ ભવન પાસે પહોંચ્યા, પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા

Follow Us
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ
પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ
g clip-path="url(#clip0_868_265)">