CBIએ Rolls Royceની વિરૂદ્ધ નોંધ્યો કેસ, ભ્રષ્ટાચારના કેસમાં નોંધાઈ FIR

CBI Rolls-Royce Case: મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે આરોપીએ તત્કાલિન અધિકારીઓ સાથે મળીને ગુનાહિત કાવતરું ઘડ્યું હતું. પ્લેનનો સોદો 734.21 મિલિયન પાઉન્ડ (આજના સમયમાં લગભગ રૂ. 7,488 કરોડ)નો હતો.

CBIએ Rolls Royceની વિરૂદ્ધ નોંધ્યો કેસ, ભ્રષ્ટાચારના કેસમાં નોંધાઈ FIR
Image Credit source: Rolls-Royce India
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 29, 2023 | 7:33 PM

CBI Rolls-Royce Case: સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (CBI)એ બ્રિટિશ કંપની રોલ્સ રોયસ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. એરોસ્પેસ અને ડિફેન્સ કંપનીના ભૂતપૂર્વ ભારતીય ડિરેક્ટર ટિમ જોન્સ, આર્મ ડીલર્સ સુધીર ચૌધરી, ભાનુ ચૌધરી અને બ્રિટિશ એરોસ્પેસ સિસ્ટમ્સ (BAE સિસ્ટમ્સ) વિરુદ્ધ પણ FIR નોંધવામાં આવી છે. આ તમામ પર 2004માં 123 હોક અને 115 એડવાન્સ જેટ ટ્રેનર એરક્રાફ્ટની ખરીદીમાં ભ્રષ્ટાચારનો આરોપ છે. અહેવાલો અનુસાર, આરોપ છે કે ડીલ દરમિયાન કેટલાક ભારતીય અધિકારીઓ પણ ભ્રષ્ટાચારમાં સામેલ હતા.

24 હોક અને 115 એડવાન્સ્ડ જેટ ટ્રેનર (એટી)ની ડીલ પૂર્ણ કરવામાં કેટલાક સરકારી અધિકારીઓએ ખોટી પદ્ધતિ અપનાવી છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે આરોપીએ તત્કાલિન અધિકારીઓ સાથે મળીને ગુનાહિત કાવતરું ઘડ્યું હતું. પ્લેનનો સોદો 734.21 મિલિયન પાઉન્ડ (આજના સમયમાં લગભગ રૂ. 7,488 કરોડ)નો હતો. આ વિમાનો ફ્લાય-અવે કંડિશનમાં ભારતને પહોંચાડવાના હતા.

આ પણ વાંચો: Wrestlers Protest: દિલ્હી પોલીસે કહ્યું કુસ્તીબાજો સામે કેમ કાર્યવાહી કરવામાં આવી ? વાંચો શું છે સત્યતા

પ્લેન ડીલમાં થઈ ભૂલ

આ સિવાય ટેક્નોલોજી ટ્રાન્સફર દ્વારા હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ને અલગ પ્લેન બનાવવાની પરવાનગી આપવા માટે 308.24 મિલિયન ડોલરનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. HALને 42 એરક્રાફ્ટ બનાવવા માટે અલગ લાયસન્સ આપવાનું હતું. તે જ સમયે, વચેટિયાઓને મોટી લાંચ, કમિશન અને નાણાં ચૂકવીને ઉત્પાદકની લાયસન્સ ફી પણ £4 મિલિયનથી વધારીને £7.5 મિલિયન કરવામાં આવી હતી.

ફરી થઈ એરક્રાફ્ટની ડીલ

આ કાળું કૃત્ય ત્યારે થયું જ્યારે કરારમાં કોઈ વચેટિયાને ચૂકવણી ન કરવાની બાબત સામેલ હતી. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે 2008-2010માં થયેલી તપાસમાં વધુ એક બનાવટીનો પર્દાફાશ થયો હતો. આ બધાએ મળીને 57 હોક એરક્રાફ્ટ બનાવવા માટે HALને 9,502.68 કરોડ રૂપિયાના સોદાને મંજૂરી આપી હતી. આમાં, BAE સિસ્ટમ્સ (ઓપરેશન્સ) લિમિટેડ સાથે એક અલગ કરાર પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

ભારતીય અધિકારીઓને મળી લાંચ

2012માં મીડિયા અહેવાલોના આધારે યુકેની સિરિયસ ફ્રોડ ઓફિસે (SFO) રોલ્સ-રોયસ સામે તપાસ શરૂ કરી. SFOને જાણવા મળ્યું કે લાઈસન્સ ફી વધારવા માટે ભારતીય વચેટિયાઓને £1 મિલિયનની લાંચ આપવામાં આવી હતી. આ સિવાય ભારતમાં ટેક્સની તપાસ ટાળવા માટે ભારતીય ટેક્સ અધિકારીઓને પણ લાંચ આપવામાં આવી હતી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">