CBI એક્શનની ભાનક લાગતા રાજકોટનો લાંચિયો ડેપ્યુટી PF કમિશનર ફરાર, 2 લાખ લેતો વચેટિયો ઝડપાયો, જુઓ Video

PF વિભાગના ડેપ્યુટી કમિશનર નિરજસિંઘ વતી લાંચ લેતો વચેટિયો ઝડપાયો છે. સમગ્ર મામલાના ઉકેલ માટે એજન્ટ ચિરાગ જસાણીએ લાખો રૂપિયાની લાંચ માંગી હતી. CBIને ફરિયાદ મળતા સર્વેલન્સ ગોઠવવામાં આવ્યું હતું. CBIની ટ્રેપની જાણ થતા PF અધિકારી ભૂગર્ભમાં ઉતરી ગયા

TV9 Gujarati
| Edited By: | Updated on: May 20, 2023 | 11:12 PM

રાજકોટ લાંચિયા અધિકારી પર CBI દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. PF વિભાગના ડેપ્યુટી કમિશનર નિરજસિંઘ વતી લાંચ લેતો વચેટિયો ઝડપાયો છે જે બાદ સમગ્ર ભેદ ઉકેલાયો હતો. 2 લાખ રૂપિયાની લાંચ અધિકારીના એજન્ટે લીધી હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2004ની સરકારી કોન્ટ્રાક્ટરની ફાઈલમાં એક ક્વેરી કાઢીને નોટિસ આપી હતી. સમગ્ર બાબતે CBIએ ડેપ્યુટી કમિશનરની ઓફિસે ટ્રેપ ગોઠવાઈ હતી. જે CBIની ટ્રેપમાં 2 લાખની લાંચ લેતો ચિરાગ જસાણી નામનો વચેટિયો ઝડપાયો હતો. જે બાદ ચિરાગના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

આ પણ વાંચો : બાબા બાગેશ્વરના દરબાર સામે વિજ્ઞાન જાથાનો મોરચો, કાર્યક્રમને મંજૂરી નહીં આપવા કલેક્ટરને આવેદન, જુઓ Video

સમગ્ર પ્રકરણ એવું હતું કે એજન્ટે 12 લાખ રૂપિયામાં કોન્ટ્રાક્ટર સાથે સેટિંગ કર્યું હતું. જેમાં 12 લાખમાંથી 2 લાખ રૂપિયા લેવા સમયે CBIએ ધરપકડ કરી હતી. મહત્વની વાત છે કે PFના ડેપ્યુટી કમિશનર નિરંજનસિંઘ CBIની પકડથી દૂર છે. તેમજ CBIએ ડેપ્યુટી કમિશનરનું મકાન સીલ કર્યું છે. જોકે વચેટિયા ચિરાગ જસાણીને અમદાવાદની કોર્ટમાં રજૂ કરાયો છે. અમદાવાદ કોર્ટે ચિરાગના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જેમ અમહત્વની બાબતો સામે આવે તેમ છે. અધિકારીએ 2004ના કવેરી કાઢી નાણા ઉધરાવતા હોવાનો આરોપ છે તેમજ ઉદ્યોગકારો અને સરકારી કોન્ટ્રાકટર પાસેથી નાણાં ઉધરાવતા હતા. CBI દ્વારા મુખ્ય આરોપીને ઝડપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">