AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India China Clash : ચીને પણ માન્યું LAC પર બંને દેશો વચ્ચે સ્થિતિ નાજુક, ભારતમાં ચીની દૂતાવાસના પ્રભારીએ આપ્યું મોટુ નિવેદન

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે તાજેતરમાં કહ્યું હતું કે, પૂર્વી લદ્દાખમાં LAC પર સ્થિતિ અત્યંત નાજુક અને ખતરનાક છે. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી સરહદ પરની સમસ્યાનું સમાધાન નહીં થાય ત્યાં સુધી ચીન સાથેના સંબંધો સામાન્ય નહીં થાય.

India China Clash : ચીને પણ માન્યું LAC પર બંને દેશો વચ્ચે સ્થિતિ નાજુક, ભારતમાં ચીની દૂતાવાસના પ્રભારીએ આપ્યું મોટુ નિવેદન
Image Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2023 | 8:56 AM
Share

ચીને ભારત સાથેના સંબંધોને લઈને ઘણી વાત કરી છે. ચીને કહ્યું છે કે, તે ભારત સાથે યુદ્ધ નથી ઈચ્છતું. ભારતમાં ચીની દૂતાવાસના પ્રભારી મા જિયાએ બુધવારે કહ્યું હતું કે, લદ્દાખમાં એલએસી નજીક બગડતી પરિસ્થિતિને કારણે ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હશે, પરંતુ વાસ્તવમાં બંને પક્ષો સરહદી વિસ્તારોમાં યુદ્ધ ઈચ્છતા નથી.

આ પણ વાચો: India US Relations: ઈતિહાસમાં પહેલીવાર સેનાથી સેનાની સીધી વાત, અમેરિકાએ LAC પર ભારતને કર્યું એલર્ટ !

પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જિયાએ કહ્યું કે, સરહદ પર સ્થિતિ સ્થિર છે. તેમણે કહ્યું કે બંને પક્ષો સરહદ પર સ્થિતિને નિયંત્રિત કરવા માટે વાતચીત કરી રહ્યા છે. તે જ સમયે, જ્યારે ચીનના રાજદૂતને પૂછવામાં આવ્યું કે, ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે તાજેતરમાં કહ્યું હતું કે, સરહદ પર પરિસ્થિતિ ખૂબ જ નાજુક છે, તેના જવાબમાં જિયાએ કહ્યું કે, આ જ કારણ છે કે બંને પક્ષો રાજદ્વારી અને લશ્કરી ચેનલો દ્વારા વાતચીત કરી રહ્યા છે.

ચીન અને ભારત ઈચ્છતા નથી યુદ્ધ

તેમણે કહ્યું કે, WMCC (ભારત-ચીન બોર્ડર અફેર્સ પર કન્સલ્ટેશન એન્ડ કોઓર્ડિનેશન માટે વર્કિંગ મિકેનિઝમ) અને કમાન્ડર લેવલની બેઠકમાં આ અંગે ચર્ચા થઈ રહી છે, કારણ કે અહીં કેટલીક સમસ્યાઓ છે. આપણે તેનો સામનો કરવો પડશે. ઝિયાએ વધુમાં કહ્યું કે, અમને ખાતરી છે કે ચીન અને ભારત યુદ્ધ ઇચ્છતા નથી. અમારામાંથી કોઈ પણ પક્ષ સરહદી વિસ્તારોમાં યુદ્ધ ઈચ્છતા નથી.

બંને પક્ષો ચોક્કસપણે કોઈ માર્ગ શોધી કાઢશે

જિયાએ કહ્યું કે, જ્યાં સુધી અમારી પાસે આ પ્રકારનો ઈરાદો છે અને એકબીજાની સમજ છે ત્યાં સુધી મને ખાતરી છે કે અમે કોઈને કોઈ રસ્તો શોધી કાઢીશું. તેમણે કહ્યું કે સીમા મુદ્દે સમજૂતી સુધી પહોંચવું સરળ નથી, કારણ કે તે ખૂબ જ જટિલ સમસ્યા છે. જિયાએ કહ્યું કે, રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બનાવવામાં આવેલી સર્વસંમતિ બંને પક્ષોને માર્ગ શોધવામાં મદદ કરી શકે છે.

લદ્દાખમાં LAC પરની સ્થિતિ ખતરનાક – જયશંકર

તાજેતરમાં જ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ચીન સાથે ભારતના સંબંધોને લઈને મોટી વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે, પૂર્વી લદ્દાખમાં LACની સ્થિતિ ખૂબ જ નાજુક અને ખતરનાક છે. તેમણે કહ્યું હતું કે, જ્યાં સુધી સરહદ પરની સમસ્યાનું સમાધાન નહીં થાય ત્યાં સુધી ચીન સાથેના સંબંધો સામાન્ય નહીં થાય. તમને જણાવી દઈએ કે, ત્રણ વર્ષ પહેલા પૂર્વ લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીન અને ભારતીય સેના વચ્ચે જબરદસ્ત અથડામણ થઈ હતી. આ દરમિયાન બંને દેશોના ઘણા સૈનિકો શહીદ થયા હતા. આ ઘટના બાદ અરુણાચલ પ્રદેશના તવાંગમાં બંને દેશોની સેનાઓ વચ્ચે અથડામણ થઈ હતી.

Follow Us
અસગર અલીને મળશે મુક્તિ? હાઇકોર્ટનો મહત્વનો આદેશ, જુઓ વીડિયો
અસગર અલીને મળશે મુક્તિ? હાઇકોર્ટનો મહત્વનો આદેશ, જુઓ વીડિયો
અમદાવાદ કોર્પોરેશનની વિવિધ કમિટીઓમાં નવા ચેરમેનની નિમણૂક
અમદાવાદ કોર્પોરેશનની વિવિધ કમિટીઓમાં નવા ચેરમેનની નિમણૂક
મહિલા સભ્યોના પતિઓનું સશક્તિકરણ આવ્યું સામે , જુઓ Video
મહિલા સભ્યોના પતિઓનું સશક્તિકરણ આવ્યું સામે , જુઓ Video
જંગલેશ્વર ડિમોલેશનમાં નાસ્તા અને જમવાનું બિલ 27 લાખ થયું
જંગલેશ્વર ડિમોલેશનમાં નાસ્તા અને જમવાનું બિલ 27 લાખ થયું
Breaking News: મુન્દ્રા ડ્રગ્સ કાંડમાં આતંકી કનેક્શનનો ખુલાસો!
Breaking News: મુન્દ્રા ડ્રગ્સ કાંડમાં આતંકી કનેક્શનનો ખુલાસો!
આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે
આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">