AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ચૂંટણી દરમિયાન જપ્ત કરાયેલા દારૂ અને રોકડાનું શું કરવામાં આવે છે? જાણો

એક વાત સાચી છે કે, કોઈ પણ ચૂંટણી પૈસા વગર લડી શકાતી નથી. આવી સ્થિતિમાં, ચૂંટણી પંચ ખર્ચની મર્યાદા નક્કી કરે છે. આમ છતાં, ઉમેદવારો ઘણીવાર ચૂંટણીમાં અનેક ગણા વધુ પૈસા ખર્ચ કરે છે.

Breaking News : ચૂંટણી દરમિયાન જપ્ત કરાયેલા દારૂ અને રોકડાનું શું કરવામાં આવે છે? જાણો
| Updated on: Apr 14, 2026 | 11:49 AM
Share

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે. ઉમેદવારો ફોર્મ પણ ભરી દીધા છે. મતદાનની તારીખ 26 એપ્રિલ અને 28 એપ્રિલના રોજ પરિણામ જાહેર થશે.ચૂંટણી પંચ ચૂંટણી પ્રચાર દરમિયાન દારૂ અને રોકડના ગેરકાયદેસર ઉપયોગ પર પણ નજર રાખી રહ્યું છે. ઘણા રાજકારણીઓ મતદારોને આકર્ષવા માટે દારૂ અને રોકડનું વિતરણ કરે છે. આને રોકવા માટે, પોલીસ સાથે મળીને ચૂંટણી પંચની ટીમ સતર્ક બની ગઈ છે.

ચૂંટણી આયોગના નિર્દેશ પર ગેરકાયદેસર રીતે અથવા નિયમો વિરુદ્ધ ઉપયોગમાં લેવાયેલા દારૂ અને રોકડ રકમ જપ્ત કરવામાં આવે છે. હવે પ્રશ્ન એ છે કે, ચૂંટણી દરમિયાન જપ્ત કરાયેલા આ દારૂ અને કરોડો રૂપિયાનું શું થાય છે? ચાલો આજે આપણે આ વિશે વિસ્તારથી જાણીએ.

એક વાત સત્ય છે કે, કોઈ પણ ચૂંટણી પૈસા વગર લડી શકાતી નથી. ત્યારે ચૂંટણી પંચ ઉમેદવારો દ્વારા ખર્ચ કરી શકાય તેવા નાણાંની મર્યાદા નક્કી કરે છે. તેમ છતાં, ઘણા ઉમેદવારો અનેક ગણા વધુ ખર્ચ કરે છે. મોટાભાગના કિસ્સાઓમાં આ બ્લેક મની છે, જેનો ઉપયોગ મતદારોને આકર્ષવા માટે થાય છે. ચૂંટણી દરમિયાન આ બ્લેક મની બિનહિસાબી રહે છે. તેથી ચૂંટણી પંચ અને પોલીસ સઘન ચેકિંગ ઝુંબેશ ચલાવે છે અને આવા નાણાં જપ્ત કરે છે.

જપ્ત કરેલા પૈસાનું ચૂંટણી પંચ શું કરે?

ચૂંટણી અભિયાન દરમિયાન ચૂંટણી પંચ કે, પોલીસ જે પણ પૈસા જપ્ત કરે છે. તેને આયકર વિભાગને સોંપી દે છે. જે વ્યક્તિ પાસેથી આ પૈસા જપ્ત કરવામાં આવે છે. ત્યારબાદ તે ક્લેમ પણ કરી શકે છે. તેને સાબિત કરવાનું હોય છે કે, જપ્ત કરેલા પૈસા બ્લેકમનીના નથી. ત્યારે જરુરી ડોક્યુમેન્ટ પણ દેખાડવા પડે છે. જો વ્યક્તિએ સાબિત કરવામાં સફળ રહે તો. તેને પૈસા પરત આપી દેવામાં આવે છે.ગેરકાયદેસર રીતે કમાયેલા પૈસા સરકારી તિજોરીમાં જમા થાય છે.

દારુનું શું થાય ?

ચૂંટણી દરમિયાન મોટી માત્રામાં પૈસા સિવાય દારુ પણ જપ્ત કરવામાં આવે છે. ચૂંટણી પંચની ટીમ આ પૈસા ઝપ્ત કરે છે. જો આ દારુ કાનુની રુપે લાવવામાં આવી છે. તો તેને છોડી દેવામાં આવે છે પરંતુ ગેરકાયદેસર રીતે લાવવામાં આવ્યો છે તો આ દારુનો નષ્ટ કરી દેવામાં આવે છે.

ચૂંટણી એટલે મતથી પસંદ કરવાની કામગીરી. સામાન્ય રીતે ચૂંટણી એક કરતા વધુ લોકોમાંથી કોઈ એકને પસંદ કરવાની પ્રક્રિયા છે. અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">