Budget Session 2022 Updates: બજેટ સત્રમાં ખડગેનો ભાજપ પર કટાક્ષ, જઈએ તો જઈએ ક્યાં, સરકાર પણ તમારી સરદાર પણ તમારા છે…

Budget Session of parliament 2022: કોંગ્રેસ પહેલાથી જ આ બજેટને ઝીરો ઇવન બજેટ ગણાવ્યું છે. તે જ સમયે, ભાજપ તેને આગામી 25 વર્ષને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલ બજેટ ગણાવી રહ્યું છે.

Budget Session 2022 Updates: બજેટ સત્રમાં ખડગેનો ભાજપ પર કટાક્ષ, જઈએ તો જઈએ ક્યાં, સરકાર પણ તમારી સરદાર પણ તમારા છે...
Rajya Sabha Speaker Venkaiah Naidu (Photo - Screenshot Rajya Sabha TV)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2022 | 1:56 PM

Budget Session 2022 Updates: નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા મંગળવારે સંસદમાં રજૂ કરાયેલ સામાન્ય બજેટ બાદ આજે પહેલીવાર સંસદમાં ચર્ચા થશે. બજેટ સત્રના ત્રીજા દિવસે એટલે કે આજે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાની વાત રાખશે. આ દરમિયાન સત્રમાં હોબાળો થવાની સંભાવના છે. કોરોનાના ખતરા વચ્ચે બજેટ સત્રના પ્રથમ તબક્કા દરમિયાન લોકસભા અને રાજ્યસભાની બેઠકો દિવસના અલગ-અલગ સમયે યોજાઈ રહી છે. સત્ર દરમિયાન બંને ગૃહોની બેઠક અલગ-અલગ સમયે 5-5 કલાક ચાલશે.

બજેટ સત્રનો પ્રથમ તબક્કો 11 ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે. બજેટ સત્રનો બીજો તબક્કો 14 માર્ચથી શરૂ થશે અને 8 એપ્રિલ સુધી ચાલશે. વર્ષ 2020નું ચોમાસું આવું પ્રથમ સત્ર હતું જે દરમિયાન કોવિડના કારણે બંને ગૃહોની બેઠકો એક જ દિવસે અલગ-અલગ સમયે યોજાઈ હતી. ગયા વર્ષના બજેટ સત્રના પ્રથમ તબક્કા દરમિયાન પણ આ જ વ્યવસ્થા કરવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટને જન ફ્રેન્ડલી અને પ્રગતિશીલ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આનાથી 100 વર્ષની ભયાનક આફત વચ્ચે વિકાસનો નવો આત્મવિશ્વાસ આવ્યો છે. કેન્દ્રીય બજેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રગતિ અને રોજગારની સંભાવનાઓથી ભરેલું છે. વડાપ્રધાને કહ્યું કે આ બજેટનું એક મહત્ત્વનું પાસું ગરીબોનું કલ્યાણ છે અને તેને ધ્યાનમાં રાખીને દરેક ગરીબને પાકું ઘર, નળના પાણીની સુવિધા, શૌચાલય, ગેસની સુવિધા મળે તે માટે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.

જ્વાળામુખી વિસ્ફોટમાં મૃત્યુ પામેલા લોકોની યાદમાં મૌન

મલેશિયામાં ભારે વરસાદ અને ટોંગામાં જ્વાળામુખી વિસ્ફોટમાં જીવ ગુમાવનારા લોકોની યાદમાં રાજ્યસભાના સભ્યોએ મૌન પાળ્યું હતું.

