“ભારત કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ બોલેગા…” પોર્ટેબલ સ્પીકર લઈને મોલમાં પહોંચેલા યુવકનો જુઓ Video
એક યુવક મોલમાં પોર્ટેબલ સ્પીકર લઈને જઈ રહ્યો છે અને સ્પીકર પર વાગી રહ્યુ છે- "ભારત કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ બોલેગા..." આ જોઈને હરકોઈ વ્યક્તિનું ધ્યાન આ સ્પીકરવાળા વ્યક્તિ તરફ જાય છે પરંતુ કોઈનીય પરવા કર્યા વિના તે પોર્ટેબલ સ્પીકર પર જય શ્રીમ રામ વગાડતો જઈ રહ્યો છે. જુઓ વીડિયો
સોશિયલ મીડિયા પર એક વીડિયો આજકાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે જ્યાં એક વ્યક્તિ મોલમાં પોર્ટેબલ સ્પીકર લઈને જઈને રહ્યો છે, આ સ્પીકરમાં જય શ્રી રામ સોંગ વાગી રહ્યુ છે. મોલમાં આવતા જતા લોકો સહુનું ધ્યાન આ વ્યક્તિ ખેંચી રહ્યો છે. કારણ કે તેના સ્પીકરમાં વાગી રહ્યુ છે, “ભારત કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ બોલેગા.” સ્પીકરવાળો વ્યક્તિ તેના નિજાનંદમાં જઈ રહ્યો છે. પોતાની જ ધૂનમાં. પરંતુ તેના સ્પીકર પર વાગી રહેલુ ગીત સહુનું ધ્યાન ખેંચી રહ્યુ છે.
આ વીડિયો X પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમા વ્યક્તિ જય શ્રી રામ વગાડતો મોલમાં તેની મસ્તીમાં જઈ રહ્યો છે. Woke Eminent નામના યુઝરે આ વીડિયો પોસ્ટ કર્યો છે. યુઝરે “અસલી ફ્રીડમ આવી જ હોવી જોઈએ” એવી વીડિયોની કેપ્શન આપી છે. ઉલ્લેખનિય છે કે હજુ 4 મે એ જ બંગાળ વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા છે, છેલ્લા કેટલાક વર્ષોમાં બંગાળની છબી એવી બની ગઈ હતી કે ત્યા લોકો ખૂલીને જય શ્રી રામ પણ બોલી શક્તા ન હતા. જો કે આ વીડિયો ક્યાંનો છે તે જાણી શકાયુ નથી પરંતુ હાલ તો બંગાળ ચૂંટણીના પરિણામ બાદ આ વીડિયો વાયરલ થયો છે ત્યારે બંગાળના પરિણામો સાથે તેને જોડીને જોવામાં આવી રહ્યો છે.
બંગાળમાં ‘મા માટી માનુષ’નો ખેલ ખતમ, હવે ખેલા હોબે નહીં પરંતુ ‘જય શ્રી રામ’ બોલશે બંગાળ
"ભારત કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ બોલેગા..." જુઓ Viral Video
અમદાવાદ: કોંગ્રેસ કોર્પોરેટરનું LC બોગસ? DEO ની તપાસમા થયો મોટો ખુલાસો
15 વર્ષથી કેનાલ શોભાના ગાંઠિયા સમાન, પાણી માટે ખેડૂતોની ચીમકી
રેપિડો રીક્ષા ચાલકોએ ત્રિકોણબાગ ખાતે નોંધાવ્યો વિરોધ, જુઓ Video

