રાજસ્થાનથી ગુજરાતમાં નકલી નોટો ઘુસાડવાનું નેટવર્ક ઝડપાયું – જુઓ Video
વડોદરા SOG પોલીસે નકલી ચલણી નોટોના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કરીને આંતરરાજ્ય ગેંગના 6 લોકોને ઝડપી પાડ્યા છે. રાજસ્થાનથી ગુજરાતમાં નકલી નોટો ઘુસાડવાના આ વ્યવસ્થિત ષડયંત્રમાં પોલીસે રૂ. 500 ના દરની 85 નકલી નોટો કબજે કરી છે.
વડોદરા શહેરની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસે નકલી ચલણી નોટોના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી 500 રૂપિયાના દરની કુલ 85 નકલી નોટો સાથે 6 કાવતરાખોરોની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓમાં વલસાડના 2, મોરબીના 3 અને રાજસ્થાનના 1 શખ્સનો સમાવેશ થાય છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ ટોળકી રાજસ્થાનથી ગુજરાતમાં નકલી નોટો ઘુસાડવાનું ષડયંત્ર રચી રહી હતી. આ ખેલ પાછળ વલસાડના એક શખ્સે વડોદરામાં બેંક એકાઉન્ટ ખોલાવીને આખું નેટવર્ક ગોઠવ્યું હોવાની વિગતો સામે આવી છે. વડોદરા પોલીસે અત્યંત સાવચેતીપૂર્વક એક પછી એક કડીઓ જોડીને આ નેટવર્કને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
કરોડોનો વહીવટ અને ભણતરના ઠેકાણા નહીં ! શું હવે BJPના આવા અભણ નેતાઓના ભરોસે જ થશે જનતાનો વિકાસ? – જુઓ Video
Follow Us
Latest Videos
વડોદરામાં નકલી નોટનો 'મોટો ખેલ'! પોલીસની બાજ નજરે પકડી પાડ્યું નેટવર્ક
"ભારત કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ બોલેગા..." જુઓ Viral Video
અમદાવાદ: કોંગ્રેસ કોર્પોરેટરનું LC બોગસ? DEO ની તપાસમા થયો મોટો ખુલાસો
15 વર્ષથી કેનાલ શોભાના ગાંઠિયા સમાન, પાણી માટે ખેડૂતોની ચીમકી
