AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking news: બંગાળમાં ચૂંટણી પરિણામ બાદ હિંસા, 4ના મોત, 400થી વધુ TMC ઓફિસમાં તોડફોડ

West Bengal Violence: પરિણામો જાહેર થતાં જ પશ્ચિમ બંગાળમાં હિંસા ફાટી નીકળી હતી. અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે, અને 400 થી વધુ ટીએમસી કાર્યાલયોમાં તોડફોડ કરવામાં આવી છે. આ અથડામણમાં ભાજપ અને ટીએમસી બંનેના કાર્યકરો માર્યા ગયા હતા. રાજ્ય સરકારે હિંસાની તપાસ માટે એક તથ્ય શોધ સમિતિની રચના કરી છે.

Breaking news: બંગાળમાં ચૂંટણી પરિણામ બાદ હિંસા, 4ના મોત, 400થી વધુ TMC ઓફિસમાં તોડફોડ
West Bengal Violence
| Updated on: May 06, 2026 | 2:11 PM
Share

વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી બંગાળમાં હિંસા ફાટી નીકળી છે. અત્યાર સુધીમાં વિવિધ ઘટનાઓમાં ચાર લોકોના મોત થયા છે. 400 થી વધુ સ્થળોએ ટીએમસી કાર્યાલયોમાં તોડફોડ કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, 4 મેથી ઓછામાં ઓછા એક ડઝન સ્થળોએ ચૂંટણી સંબંધિત હિંસા થઈ છે. હિંસા બાદ રાજ્ય સરકારે 10 સભ્યોની ફેક્ટ ફાઈડિંગ સમિતિની જાહેરાત કરી.

કાર્યાલયને નિશાન બનાવવામાં આવ્યું

આસનસોલના ગોધુલી વિસ્તારમાં ટીએમસીના એક કાર્યાલયમાં તોડફોડ કરવામાં આવી હોવાના અહેવાલ છે, જ્યારે હાવડાના ડુમુરજલામાં પણ એક કાર્યાલયને નિશાન બનાવવામાં આવ્યું હતું. ટોલીગંજ, કસ્બા, બરુઈપુર, કામરહાટી, બારાનગર, હાવડા અને બહેરામપુરમાં ટીએમસી કાર્યાલયોમાં તોડફોડ કરવામાં આવી હોવાના અહેવાલ છે.

બીરભૂમ (ટીએમસી સમર્થકો), ન્યુટાઉન (ભાજપ સમર્થકો) અને અન્ય બે સ્થળોએ કાર્યકરોની હત્યા કરવામાં આવી હોવાના અહેવાલ છે.

BJP-TMC કાર્યકરોની હત્યા

પોલીસના જણાવ્યા અનુસાર, મંગળવારે સાંજે કોલકાતાના ન્યુ ટાઉન વિસ્તારમાં વિજય સરઘસ દરમિયાન ટીએમસી કાર્યકરો દ્વારા માર મારવામાં આવ્યા બાદ ભાજપ કાર્યકર મધુ મંડલનું મૃત્યુ થયું હતું. બીરભૂમના નાનૂરમાં ભાજપ કાર્યકર દ્વારા ટીએમસી કાર્યકર અબીર શેખ પર કથિત રીતે તીક્ષ્ણ હથિયારથી હુમલો કરીને હત્યા કરવામાં આવી હતી.

  1. સંદેશખાલી: નજત પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવતા સરબેરિયા-અગરહાટી ગ્રામ પંચાયતના બામનઘેરી વિસ્તાર (વોર્ડ નં. 14)માં ગઈકાલે મોડી રાત્રે રાજકીય તણાવ ફાટી નીકળ્યો હતો. કેન્દ્રીય સુરક્ષા દળો સાથે પોલીસ ટીમ જ્યારે આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવા ગઈ હતી, ત્યારે કેટલાક બદમાશોએ તેમના પર ગોળીબાર કર્યો હોવાનો આક્ષેપ છે.
  2. આસનસોલ: પશ્ચિમ બર્ધમાનમાં આસનસોલના કોર્ટ મોર વિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના કાર્યાલયમાં ગઈકાલે મોડી રાત્રે આગ લાગી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

બંગાળમાં ભાજપનો જંગી વિજય

પશ્ચિમ બંગાળમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. પહેલી વાર તે અહીં સરકાર બનાવી રહી છે. 9 મેના રોજ નવી સરકાર શપથ લેશે. ભાજપે 207 બેઠકો જીતીને પ્રચંડ વિજય મેળવ્યો, જ્યારે ટીએમસી માત્ર 80 બેઠકો પર સમેટાઈ ગઈ. મમતા બેનર્જી પોતાની બેઠક જાળવી રાખવામાં નિષ્ફળ ગયા. ભવાનીપુરમાં તેમને કારમી હારનો સામનો કરવો પડ્યો. સુવેન્દુએ તેમને 15,114 મતોથી હરાવ્યા.

MLA Accommodation : ચૂંટણી જીત્યા પછી ધારાસભ્યને કેટલા દિવસ પછી ઘર મળે છે?

Follow Us
ફાયર વિભાગની ટીમે બાઈકચાલકનું કર્યુ રેસ્ક્યુ
ફાયર વિભાગની ટીમે બાઈકચાલકનું કર્યુ રેસ્ક્યુ
સુરતમાં ગેરકાયદે ગર્ભપાતનું રેકટ ઝડપાયું
સુરતમાં ગેરકાયદે ગર્ભપાતનું રેકટ ઝડપાયું
રાજકોટ જિલ્લામાં ધોરણ 10ના પરિણામથી ઉત્સાહ, 130 શાળાનું 100 ટકા પરિણામ
રાજકોટ જિલ્લામાં ધોરણ 10ના પરિણામથી ઉત્સાહ, 130 શાળાનું 100 ટકા પરિણામ
તમને આવકના નવા સ્ત્રોત મળશે, સાંજે આરામ કરવા માટે થોડો સમય કાઢો
તમને આવકના નવા સ્ત્રોત મળશે, સાંજે આરામ કરવા માટે થોડો સમય કાઢો
બાંગ્લાદેશી મુસ્લિમોના મત નથી જોઈતા, બંગાળમાં રાષ્ટ્રનો વિજય
બાંગ્લાદેશી મુસ્લિમોના મત નથી જોઈતા, બંગાળમાં રાષ્ટ્રનો વિજય
ગુજરાતમાં સ્થપાશે વધુ બે સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ
ગુજરાતમાં સ્થપાશે વધુ બે સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સ
સુરત: પશ્ચિમ બંગાળના નામે વેપારી સાથે 7 કરોડની ઠગાઈ, બેની ધરપકડ
સુરત: પશ્ચિમ બંગાળના નામે વેપારી સાથે 7 કરોડની ઠગાઈ, બેની ધરપકડ
રાજકોટ: PGVCLના MDના નામે મોટુ ફ્રોડ, અધિકારીએ ટ્રાન્સફર કર્યા 45 લાખ
રાજકોટ: PGVCLના MDના નામે મોટુ ફ્રોડ, અધિકારીએ ટ્રાન્સફર કર્યા 45 લાખ
વડોદરામાં નકલી નોટનો 'મોટો ખેલ'! પોલીસની બાજ નજરે પકડી પાડ્યું નેટવર્ક
વડોદરામાં નકલી નોટનો 'મોટો ખેલ'! પોલીસની બાજ નજરે પકડી પાડ્યું નેટવર્ક
"ભારત કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ બોલેગા..." જુઓ Viral Video
g clip-path="url(#clip0_868_265)">