અહીં વૃક્ષોને પેન્શન આપી રહી છે સરકાર, જમીન માલિકોના ખાતામાં રૂપિયા 2,570 થયા જમા
હરિયાણા સરકારે રાજ્યમાં 75 વર્ષથી વધુ ઉંમરના 3810 વૃક્ષોને પેન્શન જાહેર કર્યું છે. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે જમીન માલિકોના ખાતામાં 2570 રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. તેમણે જણાવ્યુ કે વન વિભાગ અને અન્ય નિષ્ણાતો દ્વારા કરાયેલા સર્વે બાદ હાલમાં 75 વર્ષ જૂના 3810 વૃક્ષોની ઓળખ કરવામાં આવી છે. જેમાં વડ થી લઈ લીમડા જેવા અનેક વૃક્ષોની વિયાગતો મંગાવી છે.

હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલે ગુરુવારે રાજ્યમાં પ્રાણ વાયુ દેવતા પેન્શન લાગુ કર્યું અને 3810 વૃક્ષોના નામે પેન્શન જારી કર્યું. તેમની સરકારના નવ વર્ષ પૂર્ણ થવાના અવસર પર, મુખ્યમંત્રીએ ચંદીગઢથી આ વાર્ષિક પેન્શન ઓનલાઈન મોડ દ્વારા વૃક્ષ માલિકોના ખાતામાં મોકલ્યું.
આ અવસર પર મુખ્યમંત્રીએ કહ્યું કે આ પેન્શનની જાહેરાત લગભગ એક વર્ષ પહેલા હરિયાણામાં કરવામાં આવી હતી. જે બાદ રાજ્યના તમામ જિલ્લાઓમાંથી વૃક્ષોની વિગતો મંગાવવામાં આવી હતી.
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે વન વિભાગ અને અન્ય નિષ્ણાતો દ્વારા કરાયેલા સર્વે બાદ હાલમાં 75 વર્ષ જૂના 3810 વૃક્ષોની ઓળખ કરવામાં આવી છે. આ તમામ વૃક્ષો જંગલ સિવાયની જમીન પર વાવવામાં આવ્યા છે. જેમાંથી 1285 વૃક્ષો પીપળના છે. આ ઉપરાંત વડ, લીમડો, કેરી, કદમ, પીલખાણ, ગુલાબજાંબુ, આમલી, આલુ, માયરોબલન, બાહેડા વગેરેનો સમાવેશ થાય છે.
ખાસ કરીને વૃક્ષો માટે પેન્શન લગાવવામાં આવ્યું છે તે ખાનગી વ્યક્તિઓની જમીનો, શાળા પરિસર, મંદિર પરિસર અને પંચાયતી જમીન પર છે. જેના કારણે જમીન માલિકોના ખાતામાં 2570 રૂપિયાનું પેન્શન જમા થયું છે. તેમણે જણાવ્યું કે રેવાડી જિલ્લામાં સૌથી વધુ સંખ્યામાં વૃક્ષોનું પેન્શન લાગુ કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે વૃદ્ધાવસ્થા પેન્શનની જેમ પ્રાણ વાયુ દેવતા પેન્શનમાં પણ દર વર્ષે વધારો કરવામાં આવશે અને તે વાર્ષિક ધોરણે માલિકના ખાતામાં જશે. જો ઝાડ પડી જાય તો માલિકે તેના વિશે વન વિભાગને જાણ કરવી પડશે. જે વૃક્ષો માટે પેન્શન લગાવવામાં આવ્યું છે તે ખાનગી વ્યક્તિઓની જમીનો, શાળા પરિસર, મંદિર પરિસર અને પંચાયતી જમીન પર છે. જેના કારણે જમીન માલિકોના ખાતામાં 2570 રૂપિયાનું પેન્શન જમા થયું છે.
આ પણ વાંચો : મૃત્યુદંડની સજા પામેલા નૌકાદળના 8 પૂર્વ નૌસૈનિકો માટે રાહતના સમાચાર, કતાર કોર્ટે સ્વીકારી ભારતની અરજી
મહત્વનુ છે કે રેવાડી જિલ્લામાં સૌથી વધુ સંખ્યામાં વૃક્ષોનું પેન્શન લાગુ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે વૃદ્ધાવસ્થા પેન્શનની જેમ પ્રાણ વાયુ દેવતા પેન્શનમાં પણ દર વર્ષે વધારો કરવામાં આવશે અને તે વાર્ષિક ધોરણે માલિકના ખાતામાં જશે. જો ઝાડ પડી જાય તો માલિકે તેના વિશે વન વિભાગને જાણ કરવી પડશે.
વન વિભાગના અધિકારીઓને અપાઈ સૂચના
મુખ્યમંત્રીએ વન વિભાગના અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો કે દર વર્ષે 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગ્રામ્ય કક્ષાએ આ પેન્શનર વૃક્ષોનું પૂજન કરવા ઉત્સવનું આયોજન કરવામાં આવે જેથી લોકો આ વૃક્ષના મહત્વ વિશે જાણી શકે. તેનું રક્ષણ કરી શકે છે.