ખડગેએ કહ્યું- આ મૂડીવાદી બજેટ છે

 ખેડૂતો અને મજૂરો માટે કંઈ નથી રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, “આ મૂડીવાદી બજેટ છે જેમાં ખેડૂતો, મનરેગા કામદારો અને એસસી/એસટી અને ઓબીસી સમુદાયોને આપવા માટે કંઈ નથી.” આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે

દેશમાં 16,427 ખાનગી સુરક્ષા એજન્સીઓ સક્રિય છે

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યસભામાં જણાવ્યું કે હાલમાં દેશમાં 16,427 ખાનગી સુરક્ષા એજન્સીઓ સક્રિય છે. જેમાં મહારાષ્ટ્રમાં 2800થી વધુ અને ગુજરાતમાં 2200થી વધુ સક્રિય છે.

દેશમાં 42 આતંકવાદી સંગઠનો અસ્તિત્વ ધરાવે છે

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યસભાને જણાવ્યું કે, ભારતમાં આતંકવાદી સંગઠનો તરીકે નિયુક્ત કરાયેલા સંગઠનોની સંખ્યા 42 છે. યુએપીએના શેડ્યૂલ 4 હેઠળ 31 લોકોને આતંકવાદી તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે.

કલમ 370 નાબૂદ કર્યા પછી 439 આતંકવાદીઓ માર્યા ગયા

રાજ્યસભામાં ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ 439 આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ દરમિયાન 98 નાગરિકોના મોત થયા હતા અને 109 સુરક્ષાકર્મીઓ પણ શહીદ થયા હતા. આ દરમિયાન આતંકની 541 ઘટનાઓ બની હતી.

રેલવેમાં 15%  પોસ્ટ હજુ ખાલી છે- ખડગે

Latest News Updates

ગાંધીધામ આખરે સ્વચ્છ બનશે ! પાલિકા અને પોર્ટ વચ્ચે એમઓયુ કરાર
ગાંધીધામ આખરે સ્વચ્છ બનશે ! પાલિકા અને પોર્ટ વચ્ચે એમઓયુ કરાર
સ્નાતકોને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં મળશે મહિને 41,000 થી વધુ પગાર
સ્નાતકોને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં મળશે મહિને 41,000 થી વધુ પગાર
રાજકોટ સિવિલની કેથલેબને લાગ્યા ખંભાતી તાળા,મશીનરી ધૂળ ખાતી હોવાનો આરોપ
રાજકોટ સિવિલની કેથલેબને લાગ્યા ખંભાતી તાળા,મશીનરી ધૂળ ખાતી હોવાનો આરોપ
સુરતમાં ગરબાના આયોજન સ્થળે ICU એમ્બ્યુલન્સ તહેનાત રહેશે
સુરતમાં ગરબાના આયોજન સ્થળે ICU એમ્બ્યુલન્સ તહેનાત રહેશે
કોલેજમાં પેપર લીક મામલે વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કરી હોબાળો કર્યો
કોલેજમાં પેપર લીક મામલે વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કરી હોબાળો કર્યો
એસિડ એટેક કરનાર આરોપી પર જ પડ્યુ એસિડ
એસિડ એટેક કરનાર આરોપી પર જ પડ્યુ એસિડ
Astrology: એન્જિનિયર બનવાના યોગ વિશે ખબર છે? જાણવા માટે જુઓ Video
Astrology: એન્જિનિયર બનવાના યોગ વિશે ખબર છે? જાણવા માટે જુઓ Video
Tapi : ઉકાઇ ડેમ મહત્તમ જળ સપાટીએ પહોંચી
Tapi : ઉકાઇ ડેમ મહત્તમ જળ સપાટીએ પહોંચી
શારદાબેન હોસ્પિટલમાં શોર્ટ થતા વીજળીનો સપ્લાય બંધ કરાયો
શારદાબેન હોસ્પિટલમાં શોર્ટ થતા વીજળીનો સપ્લાય બંધ કરાયો
આતંકવાદીની પૂછપરછમાં ગુજરાતમાં બોમ્બ બ્લાસ્ટનો ઇરાદો હોવાનો ખુલાસો
આતંકવાદીની પૂછપરછમાં ગુજરાતમાં બોમ્બ બ્લાસ્ટનો ઇરાદો હોવાનો ખુલાસો