આનંદો… પેટ્રોલ-ડીઝલના ભાવમાં કેન્દ્ર સરકારે કર્યો ઘટાડો, પ્રતિ લીટર 2 રૂપિયા ઘટ્યા, નવા ભાવ શુક્રવાર સવારે 6 વાગ્યાથી અમલી
લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે લોકોને રાહત આપતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા સાથેના નવા ભાવ શુક્રવારે સવારે 6 વાગ્યાથી દેશભરમાં લાગુ થશે.
લોકસભા ચૂંટણીના પડઘમ વચ્ચે કેન્દ્રની મોદી સરકારે દેશવાસીઓને પેટ્રોલ ડીઝલના ભાવમાં રાહતની ગેરંટી આપી છે. દેશભરમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ નવા ભાવો શુક્રવાર સવારે 6 વાગ્યાથી અમલી થઈ જશે. કેન્દ્રીય મંત્રી હરદીપસિંઘ પુરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક્સ પર આ જાણકારી આપી છે.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યુ કે જ્યારે વિશ્વ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે વિકસિત અને વિકાસશીલ દેશોમાં પેટ્રોલના ભાવમાં 50-72 ટકાનો વધારો થયો હતો અને આપણી આસપાસના ઘણા દેશોમાં હવે પેટ્રોલ ઉપલબ્ધ નથી. 50 વર્ષમાં સૌથી મોટી તેલ કટોકટી હોવા છતાં, પીએમ મોદીના દૂરંદેશી અને સાહજિક નેતૃત્વને કારણે મોદીના પરિવારને કોઈ અસર થઈ નથી.
કેન્દ્ર સરકારના આ નિર્ણય પહેલા રાજસ્થાનની ભજનલાલ સરકારે આમ જનતાને મોટી રાહત આપી હતી. સાથે જ સરકારી કર્મચારીઓને પણ મોટી ભેટ આપી છે. રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલ પરના વેટમાં 4 ટકાનો ઘટાડો કર્યો છે. જેના કારણે પેટ્રોલ 1.40 રૂપિયાથી 5.30 રૂપિયા સસ્તું થયું છે. જ્યારે ડીઝલ 1.34 રૂપિયાથી 4.85 રૂપિયા સસ્તું થયું છે. સીએમ ભજનલાલ શર્માએ કહ્યું કે પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડવાથી રાજ્ય સરકાર પર 1500 કરોડ રૂપિયાનો બોજ પડશે. પેટ્રોલિયમ પેદાશોના ઘટેલા ભાવ શુક્રવારે સવારે 6 વાગ્યાથી લાગુ થશે. સાથે જ રાજ્ય કર્મચારીઓના ડીએમાં પણ ચાર ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધેલું ભથ્થું 1 જાન્યુઆરી, 2024થી લાગુ થશે. આ સાથે 4.40 લાખ પેન્શનરોનું પેન્શન વધશે અને 8 લાખ સરકારી કર્મચારીઓના પગારમાં વધારો થશે. પંચાયત સમિતિ અને જિલ્લા પરિષદના કર્મચારીઓને પણ મોંઘવારી ભથ્થાનો લાભ મળશે. તેનાથી સરકારને વાર્ષિક આશરે 1640 કરોડ રૂપિયાનો બોજો આવશે.
કેન્દ્રીય મંત્રી હરદીપસિંઘ પુરીએ એક્સ પર આપી જાણકારી
पेट्रोल और डीज़ल के दाम ₹2 रुपये कम करके देश के यशस्वी प्रधानमंत्री श्री @narendramodi जी ने एक बार फिर साबित कर दिया कि करोड़ों भारतीयों के अपने परिवार का हित और सुविधा सदैव उनका लक्ष्य है।
वसुधा का नेता कौन हुआ? भूखण्ड-विजेता कौन हुआ? अतुलित यश क्रेता कौन हुआ? नव-धर्म… https://t.co/WFqoTFnntd pic.twitter.com/vOh9QcY26C
— Hardeep Singh Puri (मोदी का परिवार) (@HardeepSPuri) March 14, 2024